________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૭ આ ગાથા છે. આત્માને નિવર્તાવવો-કર્તા બુદ્ધિથી આત્માને નિવર્તાવવો આહા...હા! કર્તા નથી આત્મા, જ્ઞાતા છે હો! આ ભવમાં નક્કી કરી લેવું કે હું જ્ઞાતા છું કે કર્તા છું?! આવતા ભવ ઉપર રાખવા જેવું નથી. કાલ ઉપર રાખવા જેવું નથી તો પછી આવતા ભવની વાત તો ક્યાં કરવી? બધાના આત્માની વાત છે હોં! બધાનો સ્વભાવ જ્ઞાતા છે, બધાના આત્મા અકર્તા છે, કર્તા નથી.
એ... કર્તાપણાનો ભાવ તો એ અજ્ઞાનપણામાંથી જન્મેલો ભાવ છે. અકર્તાને ચૂકે છે એને કર્તા ભાસે છે આ જીવ તત્ત્વની મોટામાં મોટી ભૂલ હોય તો એ આ છે કે પોતે (સ્વભાવે) અકર્તા હોવા છતાં, પોતાને કર્તા માને છે. જીવતત્ત્વની આ મોટી ભૂલ છે, આ સાધારણ ભૂલ નથી. કર્તા બુદ્ધિમાંથી સંસાર આખો આ ઊભો થયો છે. અને એ કર્તા બુદ્ધિ અજ્ઞાન છે. ને અકર્તા બુદ્ધિ એ સમ્યકજ્ઞાન છે. આ જ ખરું વસ્તુનું સ્વરૂપ છે.
આહાહા! અરે! તને, જીવ તત્ત્વની ભૂલ રાખીને તારે જાવું છે? આહા! તને સદ્ગુરુ મળ્યા, પીસતાલીસ-પીસતાલીસ વરસથી તને બોધ આપે છે-એટલાં વ્યાખ્યાનો ને એટલાં શાસ્ત્રો ઉપરનાં ને એની ટેઈપ બહાર પડી ગઈ -(સદ્ગુરુ સાક્ષી આપીને કહે છે) અમે તને કહીએ છીએ એમ નહીં, પણ સર્વજ્ઞભગવાને કહેલું કે અમે તમને કહીએ છીએ કે...
ભગવાન આત્મા જ્ઞાતા છે-જ્ઞાયક છે-અકર્તા છે (પર્યાયભાવોનો) કર્તા છે જ નહીં?! આ હા ! છતાં તમને હજી...કર્તા છું એવો અભિપ્રાય (મનમાં ઘૂંટાય છે). આહાહા! એમ કેમ તમને તમારા અભિપ્રાયમાં કર્તાપણું ભાસે છે, તારા અભિપ્રાયમાં હું જ્ઞાયક છું અકર્તા છું એમ ભાસવું જોઈએ, કેમ કે પરિણામ, સ-અહેતુક છે, નિમિત્તથી પણ થતા નથી ને આત્મામાં ગુણ છે એ ગુણથી પણ થતા નથી, આહા..હા ! પર્યાય, પરિણામથી ઊપજે છે, નિમિત્તથી ઊપજતી નથી ને એના દ્રવ્યને ગુણથી પણ ઊપજતી જોવામાં આવતી નથી. તો....પર્યાયદષ્ટિ છૂટી અને દ્રવ્યદૃષ્ટિ... થશે !
આહા..હા! નિમિત્તથી તો નહીં, પણ એનાં ગુણથી નહીં મતિ-શ્રુતજ્ઞાનનીસમ્યકજ્ઞાનની પર્યાયનો જે જન્મ થાય છે, એ શ્રી ગુરુથી તો જનમતી નથી, એનો દાતા શ્રીગુરુ તો નથી, પણ એનો દાતા પોતાનો જ્ઞાન નામનો ગુણ અથવા ગુણી (આત્મ) દ્રવ્ય પણ એનો દાતા નથી. એનો કર્તા નથી આવા તો શાસ્ત્રના વચન છે.
અરે! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા લાવ કે (હું) અકર્તા છું, પછી આત્માની શ્રદ્ધાએ શ્રદ્ધા થાય, પછી અનુભવથી શ્રદ્ધા થાય-એ બે પ્રકારમાંથી એકને ગૌણ કરીને હમણાં એક પ્રકારથી તો (હું) અકર્તા છું એમ લે! (જુઓ!) ત્રણ પ્રકાર પડયા ભાઈ ? કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com