Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 310
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૨૭૩ નથી. તો ધ્યાતા–ધ્યાનને ધ્યેયનો ભેદ દેખાતો નથી. કર્તા, કર્મને ક્રિયાનો ભેદ દેખાતો નથી. આહા....! અભેદ ! એકલી અભેદ !–અભેદ એટલે? દ્રવ્ય અને પર્યાય સર્વથા અનન્ય થાય, એમ અભેદ નહીં, કથંચિત્ અભેદની વાત ચાલે છે. કથંચિત્ તાદાભ્ય અથવા અનિત્ય તાદામ્ય દ્રવ્ય અને પર્યાયને..અભેદ! સમયસારની આ ૪૯મી ગાથમાં વાત આવી છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે કેવળ વ્યક્તપણાને જ સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” તેને પ્રતિભાસવા છતાં પણ, ઈ જ્ઞયની વાત કરી, આવું જ્ઞય જ્ઞાનમાં જણાતું હોવા છતાં પણ, એ ત્રિકાળી દ્રવ્ય છે તે વ્યક્તિને સ્પર્શતો નથી. આહા...હા! માટે ભગવાન આત્માનું અવલંબન લેતાં, એ શેયમાં જો ભેદ દેખાય કે આ કર્તાને આ કર્મ, આ ધ્યેય અને આ ધ્યાન, આ જ્ઞય અને આ જ્ઞાન, એમ એને શેયમાં ભેદ દેખાય ત્યાંસુધી એને વિકલ્પની ઉત્પત્તિ થાય છે. ધ્યેયમાં તો ભેદ નથી પણ શેયનો ભેદ પણ છૂટે ત્યારે શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં-નિર્વિકલ્પધ્યાનમાં આત્માનો આનંદ આવે ! ભરતી આવી જાય ! (શ્રોતા:-) પંચરત્નો દ્વારા એનો શો આશય છે? (ઉત્તર:-) પંચરત્નો દ્વારા એટલે પંચરત્નો (ગાથા-૭૭ થી ૮૧માં)માં જે આત્માને અકર્તા કહ્યો, અકર્તા એટલે કે જ્ઞાયક, ધ્રુવ પરમાત્મા, એનું અવલંબન લેતાં પંચરત્નો દ્વારા એટલે જે વિષય અમે ઉપર કહ્યો, એ તું શ્રદ્ધામાં લે..ત્યારે તને આવું પરિણમન થાય, પરિણમન થશે ત્યારે તારા જ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય (સ્વરૂપ આખો આત્મા ) જ્ઞય થશે, થશે, ને થશે જ. અનાદિ મિથ્યાષ્ટિ જીવને (પ્રથમ) ઉપશમ સમ્યકદર્શન થાય છે, ત્યારે ધ્યેયપૂર્વક એનાં જ્ઞાનમાં પરિણામી (આત્મ) દ્રવ્ય, જ્ઞાનમાં ય થઈ જાય છે ત્યારે એને આનંદનો અતીન્દ્રિય અનુભવ થયો, સવિકલ્પદશામાં આવતાં એ કહી શક્યો, જાણેલાનું જાણપણું રહી ગયું કે સંસારનો અભાવ થયો! એ (સમયસાર) છઠ્ઠી ગાથામાં કર્તા-કર્મનું અનન્યપણું કહ્યું છે ને જે એ આ જાણનારો પોતે કર્તા ને જણાયો પણ પોતે માટે પોતે કર્મ, પર્યાય કર્મ નહીં. “મોક્ષ અધિકારમાં આવે છે- આત્માને આત્માથી, આત્મામાં, આત્માને માટે જાણવું, પછી કહે છે કે નથી જાણતો આત્માને, નથી જાણતો આત્મા માટે, નથી જાણતો-નથી-નથી કરીને, કારકના ભેદથી સમજાવાય છે. પણ, અનુભવના કાળે કારકના ભેદ દેખાતા નથી. કારકના ભેદ પાડીને સમજાવવામાં આવે કે આત્મા કર્તા અને જ્ઞાનનો પર્યાય-સમ્યજ્ઞાન થાય એ આત્માનું કર્મ, રાગ આત્માનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315