________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
પ્રવચન નં-૫ પર્યાયને જાણવા ગયો ત્યાં સવિકલ્પ દશા આવી ગઈ. ધારાવાહી શુદ્ધોપયોગ ન રહ્યો. અહીં તો ધારાવાહી શુદ્ધોપયોગ એટલે પરમાર્થ પ્રતિક્રમણની વાત ચાલે છે. પરમાર્થ પ્રતિક્રમણ કોને કહેવું?! કે જે પર્યાયને કરે નહીં અને પર્યાયને જાણે નહીં ત્યારે ધારાવાહી શુદ્ધઉપયોગ આવે ને ?!
ગઈકાલે આવ્યું 'તું, આત્મામાં આત્માને અભેદ થઈને જાણ્યા જ કરે. વિભાવ કાર્યનો કર્તા એ પુદ્ગલકર્મ છે. આ કસ સારો કર્યો છે. જો કેંસ ન કર્યો હોત તો જીવોને ન સમજાત.“ પુદ્ગલકર્મરૂપ કર્તાનો”, એનો અર્થ સારો કર્યો છે. “વિભાવ પર્યાયોના કર્તા જે પુદ્ગલ કર્મો તેમનો “હું” અનુમોદક નથી.” એમ કેવી રીતે? કે: અનુમોદનમાં બીજી જ કર્તા હોય અને એને આ અનુમોદન આપે, એમ હોય. અહીં તો પોતે તો કરે નહીં પણ બીજો કરે એને અનુમોદન આપે નીં. ત્યારે નવકોટીએ અકર્તા સિદ્ધ થાય છે.
મનથી, વચનથી, અને કાયાથી; કરવું-કરાવવું અને અનુમોદવું. મનથી નહીં, વચનથી નહીં, અને કાયાથી નહીં. એમ એકેકમાં ત્રણ એટલે ત્રણ-તેરી નવ થયા. મુનિરાજને નવકોટીએ પચખાણ હોય છે. આવું મુનિનું સ્વરૂપ અને અત્યારે કેટલો ફેર....! સમ્યકદર્શનમાં નવ-નવ કોટીએ ત્યાગ થાય ત્યારે અનુભવ થાય.
આ બધા ભેદો છે ને એ પરદ્રવ્યમાં જાય છે. તેથી પરદ્રવ્યનો હું કર્તા નથી અને પદ્રવ્યનો હું જ્ઞાતા નથી. સ્વદ્રવ્યનો હું જ્ઞાતા છું બસ. એમાં શુદ્ધોપયોગ-પરમાર્થ પ્રતિક્રમણરૂપ પરિણમન થઈ જાય છે. મિથ્યાષ્ટિને પણ સમ્યક્દર્શન પ્રગટ થવા કાળે આ થાય છે પરનો કર્તા નથી અને પરનો જ્ઞાતા નથી. કેમકે પરિણામ માત્રથી આત્મા ભિન્ન છે. અનાદિ અનંત ભિન્ન છે હોં!? એક સમય પણ પરિણામથી સહિત થઈ શકે નહીં. સહિત થાય તો અજીવપણાને પામે. ઉત્પાદ વ્યયથી રહિત ધ્રુવ પરમાત્માનું ધ્યાન કરવા જેવું છે. સમકિતી પણ એનું ધ્યાન કરે છે. શ્રાવક પણ એનું ધ્યાન કરે છે. અને મુનિરાજ પણ ધ્રુવનું ધ્યાન કરે છે.
“હું નારક પર્યાયને કરતો નથી”, કરાવતો નથી અને અનુમોદતો નથી. એમ ચાર ભેદ આવ્યા. “સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” નારક પર્યાયને કરતો નથી, અને નારક પર્યાયને જાણું છું અને એને જાણવાનું બંધ કરીને આત્માને જાણું છું એમ નહીં. હું નારક પર્યાયને કરતો નથી, આહાહા..! સીધો મારા શુદ્ધાત્માને જાણું છું. કરતો નથી અને અકર્તાને જાણું છું. કરતો નથી તેથી અકર્તાને જાણું છું.
આહાહા....! જ્યાં એવો નિષેધ આવ્યો કે હું કરતો નથી એમાં અકર્તાનું જાણવું આવી ગયું. કેમકે પર્યાયને જાણવાનું આવતું જ નથી ને!? જો પર્યાયને જાણવાનું આવે તો કર્તાપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com