________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
પ્રવચન નં-૩ જ હું એકાગ્ર થાઉં છું મારું ચિત્ત-મારી જ્ઞાનની પર્યાય, દર્શનની ચારિત્રની પર્યાય એમાં લીન થાય છે, એને એકને જ દેખું છું-જાણું છું એને એકને જ ભાવું છું-એકને જ અવલંબુ છું પર્યાયને અવલંબતો નથી.
“હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે) આ મનુષ્યપર્યાય બને છે, સાધક કહે છે કે એ પર્યાય મેં કરી નથી. હું એનો કરાવનારેય નહીં ને કોઈ કરે એને અનુમોદન આપનારોય હું નથી. આહાહા! (પ્રશ્ન થાય કે.) ત્યારે મેળે, મેળે આ મનુષ્યપર્યાય આવી ગઈ તમને ! પુદ્ગલકર્મ, પુદગલકર્મની આ રચના છે, એ કાર્ય પુદ્ગલકર્મનું છે, મારું કાર્ય નથી, મેં કરી નથી. મારું કાર્ય તો એક ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવવું, એ જ મારું કર્તવ્ય છે. એ ભાવું છું એનું નામ પરમાર્થ પ્રતિક્રમણ છે. એ “ભાવું છું” એનાં બે ભેદ, જો નિર્વિકલ્પ ભાવનામાં આવી જાય, તો પરમાર્થ પ્રતિક્રમણ-શુદ્ધ ઉપયોગ છે, સર્વથા નિર્જરાનું કારણ, અને જો સવિકલ્પમાં આવે તો જે શુદ્ધપરિણતિ છે એટલી નિર્જરાનો હેતુ છે શુભ ઉપયોગરૂપ-વ્યવહાર પ્રતિક્રમણ જે થયું એટલો થોડો બંધ થાય છે.
દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” (કહે છે કેઃ) આહાહા ! દેવગતિમાં હું જઈશ અહીંથી, પણ દેવપર્યાયને, દેવ ગતિની પર્યાયને હું કરું, એવો મારો સ્વભાવ નથી અને કરાવું એ પણ નહીં ને કોઈ અન્ય કરે તો મારો ટેકો (-અનુમોદન) પણ નથી. દેવગતિની રચના કરે પુગલ-દ્રવ્યકર્મ, નોકર્મની રચના કરે આહા! મારું અનુમોદન નથી. હું તો અહીંયા ભગવાન આત્માને જ ભાવું છું.
ભગવાન આત્માની ભાવના ભાવતાં ભાવતાં, જીવ લહે કેવળ જ્ઞાન રે !
એ ભાવના (ના) બે પ્રકાર-સવિકલ્પ અને નિર્વિકલ્પ! હવે કર્તબુદ્ધિ જેવી છૂટી કે સમ્યક્દર્શન સહેજે થઈ જાય, અકર્તા જ્યારે લક્ષમાં આવે છે ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે, અકર્તા એટલે કે જ્ઞાયકભાવ, કહો કે જ્ઞાતા કહો !
“હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનોના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
(કહે છે કે:) આહા....હા! ગુણસ્થાનમાં, મિથ્યાત્વના પરિણામને હું કરતો નથી, કરાવતો નથી ને અનુમોદતો પણ નથી. કેમકે પોતે સાધક છે (એને) મિથ્યાત્વની પર્યાય તો છે નહીં.
પણ કહે છે કે જેની પર્યાયમાં મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વની પર્યાયનો આત્મા કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com