Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ (૧૬) નાચ જોઈ ઉઠીએ છીએ, નજદિક આવે એટલે ખબર આપજે. એમ કરતાં દૂશ્મન નજદિક આવ્યો, એટલે જાસુસ ખબર લાવ્યું કે સાહેબ દુશ્મન હવે નજદિક આવ્યું છે, ત્યારે સુબા સાહેબે જવાબ આપે કે આવવા દે ફિકર શી છે, આ નાચ જોઈ ઉઠીએ છીએ, દરવાજે આવે એટલે ખબર આપજે. દૂશ્મન દરવાજે પણ આવ્યા. તે બાતમી આપી ત્યારે પાછો એવો ને એવો જવાબ આપ્યો ને દૂકમ કર્યો કે શહેરમાં પેસે એટલે ખબર કરવી. સામાનું લશ્કર શહેરમાં પેઠું ને તેની બાતમી આવી, પણ ભાઈ સાહેબની આંખો ઉઘડી નહિ. છેવટ હવેલી પાસે આવે એટલે ખબર આપવાની વ રધિ આપી. ત્યાં પણ લશ્કર તે આવ્યું. પણ સુબા સાહેબની આ ળસ તો ઉડી જ નહિ; દુશ્મન એકદમ ચઢી આવ્ય, હવેલી ઘેરી લી. ધી, ને એ આપણું મોજીલા સુબા સાહેબ કેદ પકડાયા. આવી કંઈ બેદરકારી આપણામાં આવી છે એમ અનુમાન થાય છે. આપણું સર્વસ્વ ગયું ને જે બાકી હતું તે પણ જવા બેઠું છે તેમ છતાં આ પણું આં નથી ઉઘડતી એ ઓછી આશ્ચર્યની વાત છે! કન્યાવ્યવહારના નાના નાના વાડા શું કરવા જોઈએ ? તેનું કંઈ પણ કારણ છે? એક નાતમાં એક વાર ચાર બાયડીઓ પરણે, ત્યારે તેવી જ જાતની, તેવી જ સ્થિતિની ને તેની સાથેના ભાણ વ્યવહારવાળી બીજી નાતમાં ખાસા કમાતા ધમાતા ને કેળના ગર્ભ જેવા વરને પણ કન્યા ન મળે! આ કેટલી અનીતિ ! આથી શું બન્ને જ્ઞાતિએની હાની નથી થતી ! પેલો વર ચાર પરણે એ ચાર બાયડીઓને એક ધણી એ પાંચના સંસાર-સુખની લીલાનું શું વર્ણન કરીએ! એક પિયર રઝળતી હોય, તો બીજી સગાં વહાલાંના ટુંબા ખાઈ પેટ ભરતી હોય, તે ત્રીજી વૈતરૂ કરી દહાડા કાઢતી હોય, ને ચોથી વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134