________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પ૭ સાતમામાંથી છઠ્ઠામાં ન આવવા માટે હું પરિણામનો જ્ઞાતાય નથી.
(શ્રીસમયસાર) ૧૧ મી ગાથામાં, અનુભવ થયો ને ફટ સવિકલ્પદશામાં (સાધક) આવ્યો એટલે કહ્યું કે બારમી ગાથામાં કે” વ્યવહાર જાણેલો-( જણાયેલો) પ્રયોજનવાન છે” ઈ સવિકલ્પદશા આવી ગઈ. એ (કાંઈ ) ખુશી થવા જેવું નથી. જ્ઞાની પરિણામને તો જાણે છે ને! આહા...હા !
પરિણામનું કરવું ને પરિણામનું જાણવું ઈ બેયનો નિષેધ આવ્યા વિના પર્યાયાર્થિકનયની આંખ (સર્વથા) બંધ કર્યા વિના, સામાન્યનું અવલોકન નહીં થાય! એનો પોતાનો-આત્માનો જે મૂળસ્વભાવ છે એ સ્વભાવમાં કર્તાપણાનો ત્રિકાળ અભાવ છે. આત્માનો મૂળસ્વભાવ જે છે એમાં ચૌદગુણસ્થાનનું કરવું-વસ્તુમાં નથી એમ.
(શ્રોતાઃ) વર્તમાનમાં ય કર્તા નથી?
(ઉત્તર) વર્તમાનમાંય કર્તા નથી, ભાવિ (–ભવિષ્યમાંય) કર્તા નથી. ભૂતકાળમાંય કર્તા નથી, એટલે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ને આલોચના આ ત્રણેય લઈ લીધા છે (અધિકાર છે પરમાર્થ પ્રતિક્રમણ !
(કહે છે કેભૂતકાળના કરેલા ભાવ ને દોષ, એનું જે કર્તાપણું એવો જે (મિથ્યાત્વ) દોષ, એનાથી હું વર્તમાનમાં પાછો ફરી જાઉં છું-ભૂતકાળના દ્રવ્ય ભલા હતા ને ભૂતકાળનો ભાવ મને ભલો હતો આહા ! ભૂતકાળમાં મેં તીર્થકર ભગવાનની ભક્તિ કરી હતી ને તે ભલી હતી. આહાહા !
દેવલાલી વિડિયો કેસેટ નં. ૨૮ પ્રવચન નં - ૫
તા. ૬-૧૨-૮૭ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. પૂર્વે લાગેલા દોષોથી આત્માને પાછો વાળવો અને શુદ્ધોપયોગ દ્વારા શુદ્ધાત્માનો અનુભવ કરવો તેનું નામ પરમાર્થ પ્રતિક્રમણ છે.
સત્તા અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા” એટલે એને જાણનારા “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ-બધા પ્રકારનાં મોહ રાગદ્વેષ નથી.”
સત્તા એટલે અસ્તિત્વ, અવબોધ એટલે જ્ઞાન અને પરમચૈતન્ય એટલે દર્શન પણ થાય છે અને અનંતવીર્ય પણ અર્થ કરવામાં આવે છે. અનંતજ્ઞાન-અનંતવીર્ય અને અનંત સુખ અથવા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય (એવા) ત્રિકાળી ગુણો. સત્તા એટલે હોવાપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com