________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧ એવું પરિણામનું કર્તુત્વ પણ ભગવાન આત્મામાં કોઈ કાળે નથી. ત્રણેય કાળ અકર્તા છે આત્મા! મને સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય છે, એમ જણાય છે, પણ એને હું કરું છું એમ સાધકના જ્ઞાનમાં ને પ્રતીતમાં આવતું નથી. (પરિણામ સ્વયં) થાય છે એમ જણાય છે. કેમ કે એનામાં કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણ, એવા ક્ષણિક ઉપાદાનનાં પકારકનો, ક્ષણિક સમાં-પરિણામમાં એવા કર્તા-કર્મ આદિ પકારકનો (સદ્ભાવ) હોવાથી, સ્વઅવસરે (સ્વયં) પ્રગટ થાય છે અને સ્વઅવસરે વિલય પામે છે.
(હવે આગળ) “સહજ ચિન્શક્તિમય, સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (-જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા”) પર્યાય નહીં, ત્રિકાળી દ્રવ્યની વાત છે. અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળાત્રિકાળી ચારિત્ર નામનો એક ગુણ છે જેનું નામ... યથાખ્યાત છે. (આત્મામાં) જેવા ગુણો છે એવા પરિણામ પ્રગટ થાય છે. ભાઈ ? આત્મામાં યથાખ્યાત ચારિત્ર નામનો એક ત્રિકાળી ગુણ છે, એ ગુણસ્વરૂપ, ગુણી એનું અવલંબન લેતાં યથાખ્યાત ચારિત્ર પર્યાય પ્રગટ થાય છે. યથાખ્યાત ચારિત્રના..પરિણામ, એ યથાખ્યાત ચારિત્ર ત્રિકાળીગુણ પ્રધાનદ્રવ્યનું અવલંબન લ્ય છે. એ જ્ઞાનગુણ પ્રધાન દ્રવ્યનું અવલંબન લેતી નથી. સૂક્ષ્મ છે!
ફરીથી, એ યથાખ્યાત ચારિત્ર નામના જે પરિણામ છે, એનું જો કોઈ કારણ હોય તો એનો પોતાનો એકલો (યથાખ્યાત ચારિત્ર) ગુણ જ છે. જ્ઞાન-દર્શનને સુખ (આદિ અન્ય ગુણ) એ ચારિત્ર પર્યાય-યથાખ્યાત ચારિત્ર પર્યાય પ્રગટવાનું કારણ નથી. એ જ્ઞાનગુણનું વિશેષ, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય બાર-તેરમે, એ જ્ઞાનગુણનું વિશેષ નથી, દર્શનગુણનું વિશેષ નથી, પણ ચારિત્રગુણ સામાન્ય છે એનું જે વિશેષ છે એ વિશેષ-યથાખ્યાતરૂપ પ્રગટ થાય એવો આત્મામાં એક યથાખ્યાત ચારિત્ર નામનો ત્રિકાળી ગુણ છે. એ ગુણ પ્રધાન, અભેદ ગુણીનું અવલંબન એ ચારિત્રની પર્યાય વ્યે છે ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે. આહા...હા ! એવી-એવી અનંતશક્તિઓ આત્મામાં રહેલી છે.
(કહે છે) સહજ યથાખ્યાત ચારિત્રવાળા-યથાખ્યાત ચારિત્રવાળા એટલે પર્યાયની વાત નથી કેમકે આગળ સહજ નિશ્ચયનયથી (કહ્યું) માટે નિશ્ચયનયનો આ વિષય છે વ્યવહારનયનો વિષય નથી. (સહજ) “યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેતુ એટલે કારણો એવા ક્રોધ-માન-માયા-લોભ મને નથી.” કેમ કે હું તો ત્રિકાળી શુદ્ધ નિરાવરણ-નિત્ય નિરાવરણ છું અને હું તો યથાખ્યાતચારિત્રમય ચીજ છું એટલે મારા સ્વભાવમાં, આ ક્રોધ-માન-માયા ને લોભ (ના પરિણામ ) નિશ્ચયથી પુદ્ગલના પરિણામને વ્યવહારે જીવના પરિણામ, એનો મારા સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com