Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 84
________________ પંદરમું : ૪ ૮૧ : બે ઘડી વેગ મળ્યા પછી બે હાથ જોડીને એક નવકાર મંત્ર બોલીને “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક દંડક ઉચરાજી” એવી વિનંતિ કરવામાં આવે છે. ગુરુ હાજર હોય તો તે સામાયિક દંડક (પાઠ) ઉરચરાવે છે અને હાજર ન હોય તે. વડીલ ઉચ્ચરાવે છે. કેઈ પણ ન હોય તે જાતે ઉચ્ચરવામાં આવે છે. તે નીચે મુજબ. (૮) કરેમિ ભંતે સૂa. | (સામાયિક પાઠ). करेमि भंते ! सामाइयं, सावलं जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि, न कारवेमि । तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं વોશિમિ છે અર્થ-ડે પૂજ્ય ! હું સામાયિક કરવાને ઈચ્છું છું. તે માટે અશુભ પ્રવૃત્તિઓનું પ્રત્યાખ્યાન કરું છું. જ્યાં સુધી હું આ નિયમને સેવું ત્યાં સુધી મન, વચન અને કાયાવડે અશુભ પ્રવૃત્તિ કરીશ નહિ, હું કરાવીશ નહિ. હે ભગવંત! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે અશુભ પ્રવૃત્તિને હું ખોટી ગણું છું અને તે બાબતને આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું અશુભ પ્રવૃત્તિ કરનાર તે કષાય આત્માને ત્યાગ કરું છું.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88