Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૪ ) ના ત્રણ વિભાગ પડ્યા. તેમાંના જેઓ ઉંચ ગુણના તથા વિદ્યાને ઉચે ધંધો કરનારા થયા તેઓ બ્રાહ્મણુ ઠર્યા; જેઓ રૈયતનું રક્ષણ કરવાને–રાજ્ય કરવાને–ધ ધે લઈ બેઠા તેઓ ક્ષત્રિય ઠર્યો, ને જેઓ વ્યાપાર, રોજગાર ને ખેતી કરવા લાગ્યા, તેઓ વૈશ્ય ઠર્યા. એ પ્રમાણે અંતે ચાર વર્ગ થયા. એ વ્યવસ્થા પછી આર્યપ્રજાના સુધારાના બધા સમયમાં ચાલુ રહી. આર્યપ્રજાના સુધારાના સમયના જુદા જુદા ભાગ પાડી શકાય છે. પ્રથમ વેદ-શ્રુતિ- સમય, પછી સ્મૃતિઓને, અને ત્યાર પછી ઇતિહાસો તથા પુરાણેને સમય આવે છે. એ સુધારાના સમયના અનેક ગ્રંથ-શાસ્ત્ર છે. તેઓના સમય પણ એજ અનુક્રમે છે એમ માનવામાં આવે છે, ને તેમને ચડાઉતરી આધાર પણ એજ ક્રમ પ્રમાણે ગણવામાં આવે છે; એટલે સૌથી પ્રાચીન સમય અને શ્રેષ્ટ આધાર, શ્રતિ–વેદ–સંહિતા, બ્રાહ્મણ, અરણ્યક ને ઉપનિષદનો છે; તે પછીનો સમય ને તેથી ઉતરતો આધાર સ્મૃતિઓને; અને ઇતિહાસ તથા પુરાણોને સમય સ્મૃતિઓનાય પછી અને આધાર પણ તેમનાથી ઉતરતો ગણાય છે. ગુર્ણ કર્મ ઉપરથી આર્યપ્રજાના પ્રથમ ચાર વર્ગ પડયા
૧ “આર્ય કીર્તિ નારાયણ હેમચન્દ્ર કૃત, પૃ ૧૬૪.
મુંબાઈ ઈલાકાનો ઉપર કહેલ વસ્તિપત્રકને રીપોર્ટ, ભાગ ૧ લે, પૃષ્ટ ૧૪૩.
૨ મી. મૂરકૃત્ત આવૃત્તના લોકોની ઉત્પત્તિ અને ઇતિહાસનું પુસ્તક ૧ લું, શોતિ વિષેનું, પૃષ્ટ ૧ થી ૬.
श्रुति स्मृति पुराणानां विरोधो यत्र दश्यते । तत्र श्रोतं प्रमाणंतु तयो द्वैधे स्मृतिर्वरा॥ व्यास ७, ४.
અર્થ-જ્યાં તિ, સ્મૃતિ અને પુરાણોમાં વિરોધ હોય, ત્યાં તિ પ્રમાણ છે; અને જે સ્મૃતિ તથા પુરાણોમાં વિરોધ હોય ત્યાં સ્મૃતિ પ્રમાણ છે,
' આર્યકીર્તિ,” પણ ૭૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com