Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૪૮) પિટા વિભાગના પેટાવિભાગ અને વળી તેના કડકા શા શા કારણોથી થયા તે તપાસીએ.
ગુજરાતમાં એક કહેવત છે કે “નગરે વસતા દેવતા, ગામે વસંતા માનવી, ને વગડે વસતા રાક્ષસ.” એ પ્રમાણે મોટા શહેરની રહેણી કરણી ગામડાની રહેણી કરણી કરતાં સારી હોય છે તેથી શહેર સર્વને સારું લાગે છે. આવાં કારણેથી દરેક નાતમાં શહેરના રહીશ કુલીન ગણવા લાગ્યા. ગામડાના લોકો શહેરમાં ચાઈને દીકરીઓ આપવા લાગ્યા. પરંતુ શહેરના લોકો શહેરમાં ઉછરેલી પિતાની દી. કરીને ગામડે આપવાનું પસંદ કરે નહિ, તેથી તેઓ પણ શહેરમાં ને શહેરમાં પોતાની દીકરીઓ નાંખવા લાગ્યા. આથી પરિણામ એ થયું કે શહેરના લોકોને બે બે ચાર ચાર બાયડીઓ મળવા લાગી, ને શહેરી વરનાં ઉપરા ઉપરી માગાં થવા લાગ્યાં; એટલે શહેરના લોકોએ વરના ભાવ કાઢયા, ને વરની પ્રથમ કિસ્મત લે ત્યારે કન્યા પરણવાનું કબુલ કરે એમ થયું. એ ભાવ કેટલીક મુદત પાષા પણ ખરો, ને વરોની કિસ્મત સારી ઉપજવા લાગી. શહેરીઓ તો વાયરે ચઢયા ને છાપરે જઈ બેઠા. એ તો બેતમા થયા. વહેવાઈ વ. બોટને પજવવા લાગ્યા; ગામડાની વહુઓને દુઃખ દેવા લાગ્યા, ને ઘણ રીતે અભિમાનને લીધે અન્યાયથી વર્તવા લાગ્યા. ગામડાના લોકો અપમાન સહન કરે, બેતમા૫ણું સહન કરે, પૈસા આપે, ને પુષ્કળ ખર્ચ, તે પણ છેડીને તે સુખ નહિ, એટલું જ નહિ પણ જે કર ક્રિયાવરમાં કે પાંમાં કે બીજે કંઈપણ નછ વાંધ પડે તે પાધરીક શોક લાવીને બેસાડે ! કાળે કરીને આ અનીતિની અવધી આવી, ગામડાના લોકોને લાગણું ઉત્પન્ન થઈ. તેમાં વળી શહેરમાં કન્યાઓ ઘસડાઈ જવાથી ગામડામાં સારાં સારાં ઘરના વર પણ કુંવારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com