Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 301
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪ પ્રવચન નં-૨૫ કહેવાય. પણ એ વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી-વ્યાપાર જ અટકી ગયો છે ને ઇન્દ્રિયજ્ઞાન જે પરજ્ઞય સાથે શેય-જ્ઞાયકને હિસાબે જાણતું'તું એ બધો વ્યાપાર ( જ્ઞાનનો) અટકી જાય છે. પરપદાર્થો જે ઇન્દ્રિયજ્ઞાનમાં ય થતાં'તાં, હવે સ્વપદાર્થ આત્મા-દ્રવ્ય-ગુણને પર્યાય, ઉત્પાદ-વ્યયને ધ્રુવ, આખો આત્મા જ્ઞાનમાં જ્ઞય થાય છે. (ક્યારે કે?) અંતરમુખ થતાં. ચિંતાને છોડી છે એ નાસ્તિની વાત કરી હવે અસ્તિની વાત કરે છે. ને ત્યારે પરદ્રવ્ય ને વિષયો તરફ જતી 'તી વૃતિ છૂટીને ઉપયોગ આત્મા સન્મુખ થયો-આત્માની સન્મુખ જે ઉપયોગ થયો, એમાં એને શું જાણું? એ આત્મા કેવો જાણે છે? શ્રદ્ધાપૂર્વક (સમ્યક) જ્ઞાનની વાત ચાલે છે. શ્રદ્ધાનો વિષય (-ધ્યેય) સુરક્ષિત રાખીને...દષ્ટિનો વિષય સુરક્ષિત રાખીને... એ ઉપયોગ આત્મસન્મુખ થાય છે-ભૂતાર્થનું અવલંબન લ્ય છે, ત્યારે એ જ્ઞાનના પર્યાયમાં, એકલો દષ્ટિનો વિષય જ જણાય છે કે બીજું પણ જણાય છે આનંદઆદિ ? તો કહે (સર્વ) જણાય છે. એ આનંદ છે એ પર્યાય છે, અને એને જાણે તો પર્યાયદષ્ટિ થાય, એમ હશે? કોઈ વળી કહે કે એકલું દ્રવ્ય જણાય, આનંદ ઉત્પન્ન થાય ઈ જણાય નહીં ભાઈ? એમ નથી બાપુ! શાન્તિથી દષ્ટિપૂર્વક..જ્ઞાનની જે સંધિ છે-આ એક અલૌકિક વાત છે. જૈનદર્શનમાં પણ, આવ્યા પછી, થોડા જીવો પામે છે એનું, કારણ? કાં અનેકાન્તના પક્ષમાં ચડી જાય, કાં એકાન્ત મિથ્યાપક્ષમાં ચડી જાય, એ કોઈ આત્માને સાધી શકતો નથી. મધ્યસ્થ થઈને, જેમ છે તેમ, વીતરાગભાવથી આત્માની સાધના થાય છે. કોઈપણ નય પક્ષ રહેતો નથી-અનુભવનાકાળે કોઈપણ નયપક્ષ રહેતો નથી. પક્ષાતિક્રાંત થાય છે. અહીંયાં પ્રથમ, હું કર્તા છું પરનો અને પર્યાયનો, એવો વ્યવહારનો પક્ષ છોડાવીને હું અકર્તા છું એવા નિશ્ચયના પક્ષની વાત કરી. જેને વ્યવહારનો પક્ષ છે એને તો આ સ્થિતિ ભજી શકતી જ નથી. હું અકર્તા-જ્ઞાયક છું-ટંકોત્કીર્ણ શુદ્ધ આત્મા છું, એમ જેને ગુરૂગમે અને પોતાની યોગ્યતાથી, નિશ્ચયનો પક્ષ આવે છે/એ આપણે પછી મિથ્યાદષ્ટિને ઉપશમસમ્યકદર્શન કેમ થાય છે એમ આંહી છે સંબંધ. અત્યારે તો ચારિત્રની અપેક્ષાએ આપણે વાત કરીએ છીએ. આ સમજાય પછી ઓલું વધારે સમજવામાં ઠીક પડશે. અને.....આચાર્ય મહારાજ કહે છે કે હવે આ પાંચ ઇન્દ્રિયના વિષયો, એને અમે છોડ્યા છે. છોડયા છે એટલે એના તરફ અમારો ઉપયોગ હવે જતો નથી. અમારો ઉપયોગ આત્માની સન્મુખ થાય છે. આખોય ઉપયોગ આત્માની સન્મુખ થાય છે ત્યારે...નિજસ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. એમ વાંચવું, પછી ઓલું સ્વરૂપ કેવું એ પછી શું કહ્યું? આચાર્યમહારાજ ચારિત્રવંત! અતિ આસનભવ્ય ધર્માત્મા છે, ભાવિમાં તીર્થકર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315