________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૫૯ સુધી મોહરાગદ્વેષ પણ છે. “છે ત્યારે ? છે ત્યારે કર્તા નથી. મોક્ષ થઈ ગયા પછી કર્તા નથી એમ નહીં.
આ આત્માનું સ્વરૂપ જ એવું છે કે પર્યાયમાં મોહરાગ દ્વેષ હોય! પર્યાયમાં ક્રોધમાન-માયા-લોભ હોય! પર્યાયમાં ગુણસ્થાન-માર્ગણાસ્થાન-જીવસમાસ હોય! પર્યાયમાં ગતિ હોય! ગતિ એટલે? તેને યોગ્યભાવ હોય તે જ સમયે એ બધા ભાવો મારામાં નથી. એ વિભાવ પર્યાયો મારામાં નથી. તેથી હું એનો કર્તા નથી. રહિત છું માટે કર્તા નથી.
આહા! જે મારાથી રહિત છે એનો હું કર્તા તો નથી પણ એનો હું જાણનારેય નથી. કર્તા નથી એમાં ચારિત્ર તો પ્રગટ થયું છે-શ્રદ્ધા પ્રગટ થઈ એટલે ચારિત્ર તો પ્રગટ થાય છે પણ...જો એને હું જાણવા જાઉં તો નિશ્ચય ચારિત્ર પ્રગટ થતું નથી.
અહીંયાં તો નિશ્ચય ચારિત્ર-શુદ્ધોપયોગ કેમ પ્રગટ થાય?! કે: (ભેદોને) જાણવાનું બંધ કરી દઉં તો. હું કર્તા તો છું જ નહીં તેથી કરવાનો તો પ્રશ્ન જ નથી. પણ અકર્તા ઉપર ફરી ફરીને નજર જાય છે ત્યારે શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. હું મારા ત્રિકાળી દ્રવ્યને જોઉં છું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.
હું (જેને) ભાવું છું એ કેવો છે? કે પરિણામ માત્રથી ભિન્ન છે. પરિણામ માત્રથી ભિન્ન હોવાથી હું કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી.
આહાહા! જુઓ! “વિવિધ વિકલ્પોથી એટલે ભેદોથી ભરેલા વિભાવ પર્યાયો” પર્યાયો છે ખરી. પરિણામમાં આ બધા ધર્મો છે. પણ નિશ્ચયથી હું એનો કર્તા નથી. તેમજ (હું ) બીજાની પાસે કરાવતો નથી. હવે એક સૂક્ષ્મ વાત કરે છે કે એ કોણ કરે છે એ મારા જ્ઞાનમાં આવી ગયું છે. ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદોનો કર્તા કોણ છે? મોહરાગદ્વેષનો, પાંચ મહાવ્રતનો, અઠ્ઠાવીસ મૂળગુણનો કર્તા કોણ છે? સંયમલબ્ધિનાં સ્થાનો એનો કર્તા કોણ છે?
એનો કર્તા કોણ છે એ મને ખબર છે. કોણ કર્તા છે? કેઃ પુદ્ગલ કર્તા છે. કેમકે પુદગલના સદભાવ અને અભાવ એવા નિમિત્તથી થતા ભાવો, એવા નૈમિત્તિક ભાવો એનો હું કર્તા નથી. એ ભાવો પર્યાયમાં છે ખરા ! વિદ્યમાન છે, પણ મારાથી તે ભિન્ન છે. ભિન્ન છે માટે કર્તા નથી. અને ભિન્ન છે માટે એને હું જાણવા જાઉં તો આત્મા જણાતો નથી. માટે મારે તો મારા શુદ્ધાત્માને જાણવો છે. કેમકે હું એનો કર્તા તો નથી પણ હું એનો જાણનારોય નથી. એક ગાથામાં બેનો નિષેધ કરી દીધો. કર્તાપણાનો નિષેધ અને જ્ઞાતાપણાનો નિષેધએકલા જ્ઞાયકને જાણું છું બસ.
અને પુગલકર્મરૂપ કર્તાનો-” (વિભાવ પર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો) જેટલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com