________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૯ નથી. છતાં અનાદિ કાળથી, આવા પોતાના જ્ઞાતાસ્વભાવને ભૂલીને, સ્વયમેવ-બીજાના ઉપદેશ વિના, પોતાને કર્તા માની બેઠો છે. જ્યાં સુધી પોતાને કર્તા માને છે ત્યાં સુધી તેને સમ્યકદર્શન (પ્રગટ) થતું નથી. (અનેક) જીવોનાં પ્રશ્નો ગુરુદેવ પાસે (ઘણા-ઘણાં આવતાં કે) આટલો-આટલો અને અભ્યાસ કરીએ છીએ, આટલાં શાસ્ત્રો વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ અમને કેમ સમ્યક્દર્શન થતું નથી.
તો...એનાં માટે બે ભૂલ (અનાદિની) છે. એક હું પરભાવ અને પરદ્રવ્યનો કર્તા છું અને એનો હું કારણ છું એમ માને (છે ત્યાં સુધી) એને સમ્યક્દર્શન થવાનું નથી. (આવો અભિપ્રાય રાખીને) સમ્યક્રદર્શનની રાહ જોશોમાં! સમ્યકદર્શન પ્રગટ નહીં થાય, કેમકે મૂળમાં ભૂલ કરી એમણે, (શું ભૂલ કરી?)
આત્મા જાણનાર....જાણનાર...જાણનાર...હોવા છતાં, એને કરનાર માની બેઠો છે એ કર્તા માને છે છતાં પણ (આત્મા) કર્તા (કરનાર) થઈ શકે એમ નથી. (આત્મા) અકર્તા સ્વભાવને છોડ અને કર્તા થાય એમ કોઈ કાળે બનનાર નથી. નિજભાવને આત્મા છોડે નહીં, પરભાવને આત્મા કદી ગ્રહે નહીં.
પ્રભુ! તું તો જ્ઞાતા છો ને! આ ક્યાં ભૂલી ગયો! એક રજકણ પણ (આત્માથી) હલાવી શકાતું નથી ને ટૂંકા તરણાનાં બે કટકા કરવાની તાકાત આત્મામાં નથી. આત્મા તો જ્ઞાતા છે. જ્ઞાતા છે એ પણ જ્ઞાયકનો જ્ઞાતા છે.
જ્યાં આ કર્તા (પણા ) ની ભૂલમાંથી (થોડો) પાછો વળ્યો, તો કર્તા નથી તો જ્ઞાતા છું (પરને જાણવામાં) અટક્યો ! બે ભૂલ-એક કર્તા-બુદ્ધિ પરની-પર એટલે બધુય પરિણામ, પદ્રવ્ય (પરિણામમાત્ર પરદ્રવ્ય) પરદ્રવ્યનો હું કર્તા છું એ એક ભૂલ ને કાં હું પરદ્રવ્યનો જ્ઞાતા છું આ બે ભૂલ છે.
એમાં આંહી કર્તાપણાની ભૂલ સિદ્ધ કરીને આત્મા અકર્તા છે (એમ ગાથામાં કહે છે.)
ભૂતકાળમાં પણ મેં મારા પરિણામને કર્યા નથી, એમ અત્યારે નક્કી કર! એનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળમાં પણ આ જે પરિણામો ગયો-વીતી ગયાં ને! તેનો ભૂતકાળમાં હું એનો કરનાર નહોતો વર્તમાનમાં કરનાર નથી, અને ભાવિકાળે પણ કરીશ નહીં, ભૂતકાળમાંય જ્ઞાતા હતો, વર્તમાનમાં જ્ઞાતા છું, ભાવિકાળે પણ જ્ઞાતા રહીશ-પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના એક સમયમાં થાય છે, એક સમયના (વીતરાગ) પરિણામના ત્રણ નામ છે. ભૂત (કાળ) ની અપેક્ષાએ પ્રતિક્રમણ, વર્તમાનની અપેક્ષાએ આલોચના (અને ) ભાવિ (કાળ) ની અપેક્ષાએ પ્રત્યાખ્યાન (છે), ત્યાગ (કહેવાય છે.)
કે સોનગઢના સંત, કાંઈ પ્રતિક્રમણ, આલોચના કે પ્રત્યાખ્યાન ત્યાગની વાત કરે છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com