________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
પ્રવચન નં-૧૫ એ બધા અવસ્થાના નામ છે-પર્યાયના નામ છે. મારું નામ એ નથી. મારું નામ મુનિ નથી. મારું નામ તમારે સાંભળવું છે?
કે, જ્ઞાયક છું. આ મારું નામ છે.
(શ્રી સમયસાર) છઠ્ઠી ગાથામાં છઠ્ઠીના લેખ આવે ને! ફૈબા નામ પાડે ને બાળકનું! એમ સમયસારમાં છઠ્ઠી ગાથા આવી ને, ત્યારે નામસ્થાપના કરી બસ જ્ઞાયક! પ્રથમની પાંચ ગાથા સુધી ‘જ્ઞાયક’ એવો શબ્દ આવ્યો નહીં!
(અહીં કહે છે કે, “દેવ એવા નામનો આધાર જે દેવ૫ર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે મારે દેવપર્યાય નથી. એ દેવને સુગંધી (શરીરના) રજકણો હોય ને! તેને દુર્ગધ ન હોય. સુરસ સુગંધવાળાં પુદ્ગલના સંબંધનો અભાવ હોવાને લીધે મારે દેવપર્યાય નથી. ભૂતકાળમાં દેવપર્યાય મારે નહોતી! અને હવે પણ દેવપર્યાય આવશે, એ દેવપર્યાયમાં મારું અસ્તિત્વ નથી, હું તો આત્મામાં છુંભૂતકાળમાંય આત્મા હતો, વર્તમાનમાંય આત્મામાં છું, ભાવિકાળેય આત્મામાં જ રહીશ. સાદિ અનંતકાળ આત્મામાં રહીશ, હું પર્યાયમાં આવવાનો નથી, અરે સિદ્ધપર્યાયમાંય આવવાનો નથી હું તો આત્મામાં જ રહીશ. સિદ્ધપર્યાયમાં આત્મા બિરાજમાન કરે છે એ તો વ્યવહારનું કથન છે. આહા...હા...હા! અજબ-ગજબના ખેલ! હજમ થવું મુશ્કેલ, હજમ થાય તો કામ થઈ જાય-પર્યાય દષ્ટિ છુટીને દ્રવ્યદષ્ટિ થઈ જાય! ઉપચારના કથન તો ઘણાં આવે.
આહા! ઉપયોગમાં ઉપયોગ છે એમ આવે. સમજી ગયા? કે ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ પર્યાય પ્રગટ થાય એમાં આત્મા છે એમ આવે.
એક વખતનો બનાવ, એવો બન્યો. સોગાનજી રાજકોટ આવ્યા હતા ત્યારે નવરંગભાઈને ઘરે, ત્યાં જમવાનું હતું, હું સાથે ગયો હતો. (જમીને) રૂમમાં સૂતા હતા અને બે ય અને વાત થઈ, મેં વાત જરા છેડી સોગાનીજી, આ ઉપયોગમાં ઉપયોગ છે, પર્યાયમાં દ્રવ્ય છે એમ કેમ કહ્યું? (સોગાનીજી બોલ્યા) હા.વો તો બાત ઠીક હૈ જૈસે કહા? કેમ આમ કહ્યું કે? આચાર્ય ભગવાનનું કથન છે ને! ઉપયોગમાં ઉપયોગ છે પર્યાયમાં-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક છે. તો પછી ચર્ચા થતાં એમ કહ્યું, કે ક્રોધાદિમાં આત્મા નથી, ને ઉપયોગમાં-સંવરમાં આત્મા છે. એ લિમિટેડ વાત એમાં કરવામાં આવી છે. તો કહે હોં, ઠીક હૈ. કારણ કે એ તો દષ્ટિના વિષયવાળાને! (શ્રોતા:-) ખટકે! (ઉત્તર) ખટકે જ ને! કેમકે ઉપયોગ તો પર્યાય છે, એક સમયની પર્યાય છે. ભલે ધર્મ છે, ધર્મમાં ધર્મી રહે છે. કહે છે કે એ લિમિટેડ કથન છે, એ કથનો બધાં વ્યવહારનાં, આવે! સદ્ભુતવ્યવહારના કથન આવે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com