________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૪
પ્રવચન નં-૪ (જુઓ! સમજો કે ) સંયમ લબ્ધિના પરિણામમાં વર્તે છે આચાર્યભગવાન, શુદ્ધપરિણતિ પ્રગટ છે, ત્રણકષાયનો અભાવ છે, વીતરાગપર્યાય પ્રગટ થાય છે. વીતરાગપર્યાય પ્રગટ થાય છે એનું એમને ભાન અને જ્ઞાન (વર્ત) છે. પર્યાય વિદ્યમાન છે, છતાં આ પર્યાય થાય છે. એનો હું કર્તા નથી. મિથ્યાત્વ (ની) પર્યાય ગઈ, એનો હું કર્તા નથી એ તો વ્યાજબી છે, મોક્ષની પર્યાય (અત્યારે) નથી, માટે એનો હું કર્તા નથી એ તો વ્યાજબી છે, પણ સંયમ વર્તે છે. ત્રણ કષાયના અભાવપૂર્વકની વીતરાગદશા, શુદ્ધપરિણતિ સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રના નિર્વિકારી વીતરાગી પરિણામ પ્રગટ થઈ રહ્યા છે, પણ હું એનો કર્તા નથી. આહા...હા !
હું એનો કર્તા નથી ને હું એનો જ્ઞાતા પણ નથી. કે સંયમલબ્ધિના પરિણામ જે વીતરાગદશા પ્રગટ થઈ રહી છે, એનો હું કર્તા નથી. એનો હું કર્તા નથી માટે હું અકર્તા છું એમ પણ ન લીધું, ને એ પર્યાયનો હું જ્ઞાતા છું એમ પણ ન લીધું! ફરીને, શું કીધું? વીતરાગ પરિણામ પ્રગટ થાય છે, છતાં પણ હું એનો કર્તા નથી (એમ કહે છે ) કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાયક છે, એ જ્ઞાયકભાવમાં પરિણામનું કરવાપણું નથી. પરિણામથી રહિત આત્મા છે એ કારણે પરિણામનો કર્તા આત્મા નથી. પરિણામનો કર્તા તો નથી, પણ હું અકર્તા છું એમ પણ ન લીધું-નયપક્ષ વચ્ચે ન આવી જાય, નિશ્ચયનો પક્ષ વચ્ચે ન આવી જાય, સીધું...ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું (એમ કહે છે)
બોલો હવે કહો (તમારે કંઈક કહેવું હતું ને!) (શ્રોતા ) ફરીને, કહો. (ઉત્તર) પરિણતિ પ્રગટ થઈ રહી છે ચારિત્ર વીતરાગ છે, ત્રણકષાયના અભાવ પૂર્વકની ચારિત્રદશા પ્રગટ વર્તે છે, સ્વરૂપમાં લીનતા રમણતા છે અને સમ્યકજ્ઞાનપણ છે. (સમ્યક ) મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન પ્રગટ વર્તી રહ્યું છે-વિદ્યમાન છે. સમ્યક્દર્શનની પર્યાય, સમ્યકજ્ઞાનની પર્યાય કે સમ્યક ચારિત્રની વીતરાગીપર્યાય એ ત્રણેય પ્રકારની પર્યાય સમયે-સમયે પ્રગટ થાય છે, એમને ખબર છે કે પ્રગટ થાય છે, (એમના) ખ્યાલ બહાર નથી. (શું કહ્યું?) એમના ખ્યાલ બહાર છતાં હું એનો કર્તા નથી ત્યારે પરમાર્થ પ્રતિક્રમણ થાય છે અને હું એનો કર્તા નથી જ્ઞાતા છું તો પણ પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થતું નથી, હું (એનો) અકર્તા છું તો ય પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થતું નથી, કેમ કે કર્તાપણું તે વ્યવહારનયનો વિષય છે ને અકર્તાપણું તે નિશ્ચયનયનો વિષય છે એ નયપક્ષ છે. ( તેથી કહે છે, પણ હું તો ચૈતન્યના વિલાસસ્વરૂપ ભગવાન આત્માને (જ) ભાવું છું.-એમાં એકાગ્ર થઈ જાઉં છું-લીન થઈ જાઉં છું !
આ પાંચ ગાથા ઘણી ઊંચી છે સમજી ગયા? પણ...આ (વિષયમાં) નજર કોની પડે? કે જેને સ્વભાવનો પક્ષ આવ્યો હોય, અને કર્તબુદ્ધિ ભલે સર્વથા છૂટી ન હોય, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com