Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 72
________________ બે ઘડી ગ ઇલાજ ઉડાડી તમે પણ મા ઈલાપુત્રને ભેગની નિસારતા સમજાઈ. તે સાથે જ આત્માની અમરતાનું પણ ભાન થયું અને જીવનની જે પળ વહી રહી છે તે મહામૂલ્યવાન છે એ ખ્યાલ પણ આવી ગયે. પરિણામે તેમના અયવસાયે ઉત્તરોત્તર વિશુદ્ધ થતા ગયા અને એમ કરતાં તે વંશ ઉપર જ કેવલજ્ઞાન પામ્યા. ઈલાપુત્રના જીવનમાં થયેલા આ અદ્દભુત પરિવર્તને નટડીની મેહનિદ્રા પણ ઉડાડી દીધી અને રાજા-રાણનાં જીવનમાં પણ ભારે પલટે આયે, એટલે તેઓ પણ ભાવનાના બળે કેવલજ્ઞાન પામ્યા. પછી એ ચારે કેવલીઓએ જગતને ધર્મને બોધ આપી મહાન્ ઉપકાર કર્યો. અહીં ઈલાપુત્રને ભેગની નિસારતા સમજાઈ અને આત્માની અમરતાનું જ્ઞાન થયું તે પરિજ્ઞા સમજવી. (૮) પ્રત્યાખ્યાન, [ વત-નિયમ-ગુણધારણા ] અમાત્ય તેતલિપુત્રના હદયમાં વહી રહેલી સ્નેહની સરિતા એક જ સૂકાઈ ગઈ અને પિફ્રિલાના દુઃખને પાર રહ્યો નહિ. તેને આખરે એક દિવસ તેના મનનું સમાધાન કરવા અમાત્યે કહ્યું – પિઠ્ઠિલા! રડાને કારભાર તું સંભાળ અને અહીં જે કઈ શ્રમણ, બ્રાહ્મણ કે તપસ્વી આવે તેને દાન દઈને રાજી થા.” પિટિલાએ તેને સ્વીકાર કર્યો અને શ્રમણ, બ્રાહ્મણ તથા તપસ્વીઓને દાન દેવા માંડયું. એમ કરતાં એક દિવસ સુત્રતા

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88