Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૧૧ ) અર્ચન્હે યુધિષ્ઠિર, આ વિશ્વ એક વર્ષથી જ ભરેલું હતું; કર્મ ક્રિયાની વિશેષતાથી ચાર વર્ણ સ્થાપિત થયા. સર્વ કેનિથી ઉત્પન્ન થયા છે, સર્વ મૂત્ર પુરી કરવા વાળા છે; એક જ પ્રકારની સર્વની ઇદ્રિએ છે, ને એક જ પ્રકારના વિષય છે, તેથી શીલ અને ગુણથી બિજ થાય છે.
अमरेन्द्र मया बुद्धया प्रजाः सृष्टास्तथा प्रभो । एकवणोंः समभाषा एकरूपाश्च सर्वशः॥ तासां नास्ति विशेषो हि दर्शने लक्षणेऽपिवा । ततोऽहमेकाग्रमनास्ताः प्रजाः समचिन्तयम् ।।
રામાયણ, ૩૨is, ૨૦ ૨૦, ૨૦, ૨૦. અર્થ:–હે દેવતાઓમાં શ્રેષ્ઠ મેં બુદ્ધિ પ્રમાણે સર્વ પ્રકારે એક વર્ણવાળી, સરખી વાણીવાળી, અને સરખા રૂપવાળી પ્રજા સૂજી છે; તેઓના દેખાવમાં તેમજ લક્ષણમાં કંઈ ફેરફાર નથી. પછી મેં એક ચિત્ત એ પ્રજા વિષે વિચાર કર્યો.
આર્ય પ્રજામાં જે ભેદ પડ્યા તે ઓળખવાને જે શબ્દ વપરાયા તેની વ્યુત્પત્તિ જોતાં પણ એના એ જ મતની પુષ્ટિ થાય છે, “વર્ણ” ને અર્થ “રંગ છે, તેથી એમ જણાય છે કે પ્રથમ ભેદ માણસના રંગ ઉપરથી થયા. આર્યલોકો આ દેશમાં વૈદિક સમયમાં કે કદાપિ તેની પણ પૂર્વે આવીને વસ્યા તે વખતે આ દેશના અસલી વતનીઓ તેમના જેવા સુધરેલા નહેતા, પણ જંગલી અવસ્થામાં હતા, ને તે મને વર્ણ-રંગ-આર્યપ્રજાના જે નહિ તેથી પ્રથમ ભેદ રંગ ઉપરથી પડે, એમ અનુમાન થાય છે. “જાતિ” શબદ શાસ્ત્રમાં વાપરેલો
૧ મી. દતત એજ પુસ્તક ૧ લાનું પૂરું ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com