________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૭
નહીં. આહાહા! અત્યારથી સાઈડ બિઝનેશની શરૂઆત કરી દેવી જોઈએ. સાઈડ બિઝનેશ એટલે સમજાણું? અડધો કલાક-કલાક ટાઈમ મળે ત્યારે વાંચવું-વિચારવું-ગુરુદેવની કેસેટ સાંભળવી, ચિંતન કરવું વગેરે અડધોકલાક-કલાક તો હોવું જ જોઈએ. મેઈન બિઝનેશ કરવાની ભાવના રાખવી. છૂટવાની ભાવના રાખવી.
શ્રીમદ્દજી નાની વયમાં કહેતા 'તા અમે અહીં ક્યાં આવી પડયા! આ વેપાર આદિ અમને કાંઈ ગોઠતું નથી. ‘થવા યોગ્ય થાય છે', શ્રીમદ્દજી એના કર્તા નથી. (પ્રશ્ન) ગોઠતું નથી તો કેમ કરે છે? ભાઈ! તું આત્માને કર્તા ન દેખ! એ પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાની એના કર્તા નથી અને માલિક પણ નથી. જ્ઞાની કાર્ય-કર્મ કરે છે કે નથી કરતો એ કોણ જાણે છે!! આહાહા !
એક શ્લોક છે-જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો એ કોણ જાણે ?! એ જ્ઞાની જાણે, અજ્ઞાની જાણી શકે નહીં. (શ્રોતા-કોણ કરે છે એનું રહસ્ય શું?) રહસ્ય એ કે કરતો જ નથી ખરેખર. પ્રતીતિમાં અકર્તા છે પણ પરિણમન થોડું છે એટલે બીજા શાસ્ત્ર વાંચવાના, સ્વાધ્યાયના વિકલ્પો આવે છે પણ એ કર્તાનું કર્મ નથી, અને જ્ઞાનનું જ્ઞેય નથી. એ તો જુદે જુદુ વિભાવનું કાર્ય થયા કરે છે. ઉદયભાવ આત્માથી ભિન્ન જણાય છે.
અનુભવીને રાગાદિભાવ આત્માથી ભિન્ન અને ઉપયોગથી પણ ભિન્ન જણાય છે. ભિન્ન જ છે. અજ્ઞાની માટે પણ ભિન્ન જ છે, પણ તે માનતો નથી. ‘જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન', આ એક વાક્ય કાન ઉપર પડયું સોગાનીજીને.. રાત્રે બેસી ગયા ધ્યાનમાં, સવારે સમ્યક્દર્શન લઈને ઊઠયા આહાહા !
અનુભવ પછી તો એમને એવી મસ્તિ ચડી ગઈ; કે માટુંગામાં ગુરુદેવનું વ્યાખ્યાન હતું હોલમાં ત્યાં સોગાનીજી પણ બેઠા હતા. ૨૦૨૦ની સાલની વાત છે. ત્યાંથી ઉઠયા બધા સાથે તો સોગાનીજી સાથે પાંચેક મુમુક્ષુ ભાઈઓ ચાલતા 'તા. સાથે નવરંગભાઈ મોદી પણ હતા. પછી વીરચંદ પાનાચંદના બ્લોકમાં બધા ગયા. ત્યાં ચર્ચા ચાલતી હતી, એમાં કોઈએ પૂછ્યું કે: ધ્યાન કેવી રીતે કરવું ?
(પ્રશ્ન) આત્માનું ધ્યાન કેમ કરવું? તેનો ઉત્તર આપ્યો કેઃ મૈં કિસકા ધ્યાન કરું, પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, મેં તો ધ્યેય હૂં, મૈં ધ્યાન કરનેવાલા નહીં હૂં. ધ્યાન કરનેવાલી ચીજ જુદી હૈ, અને ધ્યેય જુદા હૈ. મૈં તો ધ્યેય હૂં, પર્યાય મેરા ધ્યાન કરે તો કરો. આહાહા ! એવો સચોટ જવાબ આપ્યો. પૂ. ગુરુદેવને એમના સ્વર્ગવાસ પછી આ વાકય મળ્યું; ગુરુદેવ કહે આહા ! આ તો એકાવતારી પુરુષ. એકાવતારી પુરુષ સિવાય આવી વાણી નીકળે
નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com