Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૭૮) નાતમાં જેટલા એવા અભિપ્રાયના હેય તે સઘળા એકઠા થઈ શકે છે ને એ રીતે આપણે હેતુ જલદી પાર પડવાનો સંભવ છે, મોઢ ને શ્રીમાલી વચ્ચે ભાણું વ્યવહાર છે. હવે પ્રથમ સુચવેલે રસ્તે ચાલવાને યત્ન કરીએ મોઢને મોટો ભાગ તેમ જ શ્રીમાલીને પણ મોટે ભાગ
જ્યાં સુધી પેટા ભાગ તેડવાના અભિપ્રાયને ન થાય ત્યાં સુધી કંઈ થઈ શકે નહિ. ને બીજે રસ્તે ચાલવાની કોશીશ તે થોડા મેઢ ને થોડા શ્રીમાલી હોય તે પણ થઈ શકે. ભાણે ખપતી જે જે નાતે છે તેમાંના જેઓના સમજવામાં આ વાત આવે તેઓ બધા એક સંપે કરી કન્યા વ્યવહાર બાંધે તે તરત રસ્તો પડે. શરૂઆતમાં તો આ ઘેડી નવી નાતે થયા જેવું લાગે ખરું, પરંતુ એ નાતે વધતા વાર નહિ લાગે, ને ટુંકી મુદતમાં સાગર નાતે ઉભી થશે. એકવાર છીંડું પડયું તે પછી દરવાજે થતાં વાર નહિ લાગે ને હાલનાં નાનાં અને એકડાનાં, તથા કન્યા વ્યવહારનાં અનિષ્ટ બંધને તુટી જશે.
પરંતુ આ પગલાની પણ શરૂઆત શી રીતે કરવી તે મેટા વિચારની વાત છે. ભાણે ખપતી ભિન્ન ભિન્ન જ્ઞાતિના પાંચ દશ માભુએ શરૂઆત કરવી કે ઘણું માણસ એ મતના થાય તે માટે જ તૈયાર થાય ત્યાં સુધી વાટ જોવી ? થોડા માણસ હિમ્મત ભીડી બહાર પડે તેપણ કંઇ હરકત લાગતી નથી. માત્ર એવા હિમ્મતવાળા થોડા પણ તૈયાર થવા જોઈએ. અલબત એ પ્રમાણે થોડા માણસો બહાર પડે ત્યારે તેમને લગાર અડચણ પડે, પરંતુ દેશના ભલાની ખાતર દેશના શુભેચ્છકોએ થોડી અગવડ પડે તો તે વેઠવા તૈયાર થવું જેઇએ. ભાણે ખપતાની જોડે કન્યા વ્યવહાર કરવાથી ધર્મને બાધ નથી આવતો એટલે ઝાઝી અગવડ પડશે એમ ડીવાનું કારણ નથી, તો ૫૭ જે કંઈ પડે તે સહન કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com