Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૧૧૪)
એ વાત ખાટી નથી ને કાઈ પ્રજામાં બન્ધુભાવ હૈાય તે કરતાં આત્મભાવ હાય તે તે વધારે સારૂં. એ પ્રજા પહેલી પ્રજા કરતાં ઉચ્ચતર વિચારને પહોંચેલી ગણાય. પરંતુ શુ એ ઐતિહાસિક પ્રયેાગની વિચિત્રતા નથી કે જે પ્રજાએમાં ભ્રાતૃભાવની નીતિનું અવલખન કરવામાં આવે તે પ્રજાએના તદ્દન જુદા જુદા કડકા ન પડે અને તેમાં ઐકયનાં કારણેા તથા પ્રજાવ કાયમ રહે ત્યારે જે પ્રજામાં એથી અધિક ઉંચ વૃત્તિ બતાવનાર ‘આત્મવત્ સર્વ ભૂતેષુ'ની નીતિનું અવલંબન કરવામાં આવે તે પ્રજામાં તે પ્રજા તુટી તેના નિર નિરાળા કડકા કડકા થઇ જાય, અને ઐકયનાં સામાન્ય કારણા ન રહેવાથી એકની અનેક પ્રજાએ થઇ જાય? એમ જોતાં એ પ્રયાગ ઘણાજ વિચિત્ર લાગે છે. અત્રે જ્ઞાતિભેદના મ્હોટા પ્રશ્ન વિશે વિસ્તારથી ખેાલવાની જગા નથી, નહિ તેા અમે તેના લાનાલાભ વિશે વિસ્તારથી વિવેચન કરત. અત્રે તે અમારે એટલું જ પ્રતિપાદન કરવું છે કે આપણી અસંખ્ય નાતેામાં એવી ધણીએ નાતે ં કે જેએ અરસ્પરસ ભાણા વ્યવહાર રાખે છે, જે સસારિક સ્થતિમાં સરખી છે, જેમાં ધર્મના ભેદનેા કે ધંધાના ભેદને પ્રશ્ન ઉત્પન્ન થતા નથી, એવી નાતેાને અરસ્પરસ કન્યા વ્યવહાર કેમ ન હોવા જોઇએ ? એ સિદ્ધાંત પ્રતિપાદન કરવા અમારાથી જે યજ્ઞ બન્યા તે અમે કર્યેા છે, પરંતુ એ યલનું કૂળ આવવું વાચક વર્ગના હાથમાં છે. અમારા એ દૃઢ નિશ્ચય છે કે જ્યાં સુધી આપણે આપણાં જ્ઞાતિબંધના નહિ સુધારીએ ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી; ત્યાં સુધી આપણી સૌંસારિક સ્થિતિ સુધરવાની નથી, આપણી રાજકીય સ્થિતિ સુધરવાની નથી, ત્યાં સુધી આપણી ધાર્મિક સ્થિતિ પણ સુધરવાની નથી તે ટુંકામાં ત્યાં સુધી આપણા દેશના દહાડા કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com