________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૫ આવો શુદ્ધાત્મા બિરાજમાન છે. એની સમીપે જઈને જુએ તો આત્મા અકર્તા દેખાય છે. જ્યારે અકર્તા દેખાય છે ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે. કાર્ય રહી જાય છે અને કર્તબુદ્ધિ છૂટી જાય.
હવે જો કાર્ય રહી જાય છે અને હું એનો કર્તા નથી તો કોણ કર્તા છે? એનો કર્તા બતાવ્યોને કે પુદ્ગલ કરે છે. પુદ્ગલના સંગે થાય છે. પુદ્ગલના સંયોગ સંબંધથી થાય છે. એ નિમિત્તના સંગે થાય છે. રાગ દ્વેષ છૂટતા નથી.
કર્તા બુદ્ધિ કેમ છૂટી? કેઃ “હું અકર્તા છું.” અકર્તાને લક્ષમાં લીધો કે હું અકર્તા છું તો પરિણામને કરું છું એવું ન જ આવે. જે અકર્તા ને જોતો નથી અને કર્તબુદ્ધિ રહી જાય છે. કર્તબુદ્ધિ જેણે છોડવી હોય, સમ્યકદર્શન પ્રગટ કરવું હોય તો અકર્તાનું શરણ લેવું. અકર્તા એવો જ્ઞાતા, અકર્તા એવો જ્ઞાયક, અકર્તા એવો જ્ઞાનમય આત્મા એમ !
હું અકર્તા છું એમ જ્યાં દષ્ટિમાં આવ્યું ત્યાં કર્તબુદ્ધિ છૂટી જાય છે. કર્તબુદ્ધિ ગાયબ થઈ ગઈ. પરિણામ રહી ગયા, પરિણામની ક્રિયા રહી ગઈ, પણ કર્તુત્વબુદ્ધિ છૂટી ગઈ. ત્યારે પરિણામને કોણ કરે છે? પરિણામતો થાય છે? કેઃ હા, તેને કર્મ કરે છે હું કરતો નથી હવે જે આ વ્યવહારનો બોલ એકમાં લીધો એમ ત્રણેયમાં વ્યવહારનો બોલ લઇ લેવાનો.
વ્યવહારનયથી સંસારી જીવને આરંભ પરિગ્રહ હોય છે. અને એ હોય છે ત્યારે સંસારી જીવને રાગ-દ્વેષ-મોડું થાય છે અને એના નિમિત્તે સંસારી જીવને નરકની પર્યાય આવી જાય છે. આવી સ્થિતિ હોવા છતાં આત્મા અકર્તા રહી ગયો છે,
નય લગાડીને વ્યવહારનયે છે એટલે પર્યાયમાં છે પણ શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ નથી. એટલે શુદ્ધઆત્માનો જે પરમ પરિણામિક સ્વભાવભાવ છે, જે જ્ઞાનાનંદ પરમાત્મા છે એ તો ત્રણેકાળ નિષ્ક્રિય શુદ્ધ છે. કરે બરે નહીં. કાંઈ; આહા! પરિણામ પરિણામ ન કરે કાં પુદ્ગલ એને કરે બસ. “હું તો અકર્તા છું.” અકારક ને અવેદક છું. બંધ મોક્ષનોય આત્મા કર્તા નથી.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે.” હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વથી વિહિન છું.” એ ઉપરની પહેલી લીટી છે ને? આરંભ પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી એમ આમાં વાંચવું કે તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વ વિહિન છું. પણ વ્યવહારનયે જોવામાં આવે તો એની દશામાં માયા-મિશ્રિત અશુભભાવો થાય છે. એના નિમિત્તે તિર્યંચ પર્યાય પણ આવે છે, પણ એ માયા-મિશ્રિત અશુભ ભાવનો ભાવકર્મનો આત્મા કર્તા નથી કેમ કે ભાવકર્મથી આત્મા ત્રિકાળ ભિન્ન છે શુદ્ધ છે અને નિશ્ચયનયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com