________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૬
પ્રવચન નં-૧૪ જાણતાં જે પરિણામ પ્રગટ થાય સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો મોક્ષમાર્ગ તેને પણ જાણું. મોક્ષમાર્ગનું ફળ મોક્ષ થાય તેને પણ જાણું. ‘કરવું’ એ મારા સ્વભાવમાં નથી. કરવાનો સર્વથા અભાવ અને જાણવાનો સર્વથા સદ્ભાવ છે. ‘કરવું’ તે કથંચિત્ નથી અને ‘ જાણવું ’ કથંચિત્ નથી. સર્વથા જાણવું અને સર્વથા કરવું નહીં, એવો મારો સ્વભાવ છે.
""
શુદ્ધ નિશ્ચયનયના બળે હું તો ચિદાનંદ આત્મા છું તેને ભાવું છું. કરવું મારા સ્વભાવમાં નથી. હવે આ ઉપરોક્ત “વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી. આહા ! ઈ પરિણમે છે માટે વ્યવહારથી ઉપચારથી મને કર્તા કહે છે. આત્માને કર્તા કહે છે તે વ્યવહારનયને અસત્યાર્થને અભૂતાર્થ જાણજે. હું તો નિશ્ચયથી અકર્તા છું તેમ રાખજે. આમ જાણજેને આમ રાખજે. વ્યવહારનયનું કથન ઉપરિત છે તેમ જાણજે. નિશ્ચયનયનું કથન સત્યાર્થ છે તેમ રાખજે, તો તારું કામ થઈ જશે.
“વિભાવ પર્યાયોનો નિશ્ચયથી કર્તા નથી.” જ્ઞાતા છે તે કર્તા થઈ શકે નહીં. જ્ઞાતા બીજો છે ને કર્તા બીજો છે. જે કર્તા છે તે જ્ઞાતા નથી ને જે જ્ઞાતા છે તે કર્તા નથી એવો મારો સ્વભાવ છે.
કરવાની શક્તિનો અભાવ છે તેમ જાણજે. જાણવાની શક્તિનો સદ્દભાવ છે તેમ જાણજે. અને તેને પ્રયોગમાં લેજે. તેનો પ્રયોગ કરજે કે મારામાં જાણવાની પૂરી શક્તિ છે. કે: ‘હું તો જાણનાર છું.' આહા ! જાણવાની શક્તિથી ભરેલા આત્માને જાણી લે! કરવાનું અહંકાર છોડી દે જે !
વિભાવ પર્યાયોનો હું નિશ્ચયથી કર્તા નથી, કરાવનાર નથી. બીજો કોઈ કરે છે પણ બીજાની પાસે હું કરાવું તેવો મારો સ્વભાવ નથી. તેને કોણ કરે છે? તેને પુદ્ગલ કર્મ કરે છે. કેમકે એ નૈમિત્તિક પર્યાયોનો નિમિત્તકર્તા પુદ્દગલ છે. નૈમિત્તિક બધી અવસ્થાઓ છે તેનો કર્તા પુદ્દગલ છે. એ પુદ્દગલકર્મ કરે છે તેને હું અનુમોદન આપતો નથી. દર્શનમોહનો અભાવ થાય તો ઠીક! અને ચારિત્રમોહનો અભાવ થાય તો ઠીક ચારિત્રમોહનાં અભાવે યથાખ્યાત્ ચારિત્ર થાય તો ઠીક, અને કેવળજ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય તો કેવળજ્ઞાન થાય તો ઠીક! આહા ! ઠીક અઠીક મારા સ્વભાવમાં નથી.
હું તો જાણનાર છું; હું કરનારને ટેકો આપતો નથી. કરનાર બીજો છે ને જાણનાર બીજો છે. જાણનાર તે હું અને કરનાર તે હું નહીં. ક૨ના૨ પુદ્દગલકર્મ છે. કર્તા ઈ....છે...એ કર્તાનો અનુમોદન કરનાર પણ હું નહીં. એને બીજો કરે છે તેમ જાણું છું. સીધો કર્તા નહીં, બીજા પાસે કરાવું નહીં ને કર્તાને અનુમોદન આપું નહીં. મન, વચનને કાયા-નવકોટીએ મને પ્રતિક્રમણ વર્તે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com