________________
૧૦
6
(૫) આ ગ્રંથમાં ( ) આવા કૌંસમાં મૂકેલ આંક શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની આશ્રમ પ્રકાશિત આવૃત્તિના છે.
(૬) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પ્રજ્ઞાવખાય, ઉપદેશામૃત અને પ્રવેશિકામાંથી લીધેલ અવતરણા, અને ત્યાં સુધી મૂળ સાથે મેળવી સુધારવામાં આવ્યાં છે.
(૭) ‘પત્રાંક’ શખ્ત શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના આંક સૂચવે છે અને પત્રસુધા પત્ર નં’ અમુક ઠેકાણે ફૂટનેટમાં પત્રસુધાની આ આવૃત્તિના આંક દર્શાવવા વાપરવામાં આવ્યે છે.
(૮) દરેક લખાણના મથાળે પ્રાપ્ત મિતિ અથવા તારીખ આપવામાં આવી છે. જે પત્રોમાં મિતિ અને તારીખ અન્ને આપવામાં આવી છે ત્યાં તે બન્નેના મેળ મેળવી ચેાસ કરવામાં આવી છે. આવા પત્રોમાં કોઈ ઠેકાણે મૂળ હસ્તલિખિતમાં પણ તારીખ યા મિતિમાંથી એકમાં ફેર જણાયેા છે તે પૂર્વાપર પત્રોના આધારે સુધારી લેવામાં આવ્યેા છે. કેટલાક પત્રો મિતિ કે તારીખ વગરના છે તેના લેખનકાળ અમુક પ્રસંગ કે હકીકતના આધારે અનુમાનથી નક્કી કરી તેના અનુક્રમમાં મૂકવામાં આવ્યા છે; પણ જે પત્રોના લેખનકાળ કોઈ આધારથી નિર્ણીત થઈ શકે એમ નહાતા તેવા પત્રો યથામતિ જ્યાં ચેાગ્ય જણાયું તે સ્થાને મૂકવામાં આવ્યા છે.
(૯) જે પત્રો આ ગ્રંથમાં વ્યાવહારિકતા કે પુનરુક્તિના કારણે લેવામાં નથી આવ્યા, તેમાંથી ઉપયેાગી લખાણ ગ્રંથના અંતે છૂટક વાકયો'ના શીક હેઠળ જુદું આપવામાં આવ્યું છે; તેવી જ રીતે અપ્રકાશિત પત્રોમાંનાં અપ્રકાશિત કાવ્યેા છૂટક કાવ્યે' એ શીર્ષક હેઠળ જુદા આપવામાં આવ્યા છે.
(૧૦) ગ્રંથના અંતમાં વિવિધ પરિશિષ્ટો આપી અને તેટલી ગ્રંથની ઉપયેાગિતા વધારવાને પ્રયત્ન કર્યાં છે.
આ ગ્રંથના સંશાધનકાય'માં, તેમ જ પ્રૂફ રીડિંગ વગેરે કાર્યમાં અન્ય જે ભાઈબહેન એ યથાશક્તિ સહકાર આપ્યા છે, તેમને હાર્દિક આભાર માનવામાં આવે છે.
ગ્રંથ-છપાઈમાં આદ્ય'ત નિયમિતતા જાળવવા અદલ અને સુઘડ છપાઈકામ માટે ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈના પણ અત્ર આભાર માનવામાં આવે છે.
આ ગ્રંથના સંપાદન–કા માં મારી અલ્પમતિને લઈ ને તેમજ કાર્યાધિકચ અને દૃષ્ટિદોષના કારણે જે કંઈ ક્ષતિ અથવા ભૂલેલા રહી ગઈ હેાય તે માટે સુજ્ઞ વાંચકવર્ગની ક્ષમા ઇચ્છું છું. સર્વ મુમુક્ષુઓને આ ગ્રંથને વિનયપૂર્વક સદુપયોગ આત્માર્થ સાધવામાં પ્રબલ નિમિત્તરૂપ ખના એ જ શુભેચ્છા.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ગુરુપૂર્ણિમા, સં. ૨૦૩૮
}
લિ. સંતચરણસેવક અશાકકુમાર જૈન