________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
પ્રવચન નં-૩ પર્યાયમાં આવે, (એમ અહીં) પર્યાયની વાત નથી. ત્રિકાળી દ્રવ્યની વાત છે. સુખની અનુભૂતિમાં લીન એટલે અનુભૂતિસ્વરૂપ-સુખમય, સુખમયને અનુભૂતિ કહેવાય.
“સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા” વિશિષ્ટ એટલે ખાસ પ્રકારનો આત્મા, આત્માનું જે ખાસ પ્રકારનું મારું સ્વરૂપ છે અને ગ્રહનારા એટલે એને જાણનારા, “શુદ્ધ દ્રવ્યાર્થિકનયનાં બળે” શુદ્ધદ્રવ્યાર્થિકનયની આંખ ઊઘાડીને જોઉં છું તો મનેમારા આત્મામાં આ કોઈ મો-રાગ-દ્વેષ નથી. “મારે સકળ મોહ-રાગ-દ્વેષ નથી.” નથી માટે હું એનો કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી. તે પર્યાયો તો છે, તે પર્યાયોનો કર્તા કોણ છે તે કહેશે.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણ સ્વરૂપ (૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજ ચિન્શક્તિમય (૪) સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (-જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસાર કલેશના હેતુ, ક્રોધ-માન-માયાલોભ નથી.
(કહે છે કેઃ) સંસારમાં જીવ દુઃખી થાય છે, એ-દુઃખનું કારણ, કલેશનું કારણ ક્રોધમાન-માયા ને લોભ એ મારા સ્વભાવમાં નથી. દુઃખનું કારણ મારા સ્વભાવમાં નથી, એથી હું દુઃખી નથી! અને હું કોણ છું? એ કહે છે. “સહજ નિશ્ચયનયથી” (શ્રોતા ) એમાં સહજ કેમ મૂકયું નિશ્ચયનયમાં? (ઉત્તર) સહજ નિશ્ચયનય, એ નિર્વિકલ્પ છે, સવિકલ્પ નથી.
(કહે છે) સહજ નિશ્ચયનયથી એટલે સાહજિક છે ઈ, આત્માની સન્મુખ થઈ પર્યાય જે પ્રગટ થઈ, એને મેં કરી એમ નથી, એ તો સહજ છે. (શ્રોતા:) નિશ્ચયનય, આત્મસન્મુખ વળી એ પણ સહજ છે? (ઉત્તર) સહજ છે, મારા કરવાથી એ વળી નથી. માટે સહજ શબ્દ છે, એનો (નિશ્ચયનયનો ) પણ અકર્તા છે.
જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે એ જ્ઞાનનીય અકર્તા, માટે સહજ શબ્દ વાપર્યો છે.
(૧) સદાનિરાવરણ સ્વરૂપ!” (કહે છે કેઃ) મારો ભગવાન આત્મા, આઠપ્રકારના જ્ઞાનાવરણ (આદિ) કર્મો છે, તેનું આવરણ મને લાગૂ પડતું નથી. (આત્મા) સદા આવરણથી રહિત છે. ભાવકર્મના આવરણથી અને દ્રવ્યકર્મના આવરણથી ને નોકર્મના આવરણથી મારો આત્મા ભિન્ન છે રહિત છે ત્રણેકાળ (શું કહે છે?) જ્ઞાનાવરણ કર્મનો ઉદય મને લાગુ પડતો નથી ચારિત્રમોહ કે દર્શનમોહનો ઉદય મને લાગૂ પડતો નથી. (કેમ કે) હું એ આવરણથી, એ કર્મોથી ભિન્ન છું–રહિત છું.
એ કર્મોનું જે આવરણ આવે છે, જાય છે, છૂટે છે. એ પર્યાયની હારે ( એનો) સંબંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com