________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પ૧ (શ્રોતા:) ચિત્તને એકાગ્ર કર્યું (શો આશય છે આમાં?)
(ઉત્તર) ચિત્તને એકાગ્ર કર્યું એટલે જ્ઞાનમાં ય બનાવ્યું હવે મારા જ્ઞાનમાં આવો આત્મા ય થયો એમ. એકાગ્ર કર્યો એટલે દ્રવ્યગુણ પર્યાયનો આશ્રય છે તેમ નહીં, પર્યાયમાં એકાગ્ર નથી થતો, એકાગ્રતા તો મારા ત્રિકાળી દ્રવ્યનું અવલંબન જ છે, પણ હવે મારું ચિત્ત જે જ્ઞાન છે-દ્રવ્યગુણ-પર્યાય સહિત-સામાન્ય-વિશેષાત્મક આખો મારો આત્મા છે, એને જાણવામાં મારી પર્યાયને થંભાવું છું. તેનું નામ એકાગ્રતા.
“સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.” હજી, શાઈ સૂકાણી નથી, ટીકામાં પર્યાય નથી આત્મામાં એમ દાંડી પીટીને કહે છે, અને હવે કહે છે આ પરિણામ પણ મારા છે. બોલો! ઓલો નિશ્ચય કહ્યો આ વ્યવહાર સ્થાપે છે.
(આ રીતે આત્માનુભવ થતાં ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે!!)
રાજકોટ ઓડિયો કેસેટ પ્રવચન નં-૪ (તત્ત્વચર્ચા)
તા. ૩-૬-૮૫ ટીકાઃ અહીં આત્માને શુદ્ધ સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.
(શું કહે છે કેઃ) સકળ એટલે બધા, કર્તૃત્વ એટલે કર્તા (પણું), એનો આત્મામાં અભાવ છે. પછી સકળનો અર્થ કરે છે, સકળ એટલે શું (શું?) ગયા, ભાવ થયા ભાવને એટલે પરિણામને (આત્મા) કરતો નથી, કે જીવ, શરીરનો કર્તા નથી, શરીરમાં (જે છે) ક્રિયાઓ થાય એનો કર્તા નથી. જીવમાં કર્મ (દ્રવ્યકર્મ) નથી, માટે કર્મનો કર્તા આત્મા નથી. પછી, કર્મના લક્ષે (જે જે) શુભાશુભ ભાવ થાય, એનો આત્મા કર્તા નથી. પછી, નારકઆદિ ચાર પર્યાયો જે છે તે આત્મા નથી, તેથી આત્મા તેનો કર્તા નથી. (તેથી ય) આગળ વધીને કહે છે કે ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન એ આત્મામાં નથી, તેથી આત્મા તેનો કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ પણ નથી.
એટલે કે સકળ-બધા પ્રકારના જેટલાં પરિણામો થાય, એ પરિણામોનો ભગવાન આત્મા કર્તા નથી.
એવા આત્માને દૃષ્ટિમાં લઈને અનુભવ કરે, એટલે તેમને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય! (અર્થાત) મિથ્યાત્વ જાય! અને પછી વિશેષ (નિજાત્મામાં જ) ઠરે, તો બાકીનાં જે બધાય ઊઠતા અંશો, એનો અભાવ થઈ, અને શુદ્ધઉપયોગદશા પ્રગટ થાય, એનું નામ “પરમાર્થ પ્રતિક્રમણ છે.
વ્યવહાર પ્રતિક્રમણ, કર્તબુદ્ધિએ જીવ અનંતકાળથી કરતો આવે છે. પણ પરમાર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com