________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૨ કેમકે હું નિમિત્તકર્તા હોઉં તો મારી હાજરી હોય ત્યારે એ પરિણામ થઈ જવા જોઈએ, પણ મારી હાજરી હોવા છતાં, કેવળજ્ઞાન પ્રગટ થતું નથી માટે હું એનો કર્તા નથી ને કારણ પણ નથી.
ઊંચા પ્રકારની વાત...છે ને ટાઈમ રહી ગયો ટૂંકો, ગાથા આવી ઊંચી ખ્યાલ તો આવી ગયો છે બધોય, બધોય ખ્યાલ (છે.)
(કહે છે) વિભાવપર્યાયોનો કર્તા જે પુદ્ગલકર્મો તેમનો અનુમોદક હું નથી. આમઆમ આ કરે, તો આમ થાય અને આ આમ થાય તો મને ઠીક (પડે!), એ મારું કર્તવ્ય નથી. મોક્ષ થતાં કર્મોનો અભાવ થાય અને એમ થાય-કેવળજ્ઞાનાવરણ કર્મનો અભાવ થતાં કેવળજ્ઞાન પ્રગટે એનાં સ્વકાળે એમ થાય, એમ વર્તમાનમાં જણાય છે મને, એમ જ્યારે થશે ત્યારે એમ થયું એમ હું જાણીશ પણ હું એને અનુમોદન આપનારો નથી. બહુ ઝીણી વાત છે!
હજી તો સમ્યક્દર્શન કરવું છે જીવોને....નહીં થાય સમ્યગ્દર્શન! આહા...હા.! સમ્યકદર્શન કરવું છે તારે? આહા...! કરવું છે ને? તો મરવું છે! આહાહા ! આત્મા (સ્વભાવે ) અકર્તા, અકર્તા એટલે કે જ્ઞાતા-જ્ઞાયક, જ્ઞાયક એટલે કે જ્ઞાતા, અને જ્ઞાયકનો જે જ્ઞાતા થાય, એને પોતાનું અકર્તાપણું પ્રતિભાસે! એ જગતના જે જડ-ચેતનના સ્વત: પરિણામ પ્રગટ થાય, એનો હું કર્તા નથી, સાક્ષી છું (પરિણામો) થયા એમ જાણું છું કર્યા એમ જાણવામાં તમને) આવતું નથી. તેમનો અનુમોદક નથી.
હવે, દષ્ટિના વિષયથી, જ્યારે આત્મા અકર્તા થયો છે, ત્યારે તે આત્મા જ્ઞાનપ્રધાન કથનથી-સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યારે તેને સમ્યક્ પ્રકારે કર્તા થયો એમ પણ કહેવામાં આવે છે.
પરિણમે છે માટે કર્તા છે, એમ કહેવામાં આવે છે ઉપચારથી અકર્તાપણાનો નાશ કરીને કર્તા થાય છે, એમ નથી. આ જ્ઞાનના પડખાની વાત હવે આવે છે, દષ્ટિના પડખાંની વાત આવી ગઈ, હવે જ્ઞાનના પડખાંથી ધ્યેય તો આવું જ (અકર્તા જ) છે પણ અનુભવના કાળમાં એ ધ્રુવ-ધામ ભગવાન આત્માનું મેં ધ્યાન કર્યું ત્યારે (સમ્યક ) જ્ઞાન પ્રગટ થયું, એ સમ્યકજ્ઞાનમાં એકલું દ્રવ્ય (ધ્રુવ-કૂટસ્થ આત્મા) જ દેખાય છે? કે દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણેય જ્ઞાનનું જ્ઞય થાય છે !?
કે ત્રણેય-દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનનું જ્ઞય થાય છે. જો તને દ્રવ્ય જ માત્ર-ધ્રુવ ભગવાન આત્મા જ ય થતો હોય. ને ત્રણેય દ્રવ્ય-ગુણ-પર્યાય તને જાણવામાં ન આવતા હોય, તો તારું જ્ઞાન ખોટું ને તેથી દષ્ટિ પણ ખોટી-સંધિ કરે છે દષ્ટિને જ્ઞાન સાથેની ! શ્લોક-૧૦૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com