________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
પ્રવચન નં-૨૨ અહીંયા તો અભેદમાં ભેદ પડયો એને જાણે તો વ્યવહાર ભેદને જાણે તો વ્યવહાર. ભિન્નને જાણે તો અસભૂત વ્યવહાર છે આ બધી અંદરની વાત છે.
હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી.” આા! ભાવકર્માત્મક ચાર કષાયો એટલે ક્રોધ-માન-માયાને લોભ એનો કર્તા નથી કારયિતા નથી અને અનુમોદક પણ નથી. આ ક્રોધના પરિણામ થવા યોગ્ય થાય છે એમ જ્ઞાની જાણે છે. સવિકલ્પદશામાં ક્રોધનામાયાના-લોભના-માનના પરિણામ આવી જાય એને જાણે છે પણ મારાથી થયા અથવા એને હું કરું છું એમ એને જ્ઞાનમાં ભાસતું નથી. જ્યારે થાય છે ત્યારે એના ઉપર લક્ષ નથી દ્રવ્ય ઉપર લક્ષ રહેતાં એ થાય છે એમ જણાય છે. લક્ષ તો અભેદ ઉપર રહે છે અને એ સંબંધીનું જ્ઞાન થાય છે અને જાણે છે. એના સંબંધીનું જે જ્ઞાન થયું અને જાણે છે. એ પણ યાકાર જ્ઞાન છે ખરેખર તો જ્ઞાનાકાર જ્ઞાનને જાણે છે.
આહાહા! જ્ઞયને જાણતાં નથી, જ્ઞયાકાર જ્ઞાનને જાણતા નથી, જ્ઞાનાકારને જાણે છે આત્મા આ બધી અંદરની ઊંડી વાતો છે. આ ગુરુદેવ કહી ગયા છે હોં! અગિયારેય ભાગમાં કહ્યું છે પણ વાંચવાની ફુરસદ હોય તો ! વેપાર કરીએ તો પૈસા આવે, આમાં શું? અરે ! આમાં તને જ્ઞાન લક્ષ્મી પ્રાપ્ત થાય અને ભવનો અંત આવી જાય. પેલી ક્રિયા થાય પણ તે થવા યોગ્ય થાય છે. એની ના નથી. ગૃહસ્થીને એવા વિકલ્પો આવે પણ યબુદ્ધિએ આવે! ઉપાદેય બુદ્ધિ નથી એમાં, કરાવતો નથી ને અનુમોદતો નથી.
શ્રદ્ધા સમ્યક થાય છે. કબુદ્ધિ છૂટી જાય છે અને ક્રોધ રહી જાય છે. ક્રોધ રહી જાય અને કર્તબુદ્ધિ છૂટી જાય આહા ! પછી ક્રોધ પણ થોડો ટાઈમ રહેશે અને ક્રોધનો પણ અભાવ થઈ જશે. પછી જાણવા માટે પણ નહીં આવે! વ્યવહાર જ્ઞય પણ નહીં આવે. પછી તો કેવળજ્ઞાન આવશે. કેવળજ્ઞાનની પર્યાયનો ભેદ એ જાણવા માટે આવશે પણ રાગ તો આવશે જ નહીં. અનુભવ પછી તો કેવળજ્ઞાન થાય છે ને? અજબ-ગજબની વાત છે.
ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી, ત્યારે આપ શું કરો છો? અમારે શું કરવું? અમે જે કહીએ છીએ તે તમે કરો. તમે શું કરો છો તે બતાવો. તો અમે કરીએ !? તો કે હું કહું છું. “અમે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવીએ છીએ. અમે જાણીએ છીએ. અને પ્રતીતિ કરીએ છીએ અને એમાં ઠરીએ છીએ. અમે તમારાથી ખાનગી કાંઈ વાત રાખી નથી. અમે કમાઈએ છીએ ને તમે કમાવો.
અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું એમ કારયિતા અને અનુમોદના વિષે પણ સમજી લેવું. કર્તા નથી ત્યાં કારયિતા વગેરે જોડી દેવું. કારયિતા એટલે બીજાની પાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com