Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૧૦૫) નરસિંહ મહેતા જે હરિભક્ત દેષિત છે. નરસિંહ મહેતાને એમની હયાતીમાં તો જે સંસ્કાર વિત્યા હોય તે ખરા, પરંતુ આજે તો તેને ના નામને માટે સર્વને માન છે ને તેના નામથી ઘણુઓ પિતાને ગર્વનું કારણ છે એમ સ્વીકારે છે. એટલે ખરી રીતે મહેતાને દેવ નથી. જે મહેતાને લાગ્યું તે કોઈપણ જ્ઞાનચક્ષુને લાગ્યાવિના રહે નહિ! મહેતા જે હરિભક્તને ખાવાપીવામાં, ખોરાક અને જળની શુદ્ધિના ધર્મ શિવાય બીજે ધર્મ પસી શકતો નથી એમ લાગ્યા વિના રહેજ નહિ.
મહેતા પછી પણ વખતે વખતે હાલની હાનિકારક પદ્ધતિની વિરૂદ્ધ અવાજ કાઢનાર ઉત્પન્ન થયા છે. કેટલાક સુજ્ઞ કવિ જનોએ આ બાબતના પિતાના વિચારો પોતાની રચેલી કવિતામાં બતાવ્યા છે. અખો ભક્ત કહે છે કે –
આભડછોત અંત્યજ ઘરજણ, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી; બારે કાળ ભેગવે બે, સાને ઘેર આવી ગઈ રેહ.
એક બાપુ સાહેબ ગાયકવાડ કરીને ગુજરાતી ભાષામાં કવિતા કરનાર થઈ ગયો છે. તેણે બ્રાહ્મણ શૂદ્ધના ભેદનાં પંદર પદો બનાવેલાં છે. એમાં કાવ્યકારે પિતાની આ સંબંધી લાગણું ઘણું સમ્ર શબ્દોમાં પ્રસિદ્ધ કરી છે અમને લાગે છે કે કોઈ સુધારાવાળો પણ આ બાપુ સાહેબની બરાબરી ભાગ્યે જ કરી શકો હશે. તે એક પદમાં કહે છે કે –
સંસ્કારથી થાય છે બ્રાહ્મણ તો જગત સહુ; શૂદ્ર હોય સર્વ અલ્યા જણે જ્યારે માત રે. વિક જઈ જેની તું ને કબીરની (કેવી) જાત;
પૂછ પૂછ એને જઇ કેવી (તારી) ન્યાતરે.
૧. પ્રાચીન કાવ્ય માળા, અંક ૭, પૃષ્ટ ૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com