Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૧૭ )
એકાદ ગાળ, સભા કે એકડાવાળા પોતાની નાતના પર એકડાવાળાની સાથે ભેાજન વ્યવહાર રાખે છે ખરા, પરંતુ કન્યા વ્યવહાર પેાતાની નાતના લેાકેા હાય પશુ જો તે પર એકડાના હ્રાય તે તેમની સાથે પણ રાખતા નથી; માત્ર પેાતાના એકડામાં જ રાખે છે.
ભેાજન વ્યહારના સબંધમાં વિશેષ્ય જાણવાનું એ છે કે એના નિર્ણયસારૂ ચઢતા ઉત્તરતી વર્ગ ગણાય છે. વડનગરા, અન્ય નાગરે, બ્રાહ્મણેા, વાણિયા કે ક્ષત્રિય, અને પછી કણબી તથા ખીચ્છ નાતે એ અનુક્રમ ચઢતા ઉતરતી દરજ્જાને છે; એટલે સમજવાનુ એ છે કે ચઢતા ગણાતા વર્ગાળાનું ઉતરતા ઉતરતા ગણાતા વર્ગવાળા ખાય છે, પરંતુ ઉતરતા ગણાતા વર્ગવાળાનું ચઢતા ગણાતા વર્ગવાળા ખાતા નથી; વડનગરાનું બધાય ખાય, પણ તેઓ કેાનું ખાય નહિં, વિસલનગરા કે સાડાદ્રા, વડનગરાનું ખાય, પણ બીજા કાઇનું ખાય નહિ. ત્યાર પછી યાહ્યા ગણાય છે, તે નાગરેનું ખાય છે, પણ વાણિયા, ક્ષત્રિય કે તેથી ઉતરતા ગણાતા વર્ગવાળાનું ખાતા નથી; વાણિયા, નાગરા તથા બ્રાહ્મણ્ણાનું ખાય, પણ ક્ષત્રિય, કણબી કે બીજી નાઞનું ન ખાય; ક્ષત્રિય, પણ નાગરો તથા બ્રાહ્મણાનું ખાય, પણ વાણિયા અને તેથી ઉતરતી નાતેનું ખાય નહિ. ત્યાર પછીની નાતાવાળા એટલે કણબી અને જી નાતેના લેાકેા નાગરથી માંડીને પેાતાનાથી ચઢતા ગણાતા બધા વર્ગવાળાનું ખાય છે. ધંધાદારીની તમામ નાતેના લેકાપણુ અરસ્પરસ ભેજન વ્યવહાર રાખતા નથી. તેઓ ચઢતા વર્ગવાળાનું ખાય, પણ પોતાના જેવી નાતાવાળા સાથે તે ઉંચા નિયાને ભેદ રાખે છે, આ બધી વ્યવસ્થા એટલી તે ગુંચવણ ભરેલી છે કે તેનું ખરૂં ચિત્ર પાડી શકાય એમ નથી, અને તે સંપૂર્ણ અભ્યાસ વિના સમજાય એમ પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
·
www.umaragyanbhandar.com