________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં-૧ પરિણામો) વિદ્યમાન હોવા છતાં, શુદ્ધનિશ્ચયનયના બળે. (એટલે કે, શુદ્ધઆત્માની સન્મુખ થઈને શુદ્ધઆત્માનો અનુભવ કરું છું ત્યારે-એ દષ્ટિથી જોવામાં આવે તો... મનેશુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી. (અર્થાત્ ) આરંભ-પરિગ્રહ નથી. રાગ-દ્વેષ-મોહ નથી. જે નારકઆયુના બંધનું કારણ થાય... એવા ભાવ મારામાં નથી.
આહા... ! આવા શુદ્ધઆત્માને જે ભાવે છે, એને નારકગતિનો તો અભાવ થાય છે ને ચારગતિનો અભાવ થઈ જાય છે. (આત્મા) ચારગતિમાં, વ્યવહારનયે પણ જતો નથી. ચારગતિમાં વ્યવહારનયે જીવ જાય એમ કહેવામાં આવે છે, આહા... હા. ! એવો મારા ઉપર આરોપ આવે, એવા પરિણામ હવે પ્રગટ થવાના નથી, કેમ કે હું અકર્તા (છું ને) એમાં મારી દષ્ટિ ગઈ છે. એટલે પરિણામનો કર્તા બનતો નથી. પરિણામનો કર્તા બનતો નથી તેથી પરિણામનું નિમિત્ત પામીને જે આયુકર્મ બંધાતું” તું નારકીનું, એ ભાવિકાળમાં કોઈ કાળે બંધાવાનું નથી.
કેમ કે એને યોગ્ય-એને જે નિમિત્ત થાય, નારકીના આયુષ્ય (કર્મ) નિમિત્ત થાય જે મોહ–રાગ-દ્વેષ-અને વ્યવહારનયે જે આરંભને પરિગ્રહ થાય, એ વ્યવહારનયે એમાં છે પણ એ સ્વભાવમાં શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધજીવાસ્તિકાયને)-તેઓ નથી. આહા....! તેઓ નથી, શુદ્ધનિશ્ચયનયના બળે! આ ચારગતિનું વર્ણન કરે છે, (સમજ્યા ને?) ચારગતિનું વર્ણન કરે છે એટલે ચારગતિમાં રખડવાનો જે નિમિત્ત મોહરાગ-દ્વેષ, એનો મારા સ્વભાવમાં હું અકર્તા હોવાથી, હું એનો વર્તમાનમાં કર્તા નથી, ભૂતકાળમાં કર્તા નહોતો, ભાવિ કાળમાં પણ હું એનો કર્તા બનીશ નહીં.
(કહે છે ) “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો ” તિર્યંચ શરીર એટલે એ આડા શરીર થાય ને ગધેડા (ને ઘોડાં આદિ પશુ તથા ) આ બધા કાગડાં ને કૂતરાં (પશુ પક્ષી) એ “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા(ત્રણે કાળ), તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું.” તિર્યંચપર્યાય પ્રાપ્ત થાય અને હેતુભૂત જે માયાના (કપટના) પરિણામ જે માયામિશ્રિત અશુભભાવ, એનાં કર્તાપણાનો મારા સ્વભાવમાં અભાવ હોવાથી.. આહાહા ! છે ને! તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું રહિત છું એનાથી, તિર્યંચપર્યાયને યોગ્ય નિમિત્ત થાય એવા માયામિશ્રિત અશુભભાવ, એનો મારામાં (–મારા સ્વભાવમાં) અભાવ હોવાથી–નિમિત્તનો અભાવ હોવાથી, નૈમિત્તિક તિર્યંચની પર્યાયનો પણ મારામાં અભાવ છે. હવે, વર્તમાનની વાત કરે છે. સમજવા જેવી આ વાત છે.
(કહે છે કે:) મનુષ્યનામકર્મને યોગ્ય”, મનુષ્ય જે આ પર્યાય પ્રગટ થાય છે, સંયોગરૂપે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com