________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચન નં-૧૦ ખૂબ પ્રમોદ લઈને ગયેલો પણ ત્યાં પાંચ-દસ જણા બેઠા હતા તો મનમાં થયું અત્યારે મજા નહીં આવે. ગુરુદેવ એકલા હોત, અથવા એક બે જણા હોત તો કહેત.
આહાહા ! ગુરુદેવે કહેલી આ બે વાતને પકડી લ્ય તો મોક્ષ અવશ્ય થશે. (૧) આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. (૨) આત્મા શુદ્ધ પર્યાયનો ઉપચારથી પણ કર્તા નથી. આ એમણે કહ્યું એ કોણે સાંભળ્યું હશે ? મારા સિવાય કાંઈ સાંભળનાર નહીં હોય એમ મને લાગ્યું. એવું વાક્ય કોણ પકડે! ઓહોહો ! એક ગુરુદેવ બસ છે. ગુરુદેવ તો ગુફ્ટવ છે.
લંડનથી એક બહેન આવ્યા હતા, ત્યાં શ્રવણબેલગોલામાં મળ્યા. તેમણે કહ્યું કે: કાનજીસ્વામી તો કોઈ ગુરુદેવ થયા છે તેમની વાત સમજમાં આવે, નહીં આવે, વધારે આવે, ઓછી આવે, તે વાત નથી. પણ તેઓ જે કાંઈ કહે છે તે પરમ સત્ય વાત કહે છે, આત્માના પરમ હિતની વાત કહે છે એવો જેને પૂરો વિશ્વાસ છે તે બધા જીવો મોક્ષગામી છે. જેને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા છે એટલે જ્ઞાની ઉપર શ્રદ્ધા આવી ગઈ ને! એટલે તે જ્ઞાની થઈ જાય. જ્ઞાનીઓએ આવા રત્ન કાઢીને આપ્યા.
જુઓ! સાધક થયો પછી ઉપચાર આવતો હતો એ ઉપચાર ખટક્યો એ વાત કરી. ઉપચાર ખટકે એ સાધકની વાત છે પેલું સાધક થવા માટે અકર્તા છું તો કર્તબુદ્ધિ છૂટી ગઈ. સાધક થયો તો સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે તો પરિણમેને હું! તો પરિણમે છે તો ઉપચારથી એનો કર્તા કહેવાય. શાસ્ત્રમાંય આવે સમજી ગયા.
એ ઉપચાર જેને ફરી ખટકે છે અને શ્રેણી મંડાઈ જાય, એનો મોક્ષ નજીક એમ એક સાધક થવા માટે બીજુ સાધકનું સાધ્ય મોક્ષ છે એ સાધ્યની સિદ્ધિ માટે એક સાધક થવા માટે અને એક સાધ્યની સિદ્ધિ માટે,
આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે તે સાધક થવા માટે છે અને ઉપચારથી નિર્મળ પર્યાયનો કર્તા નથી તે સાધ્યની સિદ્ધિ માટે છે. સાધકને ચેતાવે છે કે ઉપચારથી પણ આત્મા શુદ્ધ પર્યાયનો કર્તા નથી. આહાહા ! (શ્રોતા આ તો કોઈ વાત આવી છે સર્વાગે આમ બેસી ગઇ.)
મને ઉભડકપણે તો હતું સમજી ગયા. આપણે સ્વાધ્યાયમાં ચર્ચા કરીએ, વિચાર આવે તે કહી પણ દઈએ. પણ મને અંદરથી સંતોષ નહોતો. પણ કાલે તો બસ એકાએક આહાહા ! સંતોષ થઈ ગયો. એવી વાત સહજ આવી ગઈ. શુદ્ધ પર્યાયનો કર્તા ઉપચારથી છે એ ખટકે છે. અહીંથી જીવો મુનિરાજ થઈને ચોક્કસ સમશ્રેણીએ સિદ્ધપણે બિરાજમાન છે એમ લાગ્યું. એ બોલાવે છે. આવું છું...આવું છું પ્રભુ! આપ બોલાવોને અમે ન આવીએ એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com