________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
એણે પોતે પોતાને જાણ્યો, માટે પોતે કર્મ, એ પરિણામી દ્રવ્ય કર્તાને પરિણામી દ્રવ્ય જ આખું કર્મ છે. અપરિણામી દ્રવ્ય તો છે એ છે. (-અવયરૂપ છે) એ પરિણામી દ્રવ્ય ય થઈ જાય છે, અનુભવના કાળે ! (શ્રોતા ) બહુ સરસ !
આ અકર્તાનું ફળ સમ્યફપ્રકારે તે કર્તા બની જાય છે, કર્તબુદ્ધિ નહીં... શું કીધું? કર્તા બુદ્ધિ નહીં પણ પરિણમે છે એટલે એને કર્તા કહેવામાં આવે છે ને પરિણામને કર્મ કહેવામાં આવે છે, ભેદથી. અભેદથી પરિણામી દ્રવ્ય જ કર્તા છે ને પરિણામી દ્રવ્ય જ આખું કર્મ છે, કર્મ એટલે જ્ઞાનનું શેય છે. આહા... હા !
આ વાત છઠ્ઠી ગાથામાં બે પારા (બે પેરેગ્રાફ) લખેલા છે ઓહો! હીરેથી મઢાવવા જેવા, આખા સમયસારનો સાર છે. આખી છઠ્ઠી ગાથામાં આવ્યું ને! ... સમયસારની પ્રસ્તાવનામાં પણ ગુરુદેવે! છઠ્ઠી ગાથા લખી છે (પોતાના) હસ્તાક્ષરમાં! અને આ જ્યારે કુંદકુંદભગવાનનું શાસ્ત્ર, એમાં કુંદકુંદભગવાનનો ફોટો મૂકવાની વાત આવી ત્યારે બહેનશ્રીનેભગવતીમાતાને કહ્યું, કે સમયસારના તાડપત્ર ઉપર કુંદકુંદભગવાન શું લખે છે? એ જરા તમે અમને જણાવો, એટલે એમાં અક્ષર કોતરાવવા છે, ત્યારે ભગવતી માતાએ કહ્યું, કે કુંદકુંદભગવાન તાડપત્રમાં એમ લખે છે કે... “વિ દોઃિ અપ્પમત્તો પત્તો બાળકો ટુ નો માવો આહા! સમયસારમાં છાપેલું છે હોં! તાડપત્રમાં લખેલું છે ઈ. એ બહેનશ્રીની સૂચનાથી છે.
આહા... હા! ભગવાન આત્મા જ્ઞાયકભાવ પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી. એ પહેલા પારામાં અકર્તા (આત્માને) કહ્યો, અને બીજામાં સમ્યફપ્રકારના સદ્દભૂતવ્યવહારથી વાત કરી.
અકર્તાને દષ્ટિમાં ત્યે ત્યારે સમ્યકદર્શનજ્ઞાનચારિત્રરૂપે આત્મા પરિણમી જાય છે, કૂટસ્થ રહે છે એકાંતે એમ નથી. દ્રવ્યદૃષ્ટિથી અપરિણામી છે ને વ્યવહારનયે પરિણામી પણ છે. પણ પહેલો નંબર અકર્તાનો છે, અકર્તા દષ્ટિમાં આવે ત્યારે મિથ્યાત્વના ભાવે અનાદિથી એ પરિણમતો હતો તે પરિણમન બંધ થઈ જાય છે. સાદિ અનંતકાળ માટે બંધ થાય છે-કોઈ કાળે આત્મા મિથ્યાત્વરૂપે (હવે) પરિણમતો નથી. અને સમ્યકદર્શનશાન-ચારિત્રરૂપે પરિણમીને પૂર્ણ સાધ્યની સિદ્ધિએ પહોંચી જાય છે.
એવો મહાઅધિકાર-અણમૂલો અધિકાર પાંચ રત્ન! આ એક વિશેષણ, આ પાંચ ગાથામાં જ મૂકયું છે જેમ પ્રવચનસાર' માં છેલ્લે પાંચ રત્નો લખ્યા છે અમૃતચંદ્રસૂરિએ એમ.... અહીંયા લખે છે કે આ આત્મા અકર્તા છે.
કહે છે કે આ જે પાંચ પ્રકારના રત્નનો અવતાર થયો-અવતરણ એટલે અવતાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com