Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૧૮ ) અર્થ: મદોન્મત થઈ ગએલા, ક્રોધી, અને રાગી એટલાના હાથનું ખાવું નહિ. ૨૦૭ (પૂર્વપાદ),
ગાનારનું, સૂતારનું, વ્યાજખોરીઆનું, યત દીક્ષાવાળા બ્રાહ્મણનું, કૃપણનું અને કેદીનું અન્ન ખાવું નહિ. ૨૧૦.
વૈદ્યનું, પારધીનું, કરનું, છાંડેલું ખાનારનું, ફર કર્મ કરનારનું, સુવાવડીના હાથનું, પંક્તિમાં જોડે બેઠેલો આચમન કરી ઉઠી જાય તેનું, તેના ભાણામાંનું, અને સૂતકીનું અન્ન ખાવું નહિ ૨૧ર.
ચાડીઆનું, જુઠાનું, યજ્ઞ વેચનારનું (એટલે મહારા યજ્ઞનું ફળ તમને આપું છું એમ કહી પિતાનું પુણ્યફળ વેચનારનું), નટનું, દરજીનું, અને કૃતઘ પુરૂષનું અન્ન ન ખાવું. ૨૧૪.
લુહારનું, ભીલનું, નાટક કરનારનું, સોનીનું, વાંસ ચીરનારનું, અને તીરકામઠાં આદિ શસ્ત્ર વેચનારનું અન્ન ખાવું નહિ. ૨૧૫.
કૂતરાં પાળનારનું, કલાલનું, બેબીનું, રંગરેજનું, ઘાતકીનું, જે સ્ત્રીના ઘરમાં ઉપપતિ એટલે રાખેલો ધણું રહે છે તેના હાથનું અન્ન લેવું નહિ. ૨૧૬.
પંડિત બ્રાહ્મણે જે શુદ્ધ શ્રાદ્ધ કરતું નથી તેનું રાંધેલું અન્ન ખાવું નહિ. ૨૨૩.
આ પ્રમાણે જે વર્ગોની ગણતરી ચારમાંથી એક વર્ગમાં કરી નથી ને જેને ઘણું હલકા માન્યા છે તે વર્ગનું અન્ન ખાવાને પ્રતિબંધ કર્યો છે, પરંતુ કોઈ ઠેકાણે એમ લખેલું જણાતું નથી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શકનું ખાવું નહિ,ને ક્ષત્રિય, વૈશ્ય કે શુકનું ખાવું નહિ ને હૈયે શનું ખાવું નહિ. જ્યારે આટલા બધા હલકા ગણેલા વનું અન્ન ખાવાને સ્પષ્ટ પ્રતિબંધ કર્યો છે ત્યારે એટલે પ્રતિબંધ
કરતાં ઋતિકારને આળસ થઈ હશે એમ તે કઈથી કહી શકાશે નહિ, ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com