________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૫ આપણે જાણવાની જરૂર શું છે પણ? બીજાનું કાર્ય લાગે તો જોવાનું મન ન થાય. અને એ કાર્ય પોતાનું લાગે તો જાણવાનું મન થયા વિના રહે નહીં. પોતાનું નથી તે વાત જોરથી કહે છે. બીજાનું છે ને પોતાનું નથી તો પછી જાણવાનો પ્રશ્ન જ ક્યાં છે? બીજાનું છે તો તેને જાણવાની શું જરૂર છે! તે પ્રશ્ન ગાથામાં લીધો જ નહીં. તે વાત એજન્ડા ઉપર લીધી જ નહીં.
કરતો નથી તે થોડીકવાર, પછી આત્માને જાણું છું. ભેદને જાણું છું એ વસ્તુ પહેલેથી જ કાઢી નાખી. તે સ્ટેજ આવતું નથી. કેમકે કરતો નથી તો જાણતો એ નથી. જેને કરતો નથી તેને જાણતો નથી. અકર્તા છે ને! નથી જાણતો, નથી કરતો બસ તેવો છે. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૪ પ્રવચન નં-૧૨
તા. ૧૬-૮-૮૮ આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પરમાર્થ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. શુદ્ધઉપયોગને ભગવાન ચારિત્ર કહે છે. બધા બોલ આવી ગયા હવે છેલ્લો બોલ છે.
ભાવકર્માત્મક ચાર કષાયોને એટલે ક્રોધ-માન-માયા-લોભને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” હવે જે કોઈ એમ માને કે આત્મા ક્રોધમાન-માયા-લોભને કરે છે એવું માને એ મિથ્યાષ્ટિ છે. કેમ કે એનો કરનાર આત્મા નથી એનો કરનાર બીજો છે. બીજો બીજાને કરે છે.
પુદગલ ક્રોધ-માન-માયા-લોભના તીવ્ર પાપના પરિણામ, અને ક્રોધ-માન-માયાલોભની મંદતાને પુણ્યના પરિણામ કહેવાય. એ પુણ્ય-પાપના પરિણામને પુદગલ કરે છે, હવે દષ્ટિ અનાદિથી પર્યાય ઉપર હોવાથી માને છે કે હું કરું છું. પુદ્ગલની ક્રિયા જણાય ખરી જ્ઞાનની સ્વચ્છતામાં. અજ્ઞાનીને પણ જણાય અને જ્ઞાનીને પણ જણાય. અજ્ઞાનીને જ્ઞાનીમાં ફેર એ છે કે પુદ્ગલની ક્રિયા સ્વચ્છતામાં જણાતાં તેને અજ્ઞાની જીવની ક્રિયા માને છે. એટલે જીવ અકર્તા હોવા છતાં કર્તા માને છે એટલે સમયે-સમયે મિથ્યાષ્ટિ બની જાય છે.
- મિથ્યાદષ્ટિ બનવાનું કારણ શું? કે પરદ્રવ્યની ક્રિયાને તે સ્વદ્રવ્યની ક્રિયા માને છે. ભગવાન આત્મા તો ક્રિયાનો કરનાર નથી. એ તો જાણનાર, જાણનાર... જાણનાર છે. અહીં આચાર્ય ભગવાન એમ કહે છે કેઃ ક્રોધ-માન-માયા-લોભને હું કરતો નથી તેને હું પુદ્ગલ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com