Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
નકે જાય એવું માનનારાની કાંઈ ખોટ નથી. એક ખ્રિસ્તિ પાદરી કહે છે કે બીજી પ્રજાઓના ધર્મનું સ્થાન મનુષ્યનું મન છે ત્યારે હિં. દુઓના ધર્મનું સ્થાન તેનું પેટ છે. આરોપ ઘણે ગભીર છે, ને સાંભળી દેશાભિમાનની નસમાં લેહી ઉકળવા જાય છે. પરંતુ ગુસ્સો કરતા પહેલાં એ વચનની સત્યતા વિશે વિચાર કરવાની જરૂર છે. પૂર્વની વર્ણ વ્યવસ્થા જોતાં એ આરોપ અકારણુ લાગે છે, પરંતુ હાલની જતાં તે તે સકારણ છે એમ સ્વીકાર્યા સિવાય છુટકો નથી. એક જ વર્ગના હાથમાં વિદ્યાને અખત્યાર હો; એક જ વર્ણ શિવાય બીજાને વિધાના સાધન જાણવા દેવાનો પ્રતિબંધ હત; વળી એવી વર્ણન માણસેના ગુજરાનને આધાર બીજી વર્ણના ઉપર નાંખવામાં આવ્યો હત; એ ઉપરથી સ્વભાવિક રીતે પરિણામ એ થયું કે બીજી વણે વિવાથી વિમુખ રહી, ને જે વણને અધિકાર હતું તેને ગુજરાનનાં સાધન નિશ્ચિત હોવાથી તે વિદ્યા તરફ બેદરકાર થઈ. કાળે કરીને અવિઘાને વખત આવ્યો; સર્વ સુધારાની પડતી આવીને સર્વ બાબતમાં કાર્ય કારણને વિચાર બાજુ પર રહ્યો, ને સ્થાપિત નિયમો-ચીલા
–રૂઢીઓ બંધાઈ ને તે રૂઢીઓને અનુસરીને એક મહાન પણ પડતીમાં આવેલી પ્રજા આંખો મીંચીને ચાલવા લાગી.અવિદ્યાની અસર દરેકબાબ તમાં થઈ તેમાંય ધાર્મિક તથા સંસારિકસ્થિતિમાં તો હદ વળી ગઈ. પરાક્રમના અભાવે અન્ય પ્રજાઓ ચઢી આવી, ને એક વખત સર્વ વાતે શ્રેષ્ઠ એવી પ્રજા પરાધિનતાની ધુંસરીએ જોડાઈ. શે ચમત્કાર ! શે ફેરફાર! દહાડાની રાત થઈ ને તે રાતજ છે એમ માને એવી બુદ્ધિ પણ
૧ ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટીને જ્ઞાતિ વિષેને અંગ્રેજી નિબંધ, પૃષ્ઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com