Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૪૧) જે વાણિયા આવ્યા તે દીંડું કહેવાયા.
દીસાવાળઃ–બ્રાહ્મણ તથા વાણિયા બને છે. પાલણપુર પાસેના દીસા ગામના બ્રાહ્મણ તે દીસાવાળ બ્રાહ્મણ અને વાણિયા તે દીસાવાળ વાણિયા ઠર્યા.
નાગર-બ્રાહ્મણ તથા વાણિયા બને છે. એક મોટા નગરના રહેવાસી બ્રાહ્મણ તે નગર કહેવાયા અને વાણિયા નાગર વાણિયા ઠર્યા. બ્રાહ્મણના પાછા સ્થળ ઉપરથી પેટા વિભાગ થયા છે; વડનગરા, વડનગર કે વૃદ્ધનગર ઉપરથી; વિલનગરા, વિસનગર ઉ. પરથી; સાઠોદ્રા, સાઠોદ ઉપરથી; કૃષ્ણોરા, કૃષ્ણનગર ઉપરથી; પ્રશ્નોરા, પ્રક્રિનગર ઉપરથી; અને ચિત્રોડા, ચિત્રકુટ ઉપરથી કહેવાયા છે. વડનગરામાં પાછા ડુંગર પર ઉપરથી ડુંગરપરાને એક ભાગ છે.
નાપાળ:-બ્રાહ્મણ છે. બોરસદ તાલુકાના નાપાલ ગામ ઉપરથી કહેવાયા.
નાંદેરા–બ્રાહ્મણ અને વાણિયા બને છે. નાંદેદ ગામ ઉપરથી નામ પડયું.
પાડવાળ:-શ્રીમાલ નગરના એ નામના પરાના નામ ઉપરથી. શ્રીમાલી, પડવાળ વચ્ચે ઝાઝે ભેદ નથી તે કદાપિ આ કારણથી એટલે બંને પાસ પાસેના વતની તેથી એમ હશે.
બારસદા –ખેડા જીલ્લાના બેરસદ ગામ ઉપરથી કહેવાયા છે. બ્રાહ્મણ છે.
ભાર્ગવ –ગુ ઋષિના આશ્રમના તે ભાર્ગવ કહેવાયા. એ પણ બ્રાહ્મણ છે.
મેવાડા બ્રાહ્મણ અને વાણિયા બને છે. મેવાડ દેશથી આવેલા માટે મેવાડા નામ પડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com