________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૭૧ પરિણમન તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છેસિદ્ધમાં પરિણતિ-પર્યાય તો હોય છે, પર્યાય વિના દ્રવ્ય હોય શકે નહીં.
(વળી કહે છે કે, પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર-જ્ઞાયક ઉપર-દષ્ટિ તે જ સમ્યફદષ્ટિ છે. શું કહ્યું? પરંતુ, ઉપરમાં વાત બધી કરી દીધી પરિણામી (તત્ત્વની) પ્રમાણથી, પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર એટલે કે જ્ઞાયક ઉપર, દષ્ટિ તે જ સમ્યક્દષ્ટિ છે. માટે “આ મારી જ્ઞાનની પર્યાય ” “આ મારી દ્રવ્યની પર્યાય –એમ પર્યાયમાં શું કામ રોકાય છે?
(શું કહે છે?) આ શ્રદ્ધાની મારી પર્યાય, આ જ્ઞાનની પર્યાય, આ ચારિત્રની પર્યાય, સમ્યક્દર્શનની પર્યાય, શું કામ પર્યાય, ઉપર તું રોકાશ ? નજર-લક્ષ તારું
ક્યાં જાય છે? એ જાણવા માટે તો ખરુ ને! એને જાણવી તો ખરીને! જાણવાની વાતને એલા, પહેલાં આદરમા...પહેલાં આદરવાનું આદરને ! પછી જાણવાનું જેમ છે તેમ જણાય ! જાણવાની માંડશ તો આદરવાનું રહી જશે ને કાળ પૂરો થઈ જશે !
(કહે છે કે:) એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર-તળ ઉપર દષ્ટિ સ્થાપને! આહાહા! હું તો અકર્તા–નિષ્ક્રિય એટલે ક્રિયાથી રહિત એવો (હલચલ રહિત ) નિષ્ક્રિય પરમાત્મા છું (જુઓ શું કહ્યું છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર, લીટી કરીને તળ ઉપર-દષ્ટિ સ્થાપને ! પર્યાય ઉપર દષ્ટિ શા માટે સ્થાપે છે તું?
કે આ મારી પર્યાય ને, આ મારી પર્યાયને આવી પર્યાય ને આવી પર્યાય એ પર્યાય ઉપરનું લક્ષ છોડીને દ્રવ્ય ઉપર લક્ષ સ્થાપને ભાઈ ! પરિણામ તો થયા જ કરશે. પરિણામ હું કર્યા કરીશ એમ નથી લખ્યું આમાં (બહેનશ્રીએ ) આ લખેલું છે એ હું વાંચુ છું,. બહેનશ્રીના વાક્યો છે, ધર્માત્માના (વચનો છે) ગણધર થવાના છે. દષ્ટિ ઉપરાંત સ્થિરતા ઘણી છે. અને આના ઉપર ગુરુદેવે પ્રવચનો આપ્યા છે (વચનોને) માન્ય રાખીને, એટલે કાંઈ શંકા કરવા જેવી નથી ટુંકામાં મારો કહેવાનો આશય આ છે.
શું કહ્યું? પરિણામ તો થયા જ કરશે. કે હું કર્યા કરીશ? સમ્યક્દર્શન થાય પછી પરિણામ થયા જ કરશે એમ જાણવામાં આવે કે હું કર્યા કરીશ? કરતાં-કરતાં થાય પરિણામ? (કે ના) અરે એ તો પર્યાયસ્વભાવ છે તે પરિણમે-પરિણમે ને પરિણમે-પર્યાય તો થયા જ કરે ! તારા કર્તાપણાની અપેક્ષા વિના, એના ઉત્પાદના અકાળે પર્યાય થાય, થાય ને થાય જ. તારા કર્તાપણાની અપેક્ષા એમાં બિલકુલ લાગૂ પડતી નથી. કર્તા કહેવું એ વ્યવહાર છે. અકર્તા જાણવું તે નિશ્ચય છે. કર્તા કહેવું એ વ્યવહાર છે એ આવી વાત બધી શાસ્ત્રમાં, વાત તો આવે! અનેક પ્રકારની આવે, એને (પરિણમે તેથી) કર્તા કહેવામાં આવે એની ના નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com