________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૫૩ આત્મા સ્વભાવથી જ અકર્તા છે પોતાના પરિણામનો પણ આત્માકર્તા નથી. આહાહ!
(આત્મદ્રવ્ય) મિથ્યાદર્શનનો તો કર્તા નથી, સમ્યક્દર્શનનો પણ આત્મા કર્તા નથી. એવો અકર્તા સ્વભાવ, જેને દષ્ટિમાં આવે, એને (આત્માનો ) અનુભવ થયા વિના રહે નહીં.
(શ્રોતાઃ) એને પંચરત્ન શું કામ કીધાં એમ? (ઉત્તર) પાંચ રત્નની ગાથા છે. આ”-કુંદકુંદભગવાને આ નિયમસારમાં, પાંચ રત્ન મૂક્યાં. આ પાંચ રત્નો છે. ઈ રત્ન જો એની દષ્ટિમાં ને હાથમાં આવે તો..નિર્ધનપણું ટળી જાય, ધનવાન થઈ જાય !
આ પાંચ રત્નોનું વાચ્ય) જેની દષ્ટિમાં આવે ઈ પંચપરમેષ્ઠીમાં ભળી જાય, (એનો) મોક્ષ થઈ જાય!!
(શ્રોતા: ) આને સમજીને એમાં જ ઠરી જવા જેવું છે!
(ઉત્તર) બસ! અનંત કાળથી પોતે પોતાને, પોતાના પરિણામનો કર્તા ને પરના પરિણામનું કર્તાપણું, એને ભાસ્યું છે અનંતકાળથી, છે (પોતે) અકર્તા ને માને છે કર્તા! (કર્તા) બની શકતો તો નથી, હું કર્તા છું એવો મિથ્યા પ્રતિભાસ થાય છે. એ કર્તાબુદ્ધિ છોડાવવા માટે “પરમાર્થ પ્રતિક્રમણ' (અધિકાર) માં નિશ્ચય પ્રતિક્રમણમાં મુનિરાજ આ વાત લખે છે. પાછું, એમાં બધી વાત આવરી લીધી છે. નહિતર, સામાન્ય રીતે તો વિચાર એમ થાય કે હવે તો શુદ્ધઉપયોગનો કર્તા નથી, એટલું જ લીધું હોય તો ચાલે, પણ રાગ-દ્વેષમોહનો કર્તા નથી. નર, નારક આદિ પર્યાયનો કર્તા નથી અને મિથ્યાત્વ (ગુણસ્થાન )થી માંડીને ઠેઠ અયોગજિનકેવળી થાય જે ચૌદમું ગુણસ્થાન નહિતર તો મિથ્યાત્વનો કર્તા (આત્મા) નથી એ એમને લખવાની જરૂર નથી.
ચૌદ ગુણસ્થાનમાં મિથ્યાત્વ (ગુણસ્થાન જે એકથી ત્રણ) અને માર્ગણાસ્થાનમાં સમ્યકના છ ભેદ, એમાં મિથ્યાત્વ ઈ એક માર્ગણા છે-સમ્યમાર્ગણા, એનોય આત્મા કર્તા નથી નકર એની દશામાં મિથ્યાત્વ નથી.
(શ્રોતાઃ) માર્ગણા જે કહેલ છે એમાં મિથ્યાત્વ શું આવી જાય છે?
(ઉત્તર) આવી જાય છે. સમ્યકના છ ભેદ-એમાં મિથ્યાત્વ સાસાદન, મિશ્ર ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક, એવા છે ભેદ આવી જાય છે. ઈ સમ્યફનો ભેદ છે મિથ્યાત્વ, માર્ગણામાં....(એટલે કે ) કયા ઠેકાણે, જીવ શોધવો હોય તો શોધી શકાય કે મિથ્યાત્વ નામની માર્ગણામાં અત્યારે જીવ ઊભો છે એમ, (આ) સમ્યકત્વનું ઉધું રૂપ છે, ઉલટું ( રૂપ છે.)
(શ્રોતાઃ) માર્ચણાનો વ્યાપક અર્થ છે આવો? (ઉત્તર) હા, વ્યાપક અર્થ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com