Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
કરી, વિદ્યાભ્યાસ કરી લેકોને ઉપદેશ કરવાનું કામ, રાજ્ય વ્યવસ્થા કરવાનું કામ, દગાનીની જરૂરી વસ્તુઓ ઉપાર્જન કરવાનું તથા પૂરી પાડવાનું કામ, અને છેવટે તમામ જાતના હલકા–ચાકરીના–ધંધા કરવાનું કામ, એ ચાર વર્ગ પાડયા; ને તે દરેક કામ કરનાર વર્ગનું જુદુ
જુદુ નામ પાડયું; એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. “બ્રાહ્મણ શબ્દનો અર્થ ધાતુ અન્વયે બ્રહ્મ-ઇશ્વર–ને જાણનાર થાય છે, એટલે વિધાના સાધનથી મેળવેલા જ્ઞાનવડે જગકર્તાને ખરી રીતે જાણનાર અને બીજાઓને ઓળખાણ કરાવનારા તે બ્રાહ્મણક્ષત્રિય શબ્દનો અર્થ “બાહુથી રક્ષણ કરનાર એ થાય છે, એટલે રૈયતનું રક્ષણ કરવાને– રાજ્યને–ધંધો કરનારા તે ક્ષત્રિય, વૈશ્યને અર્થ ગ્રહસ્થ થાય છે,
એટલે ગ્રહસ્થાશ્રમના સંબંધના ધંધા કરનારા તે વૈશ્ય; અને “શૂદ્ર ને અર્થ હલકુ થાય છે, એટલે ચાકરીને હલકો ધંધો કરનારા તે શુદ્ધ ઠર્યા. એ પ્રમાણે ગુણ તથા કર્મ-વ્યવહારિક કાર્યને અનુસરી ચાર ભેદ થયા. એ વ્યવસ્થા આર્યપ્રજાના સુધારાના ઘણું કાળસુધી ચાલુ રહી. કાળે કરીને એ ચાર ભેદ સબળ થતા ગયા ને વ્યવહારિક કા
નાજ હતા તેને બદલે સંસારિક સ્થિતિના ગણાવા લાગ્યા. એ અરસામાં જુદા જુદા વર્ગોના કદર વિનાના મિશ્રણથી કેટલાક એ ચારથી હલકા વર્ગો ઉત્પન્ન થયા, ને તેઓની જુદી જુદી જાતે બંધાઈ. “જાતિ કે “જાત' શબ્દમાં જન્મ ધાતુ છે, એટલે એ વર્ગે જન્મના આધારથી બંધાયા જણાય છે. મનુસ્મૃતિમાં જાતિ શબ્દ વાપરેલો છે, ને ચાર મુખ્ય ના સિવાય બીજી જાતિઓ ગણાવેલી છે એ આપણે જોયું.
બ્રાહ્મણ વર્ગ વિદ્યાના પરિબળથી સૌથી ઉંચે અને માનસિક સત્તાધારી ગણાવા લાગે. ક્ષત્રિયોના હાથમાં રાજ્યસત્તાની દોરી તેથી તેઓ વાસ્તવિક સત્તાધારી થયા. એ પ્રમાણે બે સત્તાઓ જુદા જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com