Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ પંદરમું : : ૪૧ :. બે ઘડી યોગ જ્યારે વેગ-મુમુક્ષુના અંતરમાં જાગે છે, ત્યારે જ એગની સાધનામાં સારો પ્રવેશ થાય છે. ગસાધના માટે ઉત્સાહ પ્રકટયા પછી તેને સાધવાની હિમ્મત કરવી જોઈએ. તાત્પર્ય કે-ગસાધના અતિ વિકટ છે, તે મારાથી કેમ થઈ શકશે? વખતે તેમાંથી કંઈ બીજું પરિણામ આવશે તે? આ યોગસાધના હું કરું કે ન કરું ?' આદિ શંકા અને ભયનાં સ્થાને ને તિલાંજલિ આપી “આ ગસાધના હું જરૂર કરી શકીશ” એવા દઢ વિશ્વાસ સાથે તેમાં પ્રવેશ કરવાની હિમ્મત કરવી જોઈએ. આ રીતે યોગસાધનામાં પ્રવેશ કર્યા પછી તેને પ્રસન્ન અને સ્થિર ચિત્તે નિત્ય અભ્યાસ કરવે જોઈએ અને તેમાં નાનીમેટી મુશ્કેલીઓ નડે તે તેને પૈર્યથી સામને કરે જઈએ. મુશ્કેલીઓ, અડચણે કે આફતોથી ડરી જનારા અને તેથી અંગીકાર કરેલું કાર્ય છોડી દેનારા કદિપણ કઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી, એ વાત સદેવ યાદ રાખવી ઘટે છે. વળી વિચારે કે વૃત્તિઓનાં વહેણને સ્થિર અને વ્યવસ્થિત કરવા માટે તરવજ્ઞાન પણ જરૂરી છે. તે સિવાય સાધનામાં જોઈએ તેવું બળ આવતું નથી. જેઓ આત્મા વિષે શ્રદ્ધા ધરાવતા નથી કે તેની નિત્યતામાં અને અનંતશક્તિમાં વિશ્વાસ ધરાવતા નથી તે આત્મદર્શન માટે કઈ રીતે પ્રાણ પાથરે? આ કારણે જ જ્ઞાનીઓએ તત્વની પ્રરૂપણું કરી છે અને તે સર્વ મુમુક્ષુઓ માટે એક સરખી ઉપયોગી છે. જેઓ એમ માને છે કે “આત્મા છે, તે નિત્ય છે, કમને કર્તા છે, કર્મને ભોક્તા છે. તેને મોક્ષ છે અને તેને ઉપાય ધર્મ છે.” (બીજા શબ્દોમાં કહીએ તે યુગ છે) તેને ગમે તેવાં વિઘો સાધના

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88