________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૩ સુધી અયોગી,વળી એ ચૌદ ગુણસ્થાન, એ મોહને યોગથી ઉત્પન્ન થયેલાં આત્માના તારતમ્યતારૂપ પરિણામો છે. આ પરિણામો એને ગુણસ્થાનો કહેવામાં આવે છે.
હવે, જીવસમાસ એટલે કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જે (જીવન) પરિણામો છે, એવા ભાવોને જીવસમાસ કહેવામાં આવે છે. પર્યાપ્ત, અપર્યાપ્ત સાત-સાત એમ ચૌદ ભેદ છે.
આ પર્યાપ્ત, અપર્યાપ્ત એમ કરીને ચૌદ ભેદ પડે છે, એ ભાવો જે પર્યાય છે એ જીવનાં પરિણામ છે. આ બધાં જીવનમાં પરિણામ છે પણ એ પરિણામ, શુદ્ધાત્મામાં નથી. નથી માટે એનો આત્મા કર્તા નથી. જે આત્મા, શુદ્ધ ત્રિકાળીદ્રવ્ય, સામાન્ય છે તેમાં વિશેષનો અભાવ છે. પરિણામ, પરિણામમાં છે-આ માર્ગણાસ્થાનો ગુણસ્થાનો, જીવસમાસ પર્યાયો છે, ભગવાને કહ્યાં છે. પરિણામોનું અસ્તિત્વ છે, પણ એ (પરિણામો) મારા આત્માના સ્વભાવમાં નથી. એ કઈ નયે ? કે શુદ્ધનિશ્ચયનયથી, શુદ્ધ જીવાસ્તિકાયને આ પરમસ્વભાવવાળા મને એટલે-આત્માને આ પરિણામ કોઈ લાગૂ પડતા નથી. એટલે પરિણામથી હું અધિક-જુદો છું, એમ બતાવે છે, અને એમ બતાવીને, એ પરિણામ મારાથી ભિન્ન હોવાથી, હું કર્તાય નથી, કારયિતાય નથી ને અનુમોદક નથી. એમ કહીને અકર્તા સ્વભાવની દષ્ટિ કરાવે છે.
“શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.” શુદ્ધ નિશ્ચયનયથી પરમભાવ, સ્વભાવવાળા મને-પરમસ્વભાવ ભાવ એટલે પરમપારિણામિક સ્વભાવ જેનો એટલે કે આત્માનો સ્વભાવ છે. એવા મને કઈ નયે? કે શુદ્ધનિશ્ચયનયે! (એટલે કે) આત્માના સ્વભાવને પ્રસિદ્ધ કરનાર અતીન્દ્રિયજ્ઞાનની અવસ્થા, એ અતીન્દ્રિયજ્ઞાનની અંતર્મુખ થયેલી અવસ્થાથી હું મારા આત્માને જોઈને કહું છું કે આ (પરિણામો ) મારામાં નથી.
હું પ્રત્યક્ષ અત્યારે મારા આત્માને જોઈ રહ્યો છું-વેદી રહ્યો છું– જાણી રહ્યો છું એટલે એવી મને શુદ્ધનિશ્ચયનય પ્રગટ થઈ ગઈ છે, એ નયના બળે-એ નયથી જોઉં છું તો આ પરમસ્વભાવવાળા મને, આ અપરમભાવો કોઈ મારામાં નથી. આ પર્યાયના અપરમભાવો કોઈ મારા સ્વભાવમાં (દેખાતા) નથી. પર્યાયો પર્યાયમાં ભલે હો, પણ સામાન્યધન આત્મા ચિદાનંદ આત્મા છે, એમાં આ પરિણામો નથી. આ પરિણામો મારામાં નથી, એ કારણે હું એનો કર્તા નથી, કારયિતા નથી ને અનુમોદક પણ નથી.
મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ અનેક સ્કૂલ-કૂશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com