________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
પ્રવચન નં-૨ સહજ, “સહજ નિશ્ચયનયથી સદા નિરાવરણસ્વરૂપ છું.” ભગવાન મારો આત્મા-આ બધાય આત્માની વાત ચાલે છે હો ! નિગોદથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના તિર્યંચો અને મનુષ્યો, દેવો બધાય (જીવો) એકેન્દ્રિય આદિ (સર્વજીવો)-સર્વ આત્માઓ “સદા” નિરાવરણસ્વરૂપ છે. ત્રણે કાળે, આઠ પ્રકારનું કર્મનું આવરણ, નિશ્ચયનયથી જોવામાં આવે તો આ આઠ પ્રકારના આવરણથી અત્યારે પણ આત્મા રહિત છે. એવા આઠ પ્રકારના કર્મના આવરણથી રહિત સદા નિરાવરણ આત્મા (બિરાજમાન છે ) એની દષ્ટિ કરતાં નિરાવરણસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. નિશ્ચયનયથી એટલે કે સ્વભાવની સન્મુખ થઈને, સ્વભાવને જેનારી જે નય એટલે જ્ઞાનનો અશે, તે અંશ દ્વારા જ્ઞાન કે જે અંતર્મુખ જ્ઞાન દ્વારા જ્ઞાયકને ઉપાદેયપણે જાણું છું ત્યારે હું જોઉં છું (મારા સ્વરૂપને તો) હું તો સદાનિરાવરણસ્વરૂપ છું (મને) આઠ પ્રકારના કર્મનો બંધ (કદી) થયો નથી. અને ભાવ આવરણથી પણ હું વર્તમાનમાં રહિત છું એથી દ્રવ્યને ભાવે નિત્યનિરાવરણ સદા રહેલ છું.
| મિથ્યાત્વ-અવત-કષાય ને યોગ, એવા જે વિભાવભાવ-આવરણ, એનાથી પણ હું રહિત છું. તેથી દ્રવ્યને ભાવે નિત્ય નિરાવરણ હું સદા રહેલો છું.
આગળ...“સહજ નિશ્ચયનયથી શુદ્ધજ્ઞાનસ્વરૂપ છું.” આહા...હા ! સહજ નિશ્ચયનયથી શુદ્ધ જ્ઞાનનો હું અવતાર છે. આહા! શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું. શુદ્ધ જ્ઞાનને મારે કરવું પણ નથી. અને શુદ્ધજ્ઞાનરૂપે મારે થવું પણ નથી. પણ હું તો પ્રથમથી જ શુદ્ધજ્ઞાનસ્વરૂપ જ આત્મા છું. શુદ્ધજ્ઞાનને કરવું, એવો આત્મામાં કરવાપણાનો (-કર્તાપણાનો) ત્રિકાળ અભાવ છે. આત્મા અશુદ્ધપરિણામને કરે એવો અભિપ્રાય રાખે એ તો મિથ્યાષ્ટિ છે જ....પણ શુદ્ધ પરિણામને પણ હું કરું-સમ્યફદર્શનજ્ઞાનચારિત્રના પરિણામને પણ હું કરું એવું કરવાપણું આત્માના ત્રિકાળસ્વભાવમાં નથી. (કેમ કે) આત્મા અકર્તા છે. પરપદાર્થ-જડ કે ચેતનના પરિણામોનો તો કર્તા, અજ્ઞાનભાવે પણ કોઈ આત્મા કદી પણ નથી. પણ અકર્તા સ્વભાવની દષ્ટિ છોડે છે, એ પર્યાયમાં એને રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી છું એમ ભાસે છે તેથી હું રાગનો કર્તા છું એમ મિથ્યાત્વભાવને ઉત્પન્ન કરે છે. અકર્તાનું (-શાયકનું) શરણ લેતાં, તેને રાગનું કર્તાપણું ભાસતું નથી. એક વાત.
આગળ..... જે સમ્યકદર્શનશાનચારિત્રના પરિણામ, જે પરિણામ શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે-અતીન્દ્રિય જ્ઞાનના પરિણામ દ્વારા આત્મખ્યાતિ થાય છે–આત્મપ્રસિદ્ધિ થાય છે કે હું આવો છું !
એવા સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામને પણ, હું કરું ( તો થાય) આત્મા કરે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com