Page #1
--------------------------------------------------------------------------
________________
TI
બે ઘડી યોગ
[ સમતાનું પરમ સાધન “ સામાયિક ? ]
દર્શન
ત
ના
થMાળી
રામ "
પુપ : ૧૫ :
60p
Page #2
--------------------------------------------------------------------------
________________
图
ધર્મ આધ–પ્ર થમાળા પુષ્પ : ૧૫ :
બે ઘડી યોગ
[સમતાનું પરમ સાધન ‘સામાયિક’
લેખક :
ધીરજલાલ ટોકરશી શાહ
卐
: પ્રકાશક :
શ્રી મુક્તિમલ જૈન માહનગ્રન્થમાલા. કાર્યાધિકારી–લાલચંદનલાલ શાહુ
ઠે. રાવપુરા, ઘીકાંટા, વકીલ શ્રધસ પ્રેસ-વડાદરા.
આવૃત્તિ ૧ લી. કીં. ૧૦ આના
વિ. સ. ૨૦૦૮.
સુદ્રઃ શાહ ગુલાબચંદૅ લલ્લુભાઈ, શ્રી મહેદય પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર,
F
Page #3
--------------------------------------------------------------------------
________________
૧. યાગના મહિમા યેાગના લાભા
વિષયાનુક્રમ
યેાગથી પ્રાપ્ત થતી લબ્ધિ
મહાત્માં સ્થૂલભદ્ર ( દૃષ્ટાંત)
૨. યાગનું સ્વરૂપ ૩. યાગસાધના ૪. સામાયિક
h
૨૪ થી ૩૬
૩૦ થી ૪૫
૪૬ થી ૭૨
૫૦
પર
૩ સમવાદ ( સત્ય )
૫૫
૪ સમાસ ( ઉપશમ, વિવેક, સંવર )
૫૯
૫ સંક્ષેપ ( સર્વ શાસ્ત્રાને સાર )
કર
૬ અનવદ્ય ( સાવદ્ય યેાગને ત્યાગ )
૪
૭ પરિતા (આત્માની અમરતા અને ભાગની નિ:સારતાનું જ્ઞાન) ૬૬ ૮ પ્રત્યાખ્યાન ( વ્રત-નિયમ–ગુણધારણા )
૬૯
૫. સામાયિક વ્રત અથવા
બે ઘડીની ચેાગસાધના
૧ સામાયિક ( રાગ અને દ્વેષનેા ત્યાગ ) ૨ સમયિક ( અહિંસા )
(
૧ નમકાર મંત્ર
૨ પોંચિક્રિય સૂત્ર
૩ પ્રણિપાત સૂત્ર
૪ ઇરિયાવહી સૂત્ર
૫ તરસ ઉત્તરી સૂત્ર
પૃષ્ઠ ૧ થી ૨૩
હું અન્નત્ય અથવા કાઉસગ્ગ સૂત્ર
૭ લેાગસ સૂત્ર
૮ કેમિલતે સૂત્ર
૯ સામાઈયવયનુત્તો
૭૩ થી ૮૪
૭૪
૭૫
૭૫
GK
GO
૭
૧
૮૩
Page #4
--------------------------------------------------------------------------
________________
યોગનો મહિમા
પવનને પ્રચંડ સપાટે વાદળની ગમે તેવી ઘેરી ઘટાને ક્ષણવારમાં વિખેરી નાખે છે, અથવા અગ્નિની જોરદાર આંચ કાષ્ઠના ગમે તેવડા મેટા સમૂહને જોત-જોતામાં બાળી નાખે છે તે પ્રમાણે યોગની અચિંત્ય શક્તિ જન્મ, જરા, મૃત્યુ, રેગ, શોક વગેરે દુઃખનાં દળેને સત્વર સંહાર કરે છે, તેથી જ નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે –
થો જપતા એણો, યોગશ્ચિત્તમ योगः प्रधान धर्माणां, योगः सिद्धेः स्वयं गृहम् ॥१॥
યોગનું શું વર્ણન કરીએ ? વેગ તે શ્રેષ્ઠ કલ્પતરુ જે - છે, યોગ તે ઉત્તમ ચિંતામણિ રત્ન જે છે, એગ સર્વ
પ્રકારના ધર્મોમાં મુખ્ય છે અને રોગ એ સિદ્ધિ-મુક્તિનું પિતાનું ગૃહ છે.
तथा च जन्मबीजाग्नि-र्जरसोऽपि जरा परा। दुःखानां राजयक्ष्माऽयं, मृत्योर्मृत्युरुदाहृतः ॥ १।।
Page #5
--------------------------------------------------------------------------
________________
: પુષ્પ
ખાળનારા છે, જરા ક્ષયરોગ જેવા છે
ધોધ-ગ્રંથમાળા
: ૨:
વળી તે યાગ. જન્મરૂપી ખીજને અવસ્થાની મહાજા છે, દુઃખાને માટે અને મૃત્યુનું મૃત્યુ નિપજાવનારા છે. (૧) ચેાગના લાભેા.
- ચેાગથી શું લાભ શ્રાય છે ? ’ એ પ્રશ્નના ઉત્તર આપતાં ઉક્ત મહર્ષિ એ જણાવે છે કેઃ—
ધૃતિઃ ક્ષમા મદ્દાવારો, યોગદ્ધિ: મોટ્યા । आदेयता गुरुत्वं च शमसौख्यमनुत्तरम् ॥ १ ॥
9
ચેાગથી ધૃતિ એટલે સહનશીલતા, ક્ષમા એટલે ઉદારતા, સદાચાર એટલે સત્પુરુષાએ પ્રતિષ્ઠિત કરેલા આચાર, શુભેદયવાળી યાગવૃદ્ધિ એટલે પુણ્યના ઉદય થાય તેવી પ્રવૃત્તિના વધારા, આદેયતા એટલે ખીજી પણ પેાતાની પ્રવૃત્તિનું પ્રશંસા પૂર્વક અનુકરણ કરે તેવી સ્થિતિ, ગુરુપણું એટલે અન્યના ગુરુ થવાની શક્તિ અને અપૂર્વ એવું શમસુખ પ્રાપ્ત થાય છે. विनिवृत्ताग्रहत्वं च, तथा द्वंद्वसहिष्णुता ।
तदभावश्च लाभश्च, बाह्यानां कालसङ्गतः ॥ १ ।।
વળી ચેગથી આગ્રહરહિતપણું પ્રકટે છે, એટલે હઠાગ્રહ, કદાગ્રહ કે પૂર્વગ્રહ નાશ પામે છે અને દરેક વસ્તુને મધ્યસ્થતાથી વિચાર કરવાની વૃત્તિ જન્મે છે. તે જ રીતે સુખ અને દુઃખ સહન કરવાની શક્તિ આવે છે, એટલે ‘ સુખસમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિમ્મત હારવી ' એ સ્થિતિ ઉત્પન્ન થાય છે. તથા કાલને લીધે ઉત્પન્ન થતાં જરા, ઇંદ્રિયહાનિ વગેરે માહ્ય દુ:ખાના અભાવને લાભ થાય.
>
Page #6
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
: ૩ :
બે ઘડી વેગ િજાન્યઘોળતા થૈયે, જૈ શ્રદ્ધા જ કારે
मैत्री जनप्रियत्वं च, प्रातिभं तत्वमानसम् ॥ १॥ • વધારે શું કહીએ? એગથી બુદ્ધિની સ્થિરતા, ધીરજ, (આત્મા, પુણ્ય, પાપ, પુનર્જન્મ, દેવ, ગુરુ વગેરે પરની) શ્રદ્ધા, સર્વ જી સાથે મૈત્રીભાવ કપ્રિયતા અને તત્ત્વની પરીક્ષા કરી શકે તેવું પ્રતિભાશાલી મન પ્રાપ્ત થાય છે. અને
अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरिषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च,
ચોપાટ પ્રથમં હિ હિલ // યેગની પ્રવૃત્તિ કરતાં જ સાધકમાં આ લક્ષણે પ્રકટે છે; ઇદ્રિની ચપળતાને નાશ, રોગરહિતપણું, ક્રૂરતાને અભાવ, શરીરમાંથી સુગંધનું નીકળવું, પેશાબ અને ઝાડાના પ્રમાણમાં ઘટાડે, શરીર પર તેજ, મુખ પર પ્રસન્નતા અને સ્વરમાં મધુરતા. તેમજ
दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधी
निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ १॥ ગની સિદ્ધિ થતાં નીચેનાં ચિહુને જણાય છે. કામક્રોધાદિ અંતરંગ દેને વિનાશ, પરમ તૃતિને અનુભવ, મન
Page #7
--------------------------------------------------------------------------
________________
હમબોલ–થમાળા વચન અને કાયાને ઉચિત વ્યાપાર, અત્યંત સમતા, વૈર વગેરેને નાશ અને તંભરા એવી પ્રજ્ઞા. ' મહર્ષિ પતંજલિએ પણ તેમના પ્રસિદ્ધ યોગદર્શનમાં કહ્યું છે કે “અહિં વાગતછા તત્તરાધ વૈરા / ર-ર છે ” અથત હિંસારૂપ વિતર્કમાં રહેલાં અનંત દુઃખને સાવધાનપણે વારંવાર વિચાર કરવાથી જ્યારે સાધક પેગીના ચિત્તમાંથી હિંસાના હેતુભૂત સંસ્કારે દગ્ધબીજભાવને પામી જાય છે,
ત્યારે તેના ચિત્તમાં હિંસાનું પુરણ પણ થતું નથી. એવી રીતે તે સાધક યેગીના ચિત્તમાં જ્યારે અહિંસાની સ્થિરતા થાય છે ત્યારે તેની સમીપમાં આવેલાં સિંહ અને હાથી, વાઘ અને હરણ, મેર અને સાપ, નેળિયે અને નાગ, બિલાડી અને ઊંદર વગેરે સ્વાભાવિક વૈરવાળાં સર્વ પ્રાણીઓ તે અહિંસક ચગીના ચિત્તને અનુસરનારાં થઈ પોતપોતામાં રહેલા સ્વાભાવિક વૈરનો ત્યાગ કરે છે. તાત્પર્ય કે-તે લેગીના અંત:કરણમાં અહિંસા ભાવને નિશ્ચય એટલે પ્રબલ થયે હોય છે કે તે ગીની સમીપમાં આવેલાં સ્વાભાવિક વૈરવાળાં પ્રાણુંઓની વૈરવૃત્તિ દબાઈ જાય છે, તેથી તેઓ પરસ્પર તથા ગી પ્રત્યે સનેહભાવથી વર્તે છે. આ જ કારણે વેગીઓને સિંહવ્યાધ્રાદિ પ્રાણીઓ પીડા કરી શકતાં નથી,
મહાભારતની નીચેની પંક્તિઓ પણ આ હકીકતને પુષ્ટિ આપે છે.
अभयं सर्वभूतेभ्यो, दत्त्वा यश्चरते मुनिः। - न तस्य सर्वभूतेभ्यो, भयमुत्पद्यते कचित् ॥ १॥
Page #8
--------------------------------------------------------------------------
________________
પંદરમું' ×
યક
એ ઘડી યુગ
જે મુનિ (ચેાગી) સવ પ્રાણીઓને અભય આપીને વિચરે છે, તે મુનિને સ` પ્રાણીઓથી કાઇ પણ વાર ભય ઉપજતા નથી.
ચેાગથી ૠત ભરા એવી પ્રજ્ઞા ઉપજે છે, એ વાતનુ' સમન અનેક ચેાગીઓએ કરેલુ છે, તેમજ મહર્ષિ પતંજલિએ પણ કરેલું છે. તેએ ચોગદર્શનના સમાધિપાદમાં જણાવે છે કે તમરા તંત્ર પ્રજ્ઞા ॥ ૩-૪૮॥ ત્યાં એટલે અધ્યાત્મ-પ્રસાદ ઉત્પન્ન થયે ચાગીને જે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે તે ઋતભરા હાય છે. શ્રુતં "એટલે સત્યનું વિત્તિ ધારણ-પાષણ કરે છે તે ઋતંભરા, વધારે સ્પષ્ટ કહીએ તે શ્રુતપ્રજ્ઞા, અનુમાન પ્રજ્ઞા અને લૌકિક પ્રત્યક્ષ પ્રજ્ઞાથી વસ્તુમાં રહેલા સાધારણ ધર્માં સમજાય છે, ત્યારે શ્રૃતભરા પ્રજ્ઞાથી વસ્તુમાં રહેલા અસાધારણ ધર્માં સમજાય છે અને તેથી દૂર રહેલું, પૃથ્વી આદિથી ઢંકાચેલું અને ભૂત તથા ભાવિના ગર્ભમાં છુપાયેલું બધું પ્રત્યક્ષ થાય છે. નીચેનું શાસ્ત્રવચન પણ તે જ હકીક્ત કહે છેઃ
आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते योगमुत्तमम् ॥ १ ॥
"
શ્રવણુ, મનન અને ધ્યાનાભ્યાસમાં આદરરૂપ નિદિધ્યાસન એ ત્રણ ઉપાયેાવડે પ્રજ્ઞાને અત્યંત ઉત્કૃષ્ટ કરતા એવા ચેગી ઉત્તમ ચાગને એટલે નિીજ ચાગને પામે છે.
(૨) યાગથી પ્રાપ્ત થતી લબ્ધિ.
યાગથી કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે?' તેનુ વર્ણન કરતાં નિગ્રંથ મહર્ષિઓએ જણાવ્યુ` છે કે—
C
Page #9
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-થથમાળા : ૬ : . कफविगृण्मलामर्षसौषधिमहर्धयः ।
संभिन्नश्रोतो लन्धिश्च, योगताण्डवडम्बरम् ।।१।। કફ, થંક, મલ અને શરીરના સ્પર્શ વગેરેવડે સર્વ ઔષધિઓનું કામ કરવાની ત્રાદ્ધિ તથા એક ઇંદ્રિયથી બીજી ઇદ્રિયનું કામ કરવાની લબ્ધિ એ યુગને જ મહિમા છે.
चारणाशीविषावधिमनःपर्यायसम्पदः। योगकल्पद्रुमस्यैता विकासिकुसुमश्रियः ॥ १॥
ચારણુલબ્ધિ એટલે આકાશમાં ગમનાગમન કરવાની શક્તિ, આશીવિષ લબ્ધિ એટલે નિગ્રહ-અનુગ્રહ કરવાની શક્તિ, અવધિ લબ્ધિ એટલે અવધિજ્ઞાન, મનઃ પર્યાયલબ્ધિ એટલે મન:પર્યાય જ્ઞાન, આ સર્વ ગરૂપ વૃક્ષના વિકસ્વર થયેલા પુપની શોભા છે.
તે ઉપરાંત જે આધ્યાત્મિક લાભ થાય છે, તેનું વર્ણન કરતાં એ મહર્ષિઓ જણાવે છે કે
कुण्ठी भवन्ति तीक्ष्णानि, मन्मथास्त्राणि सर्वथा । योगवर्मावृत्ते चित्ते, तपच्छिद्र कराण्यपि ॥१॥
ગરૂપી બખ્તરને ચિત્ત પર ધારણ કરવાથી તપમાં કાણું પાડનારાં એવાં કામદેવનાં તીણ શો પણ સર્વથા બૂઠો બની જાય છે. તાત્પર્ય કે–જે સંગ તપસ્વીઓનાં ચિત્તને કામથી વિહ્વળ બનાવી શકે છે, તે અંગે યેગીના મનને કંઈ અસર કરી શક્તા નથી. મહાત્મા શ્લભદ્રની વાત આ હકીકતને વધારે સ્પષ્ટ કરશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
બે ઘડી વાગ
(૩) મહાત્મા સ્થૂલભદ્ર, શ્રી સ્યુલિભદ્ર મુનિગણમાં શિરદાર જે, ચોમાસું આવ્યા કેશા આગાર જે, ચિત્રામણુશાળાએ તપ-જપ આદર્યા જે ૧૦ મુનિઓના સમૂહમાં શ્રેષ્ઠ એવા સ્થલભદ્ર પિતાની યોગસાધનાની કસોટી કરવા ચિરપરિચિત એવી કેશા નામની વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા આવ્યા છે અને તેની અત્યંત કામે દીપક એવી ચિત્રામણુશાળામાં રહીને જપ-તપ કરવા લાગ્યા છે. તે સમયને આ પ્રસંગ છે.
કેશા ધીમી ચાલે ચાલતી ચિત્રામણુશાળામાં દાખલ થાય છે અને કહે છે –
આદરિયાં વ્રત આવ્યા છે અમ ગેહ , સુંદિર સુંદર ચંપકવણું દેહ જે,
અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જે. ૨. મુનિરાજ ! તમે સાધુનાં વ્રત આદરીને અમારાં ગૃહ આવ્યા છે, પણ ચંપકની કળી જેવી આ અતિ કમનીય કાયાને ભૂલી ન જતા ! તમે પણ અનંગના અવતાર છો, એટલે મારે અને તમારે મેળાપ આ દુનિયામાં ભાગ્યે જ જોવામાં આવે તે વિરલ છે. તાત્પર્ય કે–તમે આ સાધુતાને છોડીને મારી સાથે કામસુખ ભેગવે અને મને સુખી કરે.
પરંતુ વેગના ઉચ્ચ આસન પર આરૂઢ થયેલા મહાત્મા લિભદ્રને એ વચનની કંઈ પણ અસર થતી નથી. તેઓ વૈરાગ્યપૂર્ણ વાણીમાં વદે છે
Page #11
--------------------------------------------------------------------------
________________
ધોધ ગ્રંથમાળા
: 6:
સસારે મે' જોયુ સકલ સરૂપ જો, દર્પણની છાયામાં જેવુ રૂપ જો, સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩.
: પુષ્પ
થાય ?
કાશા ! હું સ‘સારમાં હતા ત્યારે એ રૂપને ધરાઈ ધરાઇને જોયુ હતુ, છતાં તૃપ્તિ થઈ ન હતી. અને કયાંથી દર્પણમાં પડેલી છાયાને પકડવા જનારા કેમ સફળ અથવા સ્વપ્નમાં સુખડી ખાનારની ભૂખ કયાંથી ભાંગે ? કે-શરીરનાં સૌદયમાં માહકતાના જે અનુભવ થાય છે, તે કાલ્પનિક છે ! કેવળ કાલ્પનિક ! ! અને તેથી તેને ગમે તેટલે ઉપભેગ કરવામાં આવે તે ચે તૃપ્તિ-સંતાષ–શાંતિસુખ મળતું નથી.
ના કહેશા તા નાટક કરશુ આજ જો. બાર વરસની માયા છે મુનિરાજ જો, તે છેાડી કેમ જાઉં હું આશાભરી જો. ૪.
થાય ?
તાત્પ
જો વિચાર કરવામાં આવે તે મહાત્મા સ્થૂલભદ્રે આ શબ્દોમાં ઘણું ઘણું કહી નાખ્યું હતું, પણ પ્રેમમાં પાગલ થયેલી પણ્યાંગના માને ? તેણે મહાત્મા સ્થૂલભદ્રના ચિત્તને ચળાવવા કહ્યું:
મુનિરાજ ! મારાં દિલનું દર્દ જાણેા, મારાં હૃદયની વેદના પિછાણા અને મારી મામૂલી માગણીને સ્વીકાર કરો. એમાં તમે આનાકાની કેમ કરેા છે ? જો તમે સરલતાથી નહિ માની જાએ તે મારે મારા ઉપાય કામે લગાડવે પડશે. એ ઉપાય ખીજો કાઈ નહિ પણ હાવ, ભાવ, વિભ્રમ અને અગવિક્ષેપથી ભરેલું નૃત્ય છે કે જે તમને ખૂબ પ્યારું હતું. ખાર માર
Page #12
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
: ૯ :
* બે ઘડી યોગ
વરસની મહેમ્બત એમ શું ભૂલી જવાય છે? એ મહોબ્બત આજે નવી આશાનું રૂપ ધારણ કરીને મારાં હૃદયને હચમચાવી રહી છે એટલે તેને પૂર્ણ કર્યા સિવાય અહીંથી ખસનાર નથી. - પૂર્વ નેહની સ્મૃતિ તાજી થાય ત્યાં રાગનાં બીજને અંકુર ફૂટે છે અને જોતજોતામાં તેનું મહાવૃક્ષ બની જાય છે, પરંતુ બીજ જ બળી ગયું હોય ત્યાં શું થાય? મહાત્મા સ્થૂલભદ્રનાં ચિત્તમાં રાગને અંશ પણ રહ્યો ન હતો. એટલે તેમણે કેશાની સાન ઠેકાણે લાવવાના ઉદ્દેશથી ધીર ગંભીર સ્વરે કહ્યું –
આશા ભરિ ચેતન કાલ અનાદિ જે, ભ ધરમથી હીણ થયે પરમાદી જે,
ન જાણું મેં સુખની કરણું જોગની જે. ૫ કેશા! તું આશાની વાત છેડી દે. આશા આકાશ જેવી અપાર છે અને તે કદિ પણ પૂર્ણ થતી નથી. આ ચેતન અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરે છે અને વિવિધ નિઓમાં ઉત્પન્ન થાય છે. એનું કારણ પણ એ આશા જ છે. વળી તે આશાના યુગથી જ મનુષ્ય પોતાનું લક્ષ્ય ચૂકે છે, પ્રમાદી બને છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે. જ્યાં સુધી મને આ વાતનું ભાન ન હતું ત્યાં સુધી હું તારી સાથે રહ્યો અને વિવિધ કડાઓ કરીને આનંદ પામે, પણ એ અજ્ઞાન ચેષ્ટા હતી, મેહ-મદિરાના પાનથી ઉત્પન્ન થયેલી મહામૂઢતા હતી, એ દૂર કરવાને એક અને અનન્ય ઉપાય વેગની સાધના છે, પણ તે વખતે મેં એને જાણ ન હતી. આજે એ સાધનામાં મારે પ્રવેશ થઈ ચૂકી છે અને તેમાં વિશેષ પ્રગતિ કરવાના હેતુથી જ તારા મંદિરે આવ્યો છું.
છે. એનું કારણ છે અને વિધિ
છે.
તે આશાના
Page #13
--------------------------------------------------------------------------
________________
હમબોધ-ચંથમાળા : ૧૦ :
આ શબ્દો સાંભળતાં જ કેશાના મુખ પર એક આશ્ચર્ય. ભર્યું સ્મિત ફરકી ગયું અને તે બોલી –
જેગી તો જંગલમાં વાસ વસિયા જે, વેશ્યાને મંદિરિયે ભેજન રસિયા જે,
તમને દીઠા એવા સયમ સાધતા જે. ૬. મુનિરાજ ! તમે અજબ-ગજબની વાત કરો છો ! જેને ગની સાધના કરવી હોય તે તે કઈ ગિરિરાજની ગેબી ગુફામાં પ્રવેશ કરે કે વન–અરણ્યના એકાંત પ્રદેશને આશ્રય લે અથવા
જ્યાં બીજા યેગીઓ પણ યોગસાધના કરતા હોય તેવા તપવનની પસંદગી કરે પણ મનુષ્યની વસતિથી ખીચખીચ ભરેલા શહેરમાં તે ન જ આવે! અને કદાચ કાર્ય પ્રસંગે આવે તે પણ ત્યાં સ્થિરતા તે ન જ કરે ! અને સમજી લે કે કઈ કારણવશાત્ ત્યાં સ્થિરતા પણ કરે તે ચે વેશ્યાનું મંદિર તે પસંદ ન જ કરે, કારણ કે ત્યાં મઘમઘતા મસાલાવાળાં અને તરત જ તેજ કરે એવા સ્વાદિષ્ટ-ગરિષ્ઠ ભેજન તૈયાર થતાં હોય છે–એ ભેજન આરોગવાં અને યોગની સાધના કરવી એ હસવા ને લેટ ફાકવા જેવી વાત છે. આવી રીતે ગસાધના કરનારા તે મારા જીવનમાં મેં તમને પહેલા જ દીઠા છે! અર્થાત્ અહીં આવવામાં ખરું પ્રજન એગસાધના નથી પણ મારે પુનઃ મેળાપ છે અને તે માટે હું તૈયાર છું. જવાબમાં સંયમમૂર્તિ શ્લભદ્રે કહ્યું
સાધશું સંયમ ઇચ્છાધ વિચારી જે, કૂર્મા પુત્ર થયા નાણું ઘરબારી જે, પાણુમાંહે પંકજ કેસે જાણિયે જે ૭.
Page #14
--------------------------------------------------------------------------
________________
પંદરમુ
: ૧૧ :
બે ઘડી યાગ
કેશા ! ચાગ અને ચેાગસાધના વિષે તારા ખ્યાલ કાઈ જુદા જ પ્રકારના લાગે છે, નહિ તેા ગિરિશુઢ્ઢાની, વનના એકાંતપ્રદેશની અને તપાવનની વાત ન જ કરત ! શુ' તુ જાણે છે કેadsपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेsपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्त्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ॥ १ ॥
જે મનુષ્યના હૃદયમાં રાગ રહેલા છે, તે ગિરિરાજની ગેબી ગુફામાં પ્રવેશ કરે કે વનના એકાંત પ્રદેશના આશ્રય લે તે પણ દોષના ભાગી બને છે, જ્યારે રાગના ત્યાગ કરી સત્કર્મમાં પ્રવૃત્તિ કરનારા અને પેાતાની પાંચે ઇંદ્રિયાને કાબૂમાં રાખનારા ઘરમાં રહે તે પણ તપ જ કરે છે. એથી જ કહેવાયુ છે કે નિવૃત્તરાગવાળાને ઘર પણ તપેાવન જેવું જ છે. ’
"
યોગ અનેક પ્રકારના હાય છે; હ્રયાગ, લયયાગ, મંત્રયાગ, રાજચેગ તેમાં અમે રાજયોગના આશ્રય લીધે છે અને તેની અનન્ય મને ઉપાસના કરી રહ્યા છીએ. આ ચેગમાં ઇચ્છાનિરાધ એ જ મુખ્ય વાત છે એટલે અમે સર્વે ઇચ્છાઓને, આશાને, અભિલાષાઓને, આસક્તિઓને ઉદધિનાં ઊંડા જળમાં પધરાવી દીધી છે અને નિરાસક્ત થઈને જ અહીં આવ્યા છીએ; તેથી તારા મંદિરમાં રહીને પણ ઇચ્છારાધરૂપી ચેોગની સાધના જરૂર કરીશું.
તું એમ કહે છે કે-આવી રીતે ચેાગની સાધના કરનારા તમને દીઠા તા હું જણાવું છું કે મહાત્મા કૂર્માંપુત્ર પણ ઘરમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
ધોધ-ગ્રંથમાળા
: ૧૨ :
: સુષ
રહીને જ યોગસાધના કરી હતી અને પરિણામે કેવલજ્ઞાની અન્યા હતા. બીજા પણુ અનેક મહાપુરુષોએ એ રીતે ઘરમાં રહીને ચેગસાધના કરીને ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં તેમાં કેરું રહી શકે છે, તેમ ભવાભવની પૂર્વ તૈયારીથી ચેાગસાધનાના અધિકાર પામી ચૂકેલા આત્મા સંસારમાં રહ્યા છતાં તેનાં પ્રલેાભનાથી નિરાળા રહીને ધારેલી યોગસાધના કરી શકે છે.
ચતુર કાશ્યા સમજી ગઈ કે મહાત્મા સ્થૂલભદ્ર પાતાને ત્યાગ, વૈરાગ્ય અને ચેાગની વાતા તરફ આબાદ ઘસડી રહ્યા છે. એટલે તેણે વાતની ક્રિશા પલટવા માટે કહ્યું:—
જાણી એ તે સધળી તુમારી વાત જો, મેવા મીઠા રસવતા મહુ જાત જો, અમ ભૂષણ નવનવલી ભાતે લાવતા જશે. ૮ તમારી યાગ અને સંયમની બધી વાતા જાણી ! એને હવે કૃપા કરીને બાજુએ રાખો અને અહીં અનેક જાતિના લિપસંદ મેવા તથા મીઠાઈ પડેલી છે, તેના ટથી ઉપભાગ કરે. અને એ દિવસેાને યાદ કરેા કે જ્યારે તમે એક દિવસ અપૂર્વ કલા-કારીગરીવાળી દામણી લાવતા તે બીજા દિવસે મનેાહર કુંડલા લાવતાં. વળી ત્રીજા દિવસે હીરાજડિત નથડી લાવતાં તે ચાથા દિવસે ગળાના હાર લાવતા ! આ રીતે તમે રાજ નવા નવા પ્રકારનાં અને નવાં નવાં આકારનાં આભૂષણા લાવતાં અને મારી દેહલતાને શણગારીને અપૂર્વ આનદ માણતા.
Page #16
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : ૧૩ :
બે ઘડી છે કેશ્યાના આ શબ્દો સાંભળીને મહાત્મા સ્થૂલભદ્રે કહ્યું:
લાવતા તો તું દેતી આદરમાન જે, કાયા જાણું રંગપતંગ સમાન છે,
ઠાલી તે કરવી શું એવી પ્રીતડી જે? ૯, કેશા! પાછલી વાતે સંભારવી એગ્ય નથી ! છતાં તું સંભારે છે, તે કહું છું કે–એ રીતે જે હું નિત્ય નવાં આભૂષણે ન લાવતે હેત તે તું મને આદરમાન દેત ખરી? તારાં એ આદરમાન મુખ્યત્વે મારાં આભૂષણને આભારી હતાં એમ હું માનું છું. પણ એ વાત જવા દે! કાયાનું સૌંદર્ય પતંગના રંગ જેવું પિકળ છે કે જે ઘડીકમાં ઊડી જાય છે. ચકવતી સનત્કુમાર જેવાની કંદર્પકાયા ઘડીમાં ઝાંખી પડી ગઈ તે બીજાની શી વાત? માટે કાયાની પ્રીત કરવી હરગીઝ નકામી છે. પ્રત્યુત્તરમાં કેશાએ કહ્યું :
પ્રીતલડી કરતા તે રંગભર સેજ જે, રમતાં ને દેખાડંતા ઘણું હેજ જે,
રીસાણું મનાવી મુજને સાંભરે જે. ૧૦ હવે કહેવાય છે કે “કાયાની પ્રીત કરવી હરગીઝ નકામી છે!” પણ હું ફલની ચાદરે બીછાવતી ને પલંગને સુંદર રીતે શણગારીને દેવશય્યા જે બનાવતી ત્યારે તમે મારા પર લદુ બની જતા હતા ! શું તે દિવસે એક જ ભૂલી ગયા કે જ્યારે તમે મારી સાથે નિરંકુશ ક્રીડા કરતા અને અધિકમાં અધિક નેહ વ્યક્ત કરતા ? વળી હું રીસાઈ જતી ત્યારે તમે
Page #17
--------------------------------------------------------------------------
________________
ધોધ-થથમાળા
: ૧૪ :
ઃ પુષ્પ
મને કેવા કેવા ઉપાચાથી મનાવી લેતા ? આ બધા પ્રસ`ગેા આજે મને સાંભરી આવે છે અને તમારા સ્નેહુને તાજો કરે છે. તેથી એ સ્થૂલભદ્ર ! દયાળુ થાઓ અને મારા પર દયા કરો.
કેશા અનુકૂળ પરિષદ્ધ ઉપજાવી રહી હતી, પણ મહાત્મા સ્થૂલભદ્ર મેરુની જેમ અડગ ઊભા રહ્યા હતા. તેમણે શાંતચિત્તે કહ્યુંઃ
સાંભરે તા મુનિવર મનડુ વાળે જો, ઢાંકયા અગ્નિ ધાયા પરજાળે જો, સયમમાંહી એ છે દૂષણ માટક જો. ૧૧.
કેશા! આ બધી ભૂતકાળની વાતા તાજી કરવી રહેવા દે, કારણ કે તેથી કાઈ ઉપયેગી અથ સરવાના નથી. જેણે ચેગસાધનાને સાચાં દિલથી સ્વીકાર કર્યાં છે અને મુનિવ્રત લીધાં છે, તેઓ આવી વાતા કદિ પણ યાદ કરતા નથી અને અનુપયેાગથી–અસાવધાનીથી કદાચ એવી કેાઇ વાત યાદ આવી જાય તે તેમાંથી પેાતાનાં મનને તરત જ પાછું વાળી લે છે અને બીજા કામમાં જોડી દે છે! આવી વાત કરવી તા દૂર રહી પરંતુ સાંભળવી એ પણ પાપ છે! પૂર્વભાગની સ્મૃતિ સયમની આરાધનામાં અતિ મેટું પાપ લગાડનારી બેરહમ ખલા છે. અગ્નિને જેમ ઢાંકીને રાખ્યા હાય તેા બધું સલામત રહે છે, અર્થાત્ તે કાઇ વસ્તુને લાવી શકતા નથી, પરંતુ તે જ અગ્નિ પરથી રાખ દૂર કરવામાં આવે ને તેની વિદાહક શક્તિને અવકાશ આપવામાં આવે તે! કેવુ ભયંકર પરિણામ આવે છે ? પૂર્વભાગની સ્મૃતિ આ અગ્નિ જેવી છે, તેથી તેને ઉખાળવી રહેવા દે.
Page #18
--------------------------------------------------------------------------
________________
પંદરમું ? : ૧૫
બે ઘડી યોગ પરંતુ કશા પુરાણ પ્રસંગની યાદ આપતી જ ચાલીઃ
મોટકું આવ્યું તું નંદનું તેડું જે, જાતાં ન વહે કંઈ તમારું મનડું જે,
મેં તમને તિહાં કોલ કરીને મોકલ્યા છે. ૧૨ યાદ છે મુનિરાજ ! નંદરાજાએ તમને તેડવા માટે પિતાના ખાસ માણસને મેકલ્યા હતા અને કહેવરાવ્યું હતું કે તમે તુરત જ આવી જાઓ. છતાં ત્યાં જવાનું તમારું દિલ થતું ન હતું ! એવું હતું મારા પ્રેમનું ગાઢ બંધન ! એવી મારી સાથે તમારી મીઠી મહેબૂત ! પણ મેં સમય પારખે અને તમને કહ્યું કે “રાજાજીના તેડાને માન આપવું જોઈએ. તમે ત્યાં જાઓ અને કામ પતાવીને પાછા વહેલા વહેલા આવી જજે.” ત્યારે તમે માંડ માંડ તૈયાર થયા અને હું જલદી પાછો આવી જઈશ એ કોલ આપીને વિદાય થયા. મને તમારા કેલ પર, તમારા વચન પર અથાગ વિશ્વાસ હતે એટલે તેમાં ભરોસો રાખીને તમને વિદાયગીરી આપી. પરંતુ તમે તમારા એ કોલ પાળે નહિં. ખરું કહેજે મુનિરાજ ! એ કેલને તમે વફાદાર રહ્યા છો ખરા?
વાત સાચી હતી. ઘટના એવી જ બની હતી. સ્થલભદ્ર નંદરાજા પાસે પહોંચ્યા ત્યારે જાણ્યું કે રાજદ્વારી કાવાદાવાથી પિતાનું ખૂન થયું અને મંત્રીપદ સંભાળવાને માટે પોતાના લઘુ બંધુ શ્રીયકને કહેવામાં આવ્યું છે, પણ શ્રીયકે એ વાતને સ્વીકાર ન કરતાં પોતાની ભલામણ કરી છે, એટલે રાજાએ પિતાને બોલાવેલ છે. સ્થલભદ્ર ગમે તેવા ત્યાગી હતા, છતાં
Page #19
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા
: ૧૬ :
માતાપિતા પ્રત્યે અપૂર્વ માન ધરાવતા હતા, એટલે પિતાના કરુણ મૃત્યુએ તેમના દિલને સખત ચોટ પહોંચાડી અને આવા પ્રસંગે પણ પોતે હાજર ન રહી શક્યા તેનું અત્યંત દુઃખ થયું. “હું કે કામાંધ ! કે બેવકૂફ!! બાર બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં પડયે રહ્યો, પણ પિતાની સારસંભાળ ન લીધી કે તેમની કઈ પણ પ્રકારની સેવા ન કરી શકે ! હવે મંત્રીપદ લઈને શું કરવું? રાજદ્વારી કાવાદાવાનાં આખરી પરિણામ કેવાં હોય છે, તેને દાખલે તે નજર સામે જ તાજે છે !” એટલે તેમણે કહ્યું: “પિતાજીના મૃત્યુ સમાચારથી મારું મન વિહૂલ બની ગયું છે, તેથી વિચાર કરવાને થડે સમય આપે. હું વિચારીને જવાબ આપીશ.” અને એ વિચાર કરવા તેઓ નગરના એક ઉદ્યાન તરફ ચાલ્યા. ત્યાં શું હકીકત બની તે કહી સંભળાવે છેઃ
મોકલ્યા તો મારગમાંહી મળિયા જે, સંભૂતિ આચારજ જ્ઞાને બળિયા જે, સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. ૧૩ કેશ! વાત સાચી છે કે તે મને મોકલ્યું અને હું ગયે. તે સાથે એ વાત પણ સાચી છે કે રાજાને પ્રત્યુત્તર આપીને હું તારી પાસે પાછો જ આવવાનું હતું, પણ દરમિયાન રસ્તામાં પ્રખર જ્ઞાની, ધ્યાની મહાત્મા શ્રી સંભૂતિવિજ્યને મેળાપ થયે અને તેમણે સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવીને મારી યુગ-યુગની મોહનિદ્રા ઉડાડી દીધી. પરિણામે ભેગના માર્ગને ભયંકર જાણીને મેં છોડી દીધું અને યુગના અનુપમ માર્ગને સ્વીકાર કર્યો. મારી વિનતિ પરથી આચાર્ય શ્રી સંભૂતિવિજયે મને
Page #20
--------------------------------------------------------------------------
________________
પંદરમું : * ૧૭ :
ઘડી ચમ પરમપવિત્ર યોગની દીક્ષા આપી. હવે તું સમજી શકીશ કે હું તારી પાસે પાછો કેમ ન આવી શકયે. - આ શબ્દોએ કેશાના દિલમાં મહાત્મા સ્થૂલભદ્રની પ્રામાણિકતા માટે ભારે માન પિદા કર્યું અને તે જ વખતે તેને વિચાર આવ્યું કે “આચાર્યશ્રી સંભૂતિવિજયે એવું તે શું કહ્યું હશે કે જેણે સ્થૂલભદ્રની નેહ-સરિતાને તરત જ સૂકવી નાખી અને વેગનું અજબ આકર્ષણ પેદા કર્યું?” આ પ્રશ્નનું સમાધાન મેળવવા તેણે કહ્યું:
શીખવ્યું તો કહી દેખાડો અમને જે, ધરમ કરતાં પુણ્ય વડે તમને જે,
સમતાને ઘેર આવી વેશ્યા ઈમ કહે છે. ૧૪ આચાર્યશ્રી સંભૂતિવિજયે તમને સમ્યક્ત્વનું શું સ્વરૂપ સમજાવ્યું તે મને કહે જેથી સમજ પડે કે તમારામાં આ અદ્ભુત પરિવર્તન કેમ થયું? એ વાત મને કહી સંભળાવવી એ તમારે ધર્મ છે. તમારા ઉપદેશથી હું ધર્મમાં સ્થિર થઈને જે આત્મસાધન કરીશ તેનું મોટું પુણ્ય તમે ઉપાર્જન કરશે.
મહાત્મા સ્થૂલભદ્ર સમજી ગયા કે કેશાના હૃદયમાં સત્યની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને તેને તૃપ્ત કરવામાં આવશે તે તેનું પરિણામ ઘણું સુંદર આવશે એટલે તેમણે સમ્યક્ત્વનું વરૂપ વિસ્તારથી સમજાવ્યું અને કેશાના મનમાં ભેગની અસારતા વિષે જે જે શંકાઓ હતી, તેનું નિરાકરણ કરીને ચારિત્ર વિષે સમજ આપી.
Page #21
--------------------------------------------------------------------------
________________
પમબોધચંથમાળા : ૧૮ :
વંદે મુનીશ્વર શંકાને પરિહાર છે, સમક્તિ મૂલે શ્રાવકનાં વ્રત બાર જે,
પ્રાણાતિપાતાહિક સ્કૂલથી ઉચરે જે. ૧૫ પિતાની બધી શંકાઓના ખુલાસા થતાં કેશાએ મહાત્મા લભદ્રને એક ભક્તની અદાથી વંદન કર્યું અને તેમની પાસે સમ્યકત્વમૂલ સ્થલ પ્રાણાતિપાત વિરમણવ્રત વગેરે શ્રાવકનાં બારે વ્રત ધારણ કર્યા.
કે અજબ ચમત્કાર ! જે વેશ્યા મુનિવરને ફેલાવવા આવી હતી અને યેનકેન પ્રકારેણુ પિતાનું ધાર્યું કરવા માટે કૃતનિશ્ચયા બની હતી. તે પોતે જ એમના અતુલ પ્રભાવથી ડેલી ગઈ અને સંયમની યથાશક્તિ સાધના કરવામાં પ્રવૃત્ત થઈ.
ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જે, આણું લઈને આવ્યા ગુરુની પાસે જે;
શ્રતનાણી કહેવાણા ચૌદ પૂરવી છે. ૧૬ કેશાએ શ્રાવકનાં વ્રત ઉરચર્યા અને ખરા દિલથી પવિત્ર જીવન ગાળવા માંડ્યું. એ રીતે મહાત્મા સ્થલભદ્ર પિતાની આસપાસના વાતાવરણને વિમલ બનાવી ચેગ સાધના કરતાં થકાં ચાતુર્માસને નિર્વિદને પૂર્ણ કરવામાં પૂરેપૂરા સફલ થયા. બીજા શબ્દોમાં કહીએ તે તેમણે ગસાધના માટેની જિનેશ્વરની આજ્ઞાને સુરક્ષિત રાખી અને તેને આત્મસંતોષ મેળવીને ગુરુની પાસે પાછા ફર્યા.
ગુરુ જ્ઞાની હતા અને શું બની ગયું છે, તે જાણું ચૂક્યા હતા એટલે સ્થૂલભદ્રે પિતાના ચાતુર્માસને જે વૃત્તાંત કહી
Page #22
--------------------------------------------------------------------------
________________
: ૧૯ :
બે ઘડી વેગ સંભળાવ્યો, તેને અક્ષરશઃ સાચે માન્ય અને “દુષ્કર! દુષ્કર ! દુષ્કર !” એવા શબ્દવડે અભિનંદન આપ્યાં.
. આ વખતે. સિંહની ગુફા આગળ ચાતુર્માસ ગાળીને આવેલા એક મુનિ પાસે જ ઊભા હતા અને ગુરુએ તેમને માત્ર “દુષ્કર” એવા શબ્દો કહ્યા હતા, એટલે તેમનું અભિમાન ઘવાયું અને હદયમાં ઈષ્યને સંચાર થયોઃ “હું સિંહની ગુફા આગળ ચાર ચાર મહિના રહ્યો તેને માટે ગુરુએ માત્ર દુષ્કર” એટલા જે શબ્દો કહ્યા અને આ સ્થૂલભદ્ર શહેરમાં રહ્યા, વેશ્યાને ત્યાં રહ્યા, તેની ચિત્રશાળામાં વસ્યા અને ભાતભાતનાં ભેજન જગ્યા, છતાં તેને “દુષ્કર, દુષ્કર, દુષ્કર” એમ ત્રણ વાર કહ્યું, માટે બીજા ચાતુર્માસ વખતે હું પણ ત્યાં જ જઈશ અને ગુરુના મુખે ત્રણ વાર દુષ્કર બોલાવીશ.
બીજું ચાતુર્માસ આવ્યું અને મુનિઓએ જુદા જુદા સ્થળે ચાતુર્માસ ગાળવા માટે ગુરુ પાસેથી આજ્ઞા મેળવી, ત્યારે આ મુનિએ કહ્યું: “હું કેશા વેશ્યાને ત્યાં રહીને ચાતુર્માસ ગાળીશ.” ગુરુએ કહ્યું: ‘એ કામ ઘણું દુષ્કર છે, માટે આવી પ્રતિજ્ઞા ન કરે.” છતાં મુનિએ આગ્રહ કર્યો, એટલે ગુરુએ “ભવિતવ્યતા અપરિહાર્યા છે ? એમ માનીને તેમને રજા આપી.
આ મુનિ કેશાને ત્યાં આવ્યા અને વસતિની માગણી કરી એટલે ધર્મને રાહ સમજી ચૂકેલી કેશાએ તેમની માગણી કબૂલ રાખી અને પિતાના મંદિરમાં આવેલા વિવિધ ખંડે બતાવીને તેમને કઈ પણ ખંડ પસંદ કરી લેવાને જણાવ્યું. ત્યારે મુનિએ પેલી ચિત્રશાળાની પસંદગી કરી. આથી
Page #23
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા
: ૨૦ :
: ૫૧
કાશાને લાગ્યું કે આ મુનિ તે મહાત્મા સ્થલભદ્રની હરિફાઈ કરતાં જણાય છે. એટલે તેણે ચિત્રશાળાની હા પાડી, અને સાથે જ તેમની કસોટી કરવાને પાકે સંકલ્પ કર્યો.
હજી ચાતુર્માસના થોડા જ દિવસે યતીત થયા છે અને મુનિ ગોચરીપાણીથી પરવારીને સ્વાધ્યાય કરતાં બેઠા છે કે કેશા સોળે શણગાર સજીને ત્યાં આવી અને ઝાંઝરનો ઝમકાર કરતી તથા વિવિધ પ્રકારને અભિનય કરતી અતિ મંજુલ સ્વરે બેલીઃ “મુનિરાજ ! શાતામાં તે છે ને? મારે ત્યાં આપને કઈ પણ પ્રકારની અડચણ તે નથી પડતી ને?” '
આ શબ્દો સાંભળતાં મુનિએ મસ્તક ઊંચું કર્યું, ત્યાં રૂપરૂપને અંબાર જેવામાં આવ્યું. પૂર્ણિમાના મુખ જેવું ગળ સુંદર મુખ ! લાંબું અણિયાળું નાક અને ગોટા ગુલાબી ગાલ! વિશાલ ભાલ, સુકુમાર બાહ, લાંબી પતલી દેહલતા અને તેમાં હીરામોતીને અપૂર્વ શણગાર ! વળી કાળ ભમ્મર કેશપાસ મનહર ફૂલડાંઓથી વિભૂષિત થયે થકો કામદેવના દુર્દાન્ત દંડ સમે ઢીંચણ સુધી લટકી રહ્યો છે. આવું રૂપ ને આવું સૌંદર્ય તેમણે કદિ પણ જોયું ન હતું. તેમણે અપ્સરાઓની વાત સાંભળી હતી, ઉર્વશી અને મેનકાનાં વર્ણને વાંચ્યાં હતાં, પણ તેને સાક્ષાત્કાર તે આજે જ થતો હતે ! સાંભળવામાં અને જોવામાં કેટલે તફાવત છે અને તેની મન પર કેવી અને કેટલી અસર થાય છે, તેને અનુભવ મુનિને થઈ રહ્યો હતે. એટલે તે બોલ્યાઃ “બાઈ, રેજ થેડી થોડીવાર અમારી પાસે આવતા જાઓ અને બે શબ્દો ધર્મનાં સાંભળીને જીવનમાં ઉતારતા જાઓ.’
Page #24
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
: ૨૧ :
બે ઘડી યોગ
પરંતુ ચતુર કેશાને તેમને મને ગત ભાવ સમજતાં વાર લાગી નહિ. તે બોલીઃ- કરીએ મુનિરાજ ! અમારે ધંધે એ રહ્યો કે ગમે ત્યારે ગમે તે ગ્રાહક આવી પહોંચે અને અમારે તેના મનનું રંજન કરવા માટે ખાસ ખીદમત ઉઠાવવી પડે. આ બધી જંજાળમાં તમારી પાસે આવીને બેસી શકાતું નથી.”
આ જંજાળ તે સદાની થઈ એ એમ કયાં છૂટવાની છે?” મુનિએ પિતાની મર્યાદા બહાર જઈને આ શબ્દો ઉચ્ચાય અને કેશા તરફ વિકાર યુક્ત દષ્ટિપાત કર્યો.
કેશાએ જોઈ લીધું કે મુનિનું મન ચળ્યું છે અને તે પિતાની સાધનાને માનસિક ભંગ કરી ચૂક્યા છે, એટલે તેમને ઠેકાણે લાવવા માટે કહ્યું -“મુનિરાજ, સરોવર કિનારે આવીને તરસ્યા રહેવાને કંઈ અર્થ નથી. પરંતુ અમારે ધંધે એવો રહ્યો કે જેની પાસે ધન હોય તેને જ બોલાવીએ, માટે એક કામ કરે કે અહીંથી નેપાળદેશમાં જાઓ અને ત્યારે રાજા પહેલી વાર જનાર મુનિઓને રત્નકંબલ આપે છે, તે લઈ આવે. તે તમારા મનની મુરાદ પૂરી થશે.”
બસ થઈ ચૂકયું. કશાનો પ્રેમ પાળવાને મુનિએ એક જ સ્થળે ચાતુર્માસ ગાળવાની પ્રતિજ્ઞા તેડી અને નેપાળને રાહ લીધે. ત્યાં જતાં રાજાએ રત્નકંબલ આપી અને તે લઈને પાછા ફર્યા. રસ્તામાં ચાર-ચખારના હાથે ખૂબ પજવણી થઈ, છતાં સહીસલામત પાછા આવી ગયા અને કેશાના હાથમાં રત્નકંબલ મૂકવાને સમર્થ થયા.
Page #25
--------------------------------------------------------------------------
________________
ધો-ગ્રંથમાળા
: ૨ :
, પુષ્પ
*
'
6
.
કાશાએ રાજનું સ્નાન કર્યાં પછી એ રત્નકમલથી પેાતાનું શરીર લૂછ્યું અને તેને બાજુની ખાળમાં ફેંકી દીધી. આ જોઈને મુનિ હાહાકાર કરતાં ખેલ્યાઃ ૮ અરે ! તેં આ શું કર્યું ? જેને માટે મે'. આટઆટલી સુશીખતા વેઠી તે રત્નકખલને ખાળમાં કેમ ફેંકી દીધી ? ' કોશાએ ઠાવકાઈથી કહ્યું: એમાં મેં... વિશેષ શું કર્યું છે ? જે તમે કર્યું છે તે મેં કર્યું છે.' મુનિએ પૂછ્યું: · એ કેવી રીતે ? ’ કેશાએ કહ્યું: ‘ રત્નક ખલ કરતાં અનેકગણું મૂલ્યવાન ચારિત્ર તમે વિષયની ખાળમાં ફૂંકી દીધું નથી ? નેપાલ જઇને રત્નકખલ લાવવામાં જે મહેનત પડી છે, તેના કરતાં અનેકગણી વધારે મહેનત મનુષ્યભવને પ્રાપ્ત કરવામાં તથા આવું સુંદર ચારિત્ર મેળવવામાં નથી પડી ? એ સઘળું શું ભૂલી ગયા ? આ દેહ તેા માટીના પિંડ છે અને તેને ચૂંથવામાં કઈ પણ સાર નીકળવાના નથી. ’
કાશાનાં આ વચનેાએ મુનિનું મન ઠેકાણે આણી દીધું અને તેમણે કશાના પરમ ઉપકાર માન્યો. પછી ચાતુર્માસ પૂણ થયે ગુરુ પાસે ગયા અને બનેલી સર્વ હકીકત જણાવીને થયેલી સ્ખલના માટે પ્રાયશ્ચિત્ત લીધું. તાત્પર્ય કે-જે સંચાગાએ ચેગી સ્થૂલભદ્રના ચિત્તને જરાયે ચલાયમાન કર્યું" ન હતું, તે સચેાગાએ સિંહની ગુઢ્ઢા આગળ રહીને તપશ્ચર્યાં કરનાર મુનિના ચિત્તને ચલાયમાન કર્યું.
કાલક્રમે યાગી સ્થૂલિભદ્ર શ્રીભદ્રબાહુસ્વામી પાસે ગયા અને તેમની પાસેથી દશ પૂર્યાં [અગાધ જ્ઞાન] અથ સહુ તથા ચાર પૂર્વી મૂલમાત્ર શીખીને ચૌદપૂર્વ ધારી થયા અને શ્રુતકેવલી કહેવાણા.
Page #26
--------------------------------------------------------------------------
________________
પંદરમું : * : ૨૩ :
બે ઘડી થાય પૂર્વી થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજજવલ ધ્યાને તેહ ગયા દેવલેક જે ગષભ કહે નિત્ય તેમને કરીએ વંદના જે ૧૭
એ રીતે ચૌદપૂર્વી થઈને તેમણે અનેક પ્રાણીઓને સન્માર્ગ દેખાડી તેમને ઉદ્ધાર કર્યો, પછી ઉજજવલ ધ્યાને કાળધર્મ પામતાં દેવલોકમાં ઉત્પન્ન થયા, જ્યાંથી ચ્યવીને કાલક્રમે મેસે જશે. કવિ રાષભદાસ કહે છે કે-આવા મહાગીને પ્રતિદિન ભક્તિભાવથી વંદના કરવી ઘટે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
યોગનું સ્વરૂપ
ગવિશારદેએ ગની વ્યાખ્યા જુદી જુદી રીતે કરી છે. કેઈએ કહ્યું છે કે “આત્મા અને પરબ્રહ્મનું ઐય તે ગ.” કેઈએ કહ્યું છે કે “ જીવાત્માને પરમાત્મા સાથે સંગ તે
ગ.” કેઈએ કહ્યું કે “ચિત્તની વૃત્તિઓને નિધિ તે ગ. કેઈએ કહ્યું છે કે “કર્મમાં કુશલતા તે ઇગ.” અને કઈએ કહ્યું છે કે “સમત્વ તે પયગ.” અપેક્ષા–વિશેષથી આ બધી વ્યાખ્યાઓ સાચી છે. १. परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातः, किमन्यद योगलक्षणम् ? ॥ હે રાજન ! આત્માનું પરબ્રહ્મની સાથે જે એક–પણું તે જ યોગ કહ્યો છે. યોગનું લક્ષણ બીજું શું હોય ? २ संयोगे योग इत्युक्तो जीवात्मपरमात्मनोः । ' જીવાત્મા અને પરમાત્માને સંયોગ યોગ કહેવાય છે. ૩ ચોશ્ચિત્તવૃપિનિષદ યોગ એટલે ચિત્તવૃત્તિઓને નિરોધ. ૪ સોનઃ જર્મg #ૌરાસ્ટમ્ યોગ એટલે કર્મમાં કુશલતા. જ રમવું યોગમુદારે સમત્વને યોગ કહેવાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પંદરમું
: ૨૫ :
બે ઘડી યાગ
આત્મા અથવા જીવાત્મા એટલે સામાન્ય કે અહિ ખ આત્મા. તે જેના વડે પરબ્રહ્મમાં જોડાઈ શકે-લીન થઈ શકે કે પરમાત્મપદની સાથે સચાગ પામી શકે તે યોગ. અહીં ‘યોજ્ઞનાવ્ યોઃ 'એ વ્યુત્પત્તિના આધાર લેવામાં આવ્યે છે અને સામાન્ય આત્માનું ઉત્થાન કરીને તેને પરમાત્મા બનાવી શકે તેવી ક્રિયાને ચેાગની સુજ્ઞા આપવામાં આવી છે.
બહિર્મુખ આત્મા અને પરમાત્મામાં તફાવત એ હોય છે કે—પહેલામાં ચિત્તની વૃત્તિઆના ઘણા જ વિક્ષેપ હાય છે, ત્યારે ખીજામાં તે તમામ વૃત્તિએ સમાહિત થઈ ગયેલી હાય છે. એટલે ચિત્તવૃત્તિઓના નિરાધ કરીને તેને સમાહિત બનાવનારી જે ક્રિયા તે ચેાગ, એમ કહેવામાં પણ મુખ્ય આશય બહિર્મુ ખતાને દૂર કરી અંતમુ ખતા પ્રકટાવવાના અને એ રીતે આત્મસ્વરૂપમાં તદાકાર થઈને છેવટે પરમાત્મપદ પામવાના છે.
આત્માના ઉત્થાન માટે જે ક્રિયાએ અવશ્ય
કરવા યાગ્ય છે, તે કમ ” કહેવાય છે. આવું કમ કરવામાં કુશલતા રાખવાથી અહિંસુ ખતા ટળતી જાય છે, અંતમુ ખતા પ્રકટતી જાય છે અને છેવટે પરમાત્માના પ્રકાશ થાય છે. એટલે કર્મની કુશલતાનુ તાત્પર્ય પણ પરમાત્મપદની પ્રાપ્તિ જ છે.
રાગથી ખરડાવું નહિ કે દ્વેષને વશ થવુ" નહિ, તેને સમત્વ કહેવાય છે. આવું સમત્વ ઉત્પન્ન થતા વીતરાગતા પ્રકટે છે અને તે જ પરમાત્માની સ્થિતિ છે. એટલે સમત્વથી પણ આત્માને પરમાત્મા બનાવનારી ક્રિયા જ અભિપ્રેત છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
ધોધગ્રંથમાળા
• ૨૬ :
: પુષ
આ રીતે બધી વ્યાખ્યાઓનું તાત્પય એ નીકળે છે કેઆત્માને પરમાત્મા બનાવનારી ક્રિયા તે ચેગ.
હવે નિગ્રંથ મહર્ષિઓએ ચેાગની જે વ્યાખ્યા કરી છે, તેના મમ સમજીએ. પરમયેાવિશારદ પરમપ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે.
मुक्खेण जोयणाओ जोगो सव्यो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाउगओ विसेसेणं ॥ १ ॥
પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા એવા સર્વ પણ ધર્મવ્યાપાર મેાક્ષમાં જોડનારા હાવાથી યાગ જાણવા ( આ વ્યાખ્યા ફોનનાર્ યોગઃ એ વ્યુત્પત્તિને સિદ્ધ કરવા માટે કરી, પરંતુ) વિશેષતાથી કહીએ તે સ્થાનાઢિગત એવા જે ધર્મવ્યાપાર તેને ચેગ જાણવા.
સ્થાનાદ્ગિગત ધર્મ-ન્યાપારનું સ્વરૂપ—
ठाणुन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा भणिओ ।
શાસ્ત્રોમાં પાંચ પ્રકારનું કહેલું છે. તે આ રીતે ટાળ કહેતાં સ્થાનાઢિગત ધર્મવ્યાપાર. તેમાં સ્થાનથી કાચાટ્સ, પદ્માસન, પર્યં કાસન વગેરે આસને સમજવાં. ઉન્ન કહેતાં વગત ધર્મવ્યાપાર. તેમાં વર્ષોંથી સૂત્રગત× વાં-શબ્દ
× સૂત્રનું લક્ષગ્—
अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥
ઘેાડા અક્ષરાવાળું હોય, સદેહ્રહિત હોય, સારવાળું હાય, સર્વ ભણી મુખવાળુ હેાય એટલે કે યથાયેાગ્ય અન્વય થવાની યાગ્યતાવાળુ હાય,નિરથ’ક શબ્દ વિનાનુ હાય અને નિર્દોષ હાય, તેને સૂત્રવેત્તાએ સૂત્ર જાણે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પંદરમું : - ૨૭ :
બે ઘડી યગ સમજવા. ગરા કહેતાં અર્થગત ધર્મવ્યાપાર તેમાં અર્થથી સૂત્રને અભિધેય વિશેષ સમજે. આર્જવા કહેતાં આલંબનગત ધર્મવ્યાપાર. તેમાં આલંબનથી પ્રતિમાદિ બાહા વિષયનું ધ્યાન સમજવું અને દિત કહેતાં આલંબન રહિત ધર્મયાપાર. તેને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ સમજવી. તાત્પર્ય કેકેઈ પણ સુખાસનને સ્વીકાર કરીને વીતરાગ મહાપુરુષોએ કહેલાં સારાભૂત વચને અને તેના અભિધેય વિષયનું અનન્ય શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું તથા તેમની પ્રતિમા વગેરેનું આલબન લઈને ધ્યાનસ્થ થવું અને છેવટે સર્વ બાહ્ય આલંબનેને. ત્યાગ કરીને નિજ સ્વરૂપમાં જ મગ્ન થવું તે રોગની ક્રિયા છે.
અન્ય સ્થળે તેમણે યોગને પરિચય આ રીતે આવે છે अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद्योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥ १ ॥
અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય મેક્ષમાં જોડનારા હેવાથી એમ કહેવાય છે. ગની આ પાંચે ભૂમિકાએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, એટલે અધ્યાત્મથી ભાવના પ્રકટે છે, ભાવનાથી ધ્યાન પ્રકટે છે, ધ્યાનથી સમતા પ્રકટે છે અને સમતા પ્રકટવાથી વૃત્તિને સંપૂર્ણ ક્ષય થાય છે, જે પરમાત્માની અવસ્થા છે. અધ્યાત્મની ઓળખાણ આપતાં તેમણે કહ્યું છે કેअध्यात्ममत्र परम-उपायः परिकीर्तितः। गतौ सन्मार्गगमनं, यथैव पप्रमादिनः ॥१॥
Page #31
--------------------------------------------------------------------------
________________
ધોધગ્રંથમાળા
: ૮ :
: R
માક્ષને માટે જુદાં જુદાં અનેક સાધનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેમાં અનુભવી પુરુષોએ અધ્યાત્મને જ પરમ ઉપાય કહ્યો છે. અધ્યાત્મ એટલે અપ્રમાદી આત્માઓનુ આ સ'સારને વિષે સન્માર્ગમાં પ્રવર્ત્તન.
શ્રીમતૢ યશેાવિજયજી ઉપાધ્યાયે પણ અધ્યાત્મના અથ લગભગ આવા જ કર્યાં છે. તેઓ અધ્યાત્મસારમાં કહે છેઃ
गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
प्रवर्त्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः ॥ १ ॥ જે આત્માએ પરથી મહુના અધિકાર ચાલ્યા ગયા છે, એવા આત્માની આત્માને ઉદ્દેશીને થતી શુદ્ધ ક્રિયાને જિનેશ્વરાએ અધ્યાત્મ કહ્યું છે.
અપ્રમાદી થઈને સન્માર્ગ માં પ્રવર્ત્તવું અને માહુરહિત થઇને આત્મસુધારણા માટે ક્રિયાશીલ થવું એ તાત્ત્વિક રીતે એક જ છે.
ભાવના એટલે અનિત્યાદિ ખાર ભાવનાએ અથવા મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના. તેનાં અનિત્યાદિ ખાર ભાવનાના પરિચય અમે ભાવનાસૃષ્ટિમાં વિસ્તારથી કરાવ્યે છે અને મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ અહીં સંક્ષિપ્તમાં જણાવીએ છીએ.
કાઈપણ જીવા પાપ ન કરા, કાઈપણુ દુઃખી ન થા અને આ જગના સવ,જીવા કમથી મુક્ત થાએ, આ પ્રકારની ભાવના મૈત્રી કહેવાય છે. જીવહિંસાદિક સમગ્ર દોષને દૂર
6
Page #32
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : ૨૯ :
બે ઘડી યોગ - કરનારા અને યથાસ્થિત વસ્તુતત્વને જેવાવાળા મહાપુરુષના શમ, દમ, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્ય આદિ ગુણે તેને પક્ષપાત કરે એટલે કે તેમાંથી આનંદ થ તે પ્રમાદ ભાવના છે. દીન, દયાપાત્ર, આર્ન, તૃષ્ણારૂપી અગ્નિવડે કરીને બળી રહેલા, વિવિધ દુખેથી પીડાયેલા, વૈરીથી દબાયેલા, રોગથી પીડાયેલા, મૃત્યુના મુખમાં સપડાયેલા છેને તે તે દુઃખોમાંથી મુક્ત કરવા માટે હિતોપદેશ તથા દેશકાલની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, ઔષધિ વગેરેવડે મદદ કરવી તે કરુણા ભાવના કહેવાય છે. અને ગમ્યાગમ્ય, ભાભશ્ય, કર્તવ્યાકર્તાવ્યાદિ વિવેક વિનાના અને તેથી દૂર કર્મ કરવાવાળા નિઃશંકપણે દેવગુરુની નિંદા કરનારા અને સદેષ છતાં પિતાની પ્રશંસા કરનારા જ ધર્મદેશનાને અયોગ્ય જણાતાં, તેઓની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કહેવાય છે. *
આ ભાવનાઓનું મહત્વ નીચેની પંક્તિઓથી સમજાય છે – मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥ १ ॥ ધર્મધ્યાન પ્રાપ્ત કરવા માટે આત્માને મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનામાં જે, કારણ કે તે જ તેનું રસાયણ છે.
ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. તેને વિચાર અમે મનનાં મારણમાં વિસ્તારથી કર્યો છે, એટલે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લે.
* યેગશાસ્ત્ર.
Page #33
--------------------------------------------------------------------------
________________
ધમબોધ ગ્રંથમાળા : ૩૦ :
સમતા એટલે સમત્વ. .
વૃત્તિસંક્ષય એટલે કોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને કામવાસનાને સંપૂર્ણ ક્ષય. મેહનીયકર્મની આ તમામ વૃત્તિને સંપૂર્ણ ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આત્મા પરમાત્મા બને છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો વેગનો પરિચય આ રીતે આપે છે –
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् ।
જ્ઞાનશાનયાત્રિકારત્નત્રયં ચ સર ? | પુરુષાર્થનાં મુખ્ય પ્રજનને વર્ગ કહેવામાં આવે છે. આવા વર્ગો ચાર છેઃ (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ અને (૪) મોક્ષ. તેમાં પુરુષોએ પ્રતિષ્ઠિત કરેલા વ્યવહારને ધર્મ કહેવાય છે; ખેતીવાડી, વેપાર, ઉદ્યોગ, રાજ્યવ્યવસ્થા વગેરે આર્થિક ઉત્પાદનનાં સાધને તથા તે દ્વારા એકત્ર થતી સંપત્તિ ને અર્થ કહેવાય છે; આનંદ-પ્રમદ, મુંજશેખ કે વિષયભેગને કામ કહેવાય છે અને આધિ, વ્યાધિ તથા ઉપાધિના મૂળ કારણરૂપ કર્મબંધનેને છેદવાં તે મેક્ષ કહેવાય છે. આ ચાર વર્ગમાં શ્રેષ્ઠતા મેક્ષની છે, એ નિર્વિવાદ છે.
સાંખ્ય, વૈશેષિક, ન્યાય, બૌદ્ધ વગેરે તમામ અગ્રગણ્ય દર્શને એ તત્વની વિચારણામાં નિઃશ્રેયસ અથવા મોક્ષને જ પ્રાધાન્યપદ આપેલું છે. આ મોક્ષપ્રાપ્તિને ઉપાય વેગ છે અને તે સમ્યગૂજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયી છે. તાત્પર્ય કે-મેક્ષમાં જોડનાર સર્વ ધર્મવ્યાપાર
Page #34
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : ૩૧ :
બે ઘડી તે ગ છે અને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન તથા સમ્મચારિત્ર મોક્ષમાં જોડનારે ધર્મવ્યાપાર છે, માટે તે રોગ છે.
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર વ્યવહારથી જુદા જુદા છે, પણ નિશ્ચયથી તે આત્માનું પિતાનું જ સ્વરૂપ છે; એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ, આત્મદર્શન કે આત્માની શક્તિઓને સાક્ષાત્કાર એ જ યુગ છે, એમ માનવામાં કઈ જાતની હરકત નથી. અને આમ માનતાં જે મહાત્માઓએ
તદનાળુવાળો ચો: તે આત્મદર્શનને ઉપાય રોગ છે” “ફૂમતાં ત્રાવક્ષેત્ર ચોર ઘરમતમત્ત: ગવડે પરત્માની સૂક્ષમતાને સાક્ષાત્કાર કરવ” વગેરે જે વચને કહ્યાં છે તે સંગત કરે છે. તથા જે એમ કહેવાયું છે કે स्नातं तेन समस्ततीर्थसलिले सर्वाऽपि दत्तावनियज्ञानां च सहस्रमिष्टमखिला देवाश्च संपूजिताः। संसाराच्च समुद्धताः स्वपितरत्रैलोक्यपूज्योऽप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि, स्थैर्य मनः प्राप्नुयात् ॥ १॥
જે મનુષ્યનું મન આત્મવિચારણામાં ક્ષણ પણ સ્થિરતા પ્રાપ્ત કરે છે તેણે સકલ તીર્થોનાં જલમાં સ્નાન કર્યું છે, સમસ્ત પૃથ્વીનું દાન દીધું છે, હજારે યજ્ઞ કર્યા છે, સર્વ દેને સારી રીતે પૂજ્યા છે, પોતાના પિતૃઓને સંસારથી ઉદ્ધાર કર્યો છે અને તે ત્રણે લોકમાં પૂજ્ય છે. कुलं पवित्रं ' जननी कृतार्था,
विश्वंभरा पुण्यवती च तेन ।
Page #35
--------------------------------------------------------------------------
________________
ધમોધગ્રંથમાળા
: ૩૨ :
अपारसंवित्सुखसागरेऽस्मि - लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥ १ ॥
- પુષ્પ
જે મનુષ્યનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ પરબ્રહ્મમાં લીન થાય છે, તેનું કુલ પવિત્ર છે, તેની માતાને ધન્ય છે અને તેનાથી જ પૃથ્વી પાવન થાય છે.
તે સર્વે યોગના જ મહિમા ઠરે છે.
અનુભવી પુરુષાને એ સ્પષ્ટ અભિપ્રાય છે કે
ईज्या चारदमा हिंसा - दान स्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मो, यद्योगेनात्मदर्शनम् ॥१॥
રૂબ્યા એટલે વિવિધ પ્રકારના યજ્ઞ-યાગા, આચાર એટલે ઇંદ્રિયોનું શુષ્ક દમન, પરાપકાર કરવાની પ્રવૃપઠનપાઠન આદિ તમામ ધર્મ છે.
એક એમ કહે
સ્નાનાદિ માહ્ય આચારા, મ એટલે અર્દિત્તા એટલે જીવદયા, જ્ઞાન એટલે ત્તિએ અને સ્વાધ્યાય એટલે શાસ્ત્રનુ કર્મામાં ચેાગવડે થતું આત્મદર્શન જ પરમ ચાગ વિષે કેટલાક વાદવિવાદ ચાલે છે. છે કે ભક્તિયેાગથી જ માક્ષ મળે છે, ત્યારે છે કે જ્ઞાન વિના ભક્તિ શી રીતે થાય ? માટે મેક્ષ તે જ્ઞાનચેાગથી જ મળે છે. ત્યારે ત્રીજા એમ કહે છે કે ભક્તિ અને જ્ઞાન પણ એક પ્રકારનું કર્મ નહિ તેા બીજું શું છે? ઈશ્વરની ભકિત કરવી કે આત્માનુ' જ્ઞાન કરવુ' એ પણ એક પ્રકારતુ કમ છે. માટે મેક્ષ તા કમચાગથી જ મળે છે. પરંતુ આ બધાં એકાંત વચના છે. માક્ષ કે આત્માનું દર્શન નથી
બીજા એમ કહે
Page #36
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : ૩૩
બે ઘડી બેગ તે એકલી ભક્તિથી થતું, નથી તે એકલા જ્ઞાનથી થતું કે નથી તે એકલા કર્મથી થતું પણ એ ત્રણેના સંયુક્ત અનુસરણથી જ થાય છે.
ભક્તિ કરવી હોય તે આત્મા–પરમાત્મા વગેરેનું જ્ઞાન જોઈએ અને તે અનુસાર કર્મ એટલે ક્રિયા પણ જોઈએ. જ્ઞાન અને કર્મ વિના આજ સુધી કેઈએ ભક્તિ કરી છે ખરી? જ્ઞાનથી અહીં શાસ્ત્રજ્ઞાન નહિ પણ આત્મજ્ઞાન સમજવાનું છે. તે જ રીતે જેઓ આત્મજ્ઞાની થયા તે ભક્તિ એટલે શ્રદ્ધા અને કર્મ એટલે સદાચાર વગેરેના બળથી જ થયા છે. તથા જેઓ કર્મચારી કહેવાયા છે, તેમણે પણ ભક્તિ અને જ્ઞાનને આશ્રય અવશ્ય લીધેલ છે. જે તેમને સિદ્ધાંતે પ્રત્યે ભક્તિશ્રદ્ધા ન હોત તે તેઓ પિતાના માર્ગમાં કેવી રીતે ટકી શક્યા હોત? અથવા સિદ્ધાંતનું વાસ્તવિક જ્ઞાન ન હેત તે પણ તેમણે કર્મમાર્ગમાં શી રીતે પ્રવૃત્તિ કરી હતી? એટલે ભક્તિ, જ્ઞાન અને કર્મ એ ત્રણે સાધના સંયુક્ત ઉપગથી જ સાચી ગસાધના થઈ શકે છે. અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું વ્યાજબી લેખાશે કે અનેકાંતમાં માનનારા નિગ્રંથ મહર્ષિઓએ “ પવનસારવારિવાળિ મોક્ષમાર્ગ-સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મેક્ષને માર્ગ છે” એમ કહીને આ વિવાદનું સુંદર સમાધાન કરેલું છે. સમ્યગદર્શનમાં શ્રદ્ધા પ્રધાન હોવાથી તેને લગતી પ્રવૃત્તિઓ એક પ્રકારને ભક્તિયોગ છે અને સમ્યગજ્ઞાનમાં મિથ્યાત્વના પરિહારપૂર્વક તત્ત્વના બેની મુખ્યતા હોવાથી તેને લગતી પ્રવૃત્તિઓ
Page #37
--------------------------------------------------------------------------
________________
ધોધગ્રંથમાળા
: પુષ્પ
એક પ્રકારના જ્ઞાનયોગ છે અને સમ્યક્ચારિત્રમાં ચરણ-કરણનું અગ્રેસરપણુ હાવાથી તેને લગતી પ્રવૃત્તિએ એક પ્રકારને કયાગ છે. આ ત્રણે સાથે મળે ત્યારે જ મેક્ષ છે. આ રીતે ત્રણે ચાગના સમન્વય કર્યાં પછી તેમણે એ પણ કહ્યુ` છે કેસમ્યાન સમ્યગ્દર્શન વિના સંભવતું નથી એટલે સમ્યગજ્ઞાનમાં સમ્યગ્દર્શનના અંતર્ભાવ થઈ શકે છે તેથી સમ્યગજ્ઞાન અને સમ્યક્રિયા એ મેાક્ષના માર્ગ છે એમ પણ કહી શકાય; અને સમ્યકૃક્રિયા સમ્યજ્ઞાન વિના સભવતી નથી એટલે સમ્યક્રિયા એ જ મેાક્ષના માર્ગ છે એમ કહેવામાં પણ કઈ હરકત નથી. તાત્પર્ય કે-ભકિતયેાગ જ્ઞાનયેાગમાં અંતર્ગત થાય છે, એટલે કમચાગ બધા કરતાં ચડિયાતા છે. અહીં કર્માંચાળથી સમ્યક્ચારિત્ર અભિપ્રેત છે, એ ભૂલવાનુ' નથી.
-
3x :
નિગ્રંથ મહર્ષિઓએ સમ્યકૂચારિત્રમાં સંવર અને નિર્જરાના સમાવેશ કર્યાં છે અને આ એ તત્ત્વા એવાં વ્યાપક કર્યાં છે કે તેમાં યાગની, આત્મદર્શનની સર્વે સુવિહિત પ્રણાલિકાઓના સમાવેશ થઈ જાય છે. આ વાત જરા વિસ્તારથી સમજીએ. સંવરના મુખ્ય ભેદો સત્તાવન છે. તે આ રીતે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ખાવીસ પરિષદ્ધ, દસ પ્રકારના યતિમ, બાર ભાવના અને પાંચ પ્રકારનું ચારિત્ર. તેમાં પાંચ સમિતિ જીવનને સઘળા વ્યવહાર સમ્યગ્રીતિએ ચલાવવાના અનુરોધ કરે છે. સમ્યગ્રીતિએ ચાલવું, સમ્યગૂરીતિએ બેલવું, સમ્યગરીતે આહારપાણીની ગવેષણા કરવી, સમ્યગ્રીતિએ વસ્ર-પાત્રાદિ સાધના લેવાં-મૂકવાં અને સમ્યગ્રીતિએ મલ તથા નકામી ચીજોનુ વિસર્જન કરવું. ત્રણ ગુપ્તિએ મનને નિગ્રહ કેમ કરવા,
Page #38
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : ૩૫ :
બે ઘડી યોગ વચનને નિગ્રહ કેમ કરે અને કાયાને નિગ્રહ કેમ કરે તે શીખવે છે. બાવીસ પરિષહ તિતિક્ષાની તાલીમ આપે છે. દસ પ્રકારને યતિધર્મ યમ, નિયમ, તપ અને પવિત્રતાને લગતા સર્વે અગત્યના ધર્મોનું પ્રતિપાદન કરે છે. બાર ભાવના અદયાત્મની પ્રબલ પુષ્ટિ કરે છે અને પાંચ પ્રકારનું ચારિત્ર કે જેને પ્રારંભ સામાયિકથી થાય છે, તેમાં આધ્યાત્મિક પ્રગતિના સર્વ ઉપાયે કામે લગાડેલા છે. - નિર્જરાના મુખ્ય ભેદે બાર છે. તે આ રીતે અનશન, ઊદરિકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ. તેમાં અનશન, ઊદરિકા, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ મુખ્યત્વે, કાયાની શુદ્ધિ માટે છે, એટલે કે તેનાં વિષય-વિકાર કેમ ઓછાં થાય તે દષ્ટિએ જાયેલાં છે. કાયકલેશમાં સામાન્ય રીતે સર્વ પ્રકારની તિતિક્ષા અને વિશેષ રીતે વિવિધ પ્રકારનાં આસનેને વિચાર કરેલું છે. સંલીનતામાં ઇદ્રિ અને કષાયોને જય બતાવેલ છે તથા એકાંતસેવનની હિમાયત કરેલી છે. પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવૃત્ય એ મુખ્યત્વે માનસિક શુદ્ધિ માટે જાયેલાં છે. સ્વાધ્યાય જ્ઞાનની વૃદ્ધિ માટે છે, ધ્યાન ચિત્તની એકાગ્રતા માટે છે અને ઉત્સર્ગ કષાયાદિ સર્વ વૃત્તિઓને ત્યાગ કરીને નિજસ્વરૂપમાં મગ્ન થવા માટે છે. - સંવર અને નિર્જરાનું આ સ્વરૂપ એમ બતાવવાને પૂરતું છે કે-નિગ્રંથ મહર્ષિએ પરમ યોગી હતા અને ગની સર્વ પ્રણાલિકાઓ અને તેના રહસ્યથી પૂરેપૂરા માહિતગાર હતા, જેથી . તેનાં સર્વ પ્રશસ્ત અંશેને આ રીતે સંગ્રહ કરી શક્યા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધચંથમાળા : ૩૬ :
અહીં પ્રસંગાનુસાર એક વસ્તુ કહી દઈશું કે જેમણે યેગને ઉત્કૃષ્ટ આનંદ માણ્યો છે અથવા અધ્યાત્મરસનું પૂર્ણ પાન કર્યું છે તેમને અંતિમ અભિપ્રાય એવો છે કે–
वादाश्च प्रतिवादाँश्च, वदन्तो निश्चितास्तथा । . तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ १॥
વાદે અને પ્રતિવાદો કરવાથી તથા “આ વસ્તુ આમ જ છે અને આ વસ્તુ તેમ જ છે” એવા નિશ્ચયકારી એકાંત વચને બલવાથી તવને પાર પામી શકાતું નથી. જેઓ વાદ-વિવાદમાં મચ્યા રહે છે, તેમની સ્થિતિ આ સંસારમાં ઘાણના બળદ જેવી છે. તાત્પર્ય કે-ઘાણને બળદ ઘણું ઘણું ફરે છે પણ પિતાના મૂળ સ્થાને જ ઊભું રહે છે, તેમ જેઓ માત્ર વાદવિવાદે કર્યા કરે છે પણ આત્મદર્શન માટે ઉદ્યત થતા નથી, તેઓ કંઈ પણ પ્રગતિ કરી શકતા નથી.
શ્રીમછંકરાચાર્યે પણ શબ્દજાળને મહાઅરણ્ય કહીને તેમાં ભૂલા ન પડતાં આત્મદર્શન કરી લેવાની હાકલ કરી છે અને મહાત્મા સુંદરદાસે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કેભાઈઓ ! પુરાણને પાર નથી, વેદને અંત નથી અને સાધુ–મહાત્માઓની વાણી પણ અપાર છે. તે બધા પર કેટલું અને કયાં ચિત્ત દેશે? માટે એ બધાના સારરૂપ એક કામ કરે કે શાંત ચિત્તે પ્રભુનું ધ્યાન ધરવું.”
એટલે આ ક્ષણભંગુર જીવનમાં જેને આત્મહિત સાધી લેવું છે તેણે વાદ-વિવાદના ચક્કરમાં પડ્યા વિના આત્મદર્શન માટે જ ઉદ્યમ કરો અને તે જ સાચી પેગસાધના છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
: ૩ : યોગસાધના ગિને મહિમા જાણ્યા પછી તથા તેના સવરૂપને ખ્યાલ મેળવ્યા પછી તેની સાધનામાં પ્રવૃત્ત થવું તે જરૂરી છે. કારણ કે–
क्रियायुक्तस्य सिद्धिः स्या-दक्रियस्य कथं भवेत् । न शास्त्रपाठमात्रेण, योगसिद्धिः प्रजायते ॥१॥
યિા યુક્તને સિદ્ધિ થાય પણ અદિયાવાનને કેમ થાય? યોગનાં શાસ્ત્ર વાંચી જવાથી કે સાંભળવા માત્રથી યોગની સિદ્ધિ થતી નથી.
યોગસાધનાનાં મુખ્ય અંગે બે છેઃ (૧) વૈરાગ્ય અને (૨) અભ્યાસ* વૈરાગ્ય એટલે પૌગલિક પદાર્થો પ્રત્યે * વૈાથાવાણા-વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિઓને નિરોધ થાય છે. સાંખ્ય દર્શન.
વ્યારાણામ્ય ક્રિોધ: પાતંજલ યોગદર્શન. જાન તુ તે! વૈr = @ I હે અર્જુન ! અભ્યાસ અને વૈરાગ્યવડે એ ચિતને નિષેધ અવશ્ય કરી શકાય છે. ગીતાજી.
Page #41
--------------------------------------------------------------------------
________________
ધમબોધ-ચંથમાળા : ૩૮ :
: પુષ્પ વિરક્તિ કે સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા. તે જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી ગસાધના યથાર્થ રીતે થઈ શકતી નથી, બીજા શબ્દોમાં કહીએ તે આપણી સામે બે માર્ગો પડેલા છે, એક ભેગને અને બીજો યેગને. તેમાંથી ભેગને માર્ગ છોડી યોગને માર્ગ પસંદ કરવું જોઈએ અને તે જ તેની સાધના વાસ્તવિક રીતે થઈ શકે. આ કારણે જ નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે—
अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणिअदृज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ १ ॥
માનવ જીવન નશ્વર છે, તેમાં પણ આપણું આયુષ્ય ઘણું પરિમિત છે. એક મેક્ષમાર્ગ જ અવિચલ છે. આમ જાણીને કામગથી નિવૃત્ત થવું જોઈએ.
उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चई ॥ १ ॥
જે મનુષ્ય ભેગમાં આસક્ત છે તે કર્મથી ખરડાય છે પણ ભેગમાં અનાસક્ત કર્મથી ખરડાતું નથી. ભેગી સંસારમાં પરિભ્રમણ કરે છે, ત્યારે ભેગવિરક્ત કર્મબંધનથી મુક્ત થાય છે.
जे केइ सरीरेऽसत्ता, वण्णे रूवे य सवसो । मणसा काय वक्केणं, सवे ते दुक्खसंभवा ॥ १ ॥
જે કઈ મન, વચન અને કાયાથી શરીરમાં, વર્ણમાં કે રૂપમાં આસક્ત છે, તે સર્વે પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
પંદરમું' :
: ૩૯ :
એ ઘડી યાગ
માટે—
संबुज्झह ! किं न बुज्झह ? संबोही खलु पेच्च दुल्लहा | सुलभं पुणरवि जीवियं ॥१॥
नो हूवणमन्ति राइओ, नो
હે મહાનુભાવા, સમજો ! બરાબર સમજો ! ! તમે એટલુ કેમ સમજતા નથી કે પરલેાકમાં સમ્યગ્બોધિ ( દર્શન, જ્ઞાન અને ચારિત્ર) પ્રાપ્ત થવી ઘણી જ સુરકેલ છે. જેમ ગયેલી રાત્રિએ પાછી આવતી નથી તેમ ગયેલું જીવન પણ પાછું આવતું નથી. અર્થાત્ તમને જે સમય અને સંયોગે પ્રાપ્ત થયા છે તેના ખની શકે તેટલી ત્વરાથી મેાક્ષ-સાધના માટે ઉપયાગ કરી લ્યા.
વિષયમાં સમાયેલા દોષ અને દુઃખાનું સ્મરણ કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને યેગસાધનામાં આગળ વધી શકાય છે. અભ્યાસની મહુત્તા વિષે મહાપુરુષોએ કહ્યું છે કે-सर्वेषां तु पदार्थानामभ्यासः कारणं परम् ।
સર્વે પદાર્થાંનું પરમ કારણુ અભ્યાસ છે. એટલે કે અભ્યાસવડે સર્વ કઈ સિદ્ધ થઈ શકે છે.
अभ्यासेन स्थिरं चित्त-मभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो, ह्यभ्यासेनात्मदर्शनम् || १ |
મન મર્કટ જેવું ચંચળ છે અથવા ધ્વજાના અગ્રભાગ જેવુ' ઋસ્થિર છે, છતાં તેને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. શરીરની નવસા નવાણું નાડીએમાં ફરી રહેલા વાયુને કાબૂમાં
Page #43
--------------------------------------------------------------------------
________________
ધોધ-ગ્રંથમાળા
: ૪૦ :
ઃ પુષ્પ
લેવાનુ કામ અત્યંત અઘરું જણાય છે, છતાં અભ્યાસથી તેને કાબૂમાં લઇ શકાય છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં અભ્યાસના આશ્રય લેવામાં આવે તે એ પણ થઈ શકે છે અને આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર જે ચેાગસાધનાનું પ્રધાન લક્ષ્ય છે, તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. તેથી સિદ્ધિની કામનાવાળાએ અભ્યાસના આશ્રય લેવા.
ચેાગમાગ માં જે આગળ અભ્યાસની જરૂર રહે છે. તેથી જ
વધ્યા હાય, તેમને પણ કહેવાયું છે કે—
अनभ्यासेन मर्त्यस्य प्राप्तो योगोऽपि नश्यति ।
જે મનુષ્ય અભ્યાસને છેાડી ટ્રુ છે તેના પ્રાપ્ત થયેલા ચેાગ પણ નાશ પામે છે.
યોગસાધનાનાં ઉત્તર અંગેા છ છે, તે માટે કહ્યુ' છે કે— उत्साहात्साहसाद्वैर्यात् तत्वज्ञानाच्च निश्चयात् । जनसंगपरित्यागात् षड्भिर्योगः प्रसिद्ध्यति ॥ १॥
ઉત્સાહ, હિમ્મત, ધૈર્ય, તત્ત્વજ્ઞાન, દૃઢ નિશ્ચય અને જનસૉંગપરિત્યાગ એ છ અંગોથી ચેાગ સારી રીતે સિદ્ધ થાય છે.
તાત્પર્યં કે–જેને ચોગસાધના કરવી છે, તેના હૃદયમાં સહુથી પહેલાં તે એવા ઉત્સાહ જોઇએ કે ‘હુ· યોગસાધના ક્યારે કરું? અને તેનાં લસ્વરૂપે નિજાન"દની મસ્તી કયારે માણું ? ' એક પ્રેયસીને પેાતાના પ્રિયતમને મળવા માટે જેવા અને જેટલા તલસાટ હાય છે, તેથી કઇશુ@ા અધિક તલસાટ
,
Page #44
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
: ૪૧ :.
બે ઘડી યોગ જ્યારે વેગ-મુમુક્ષુના અંતરમાં જાગે છે, ત્યારે જ એગની સાધનામાં સારો પ્રવેશ થાય છે. ગસાધના માટે ઉત્સાહ પ્રકટયા પછી તેને સાધવાની હિમ્મત કરવી જોઈએ. તાત્પર્ય કે-ગસાધના અતિ વિકટ છે, તે મારાથી કેમ થઈ શકશે? વખતે તેમાંથી કંઈ બીજું પરિણામ આવશે તે? આ યોગસાધના હું કરું કે ન કરું ?' આદિ શંકા અને ભયનાં સ્થાને ને તિલાંજલિ આપી “આ ગસાધના હું જરૂર કરી શકીશ” એવા દઢ વિશ્વાસ સાથે તેમાં પ્રવેશ કરવાની હિમ્મત કરવી જોઈએ. આ રીતે યોગસાધનામાં પ્રવેશ કર્યા પછી તેને પ્રસન્ન અને સ્થિર ચિત્તે નિત્ય અભ્યાસ કરવે જોઈએ અને તેમાં નાનીમેટી મુશ્કેલીઓ નડે તે તેને પૈર્યથી સામને કરે જઈએ. મુશ્કેલીઓ, અડચણે કે આફતોથી ડરી જનારા અને તેથી અંગીકાર કરેલું કાર્ય છોડી દેનારા કદિપણ કઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી, એ વાત સદેવ યાદ રાખવી ઘટે છે. વળી વિચારે કે વૃત્તિઓનાં વહેણને સ્થિર અને વ્યવસ્થિત કરવા માટે તરવજ્ઞાન પણ જરૂરી છે. તે સિવાય સાધનામાં જોઈએ તેવું બળ આવતું નથી. જેઓ આત્મા વિષે શ્રદ્ધા ધરાવતા નથી કે તેની નિત્યતામાં અને અનંતશક્તિમાં વિશ્વાસ ધરાવતા નથી તે આત્મદર્શન માટે કઈ રીતે પ્રાણ પાથરે? આ કારણે જ જ્ઞાનીઓએ તત્વની પ્રરૂપણું કરી છે અને તે સર્વ મુમુક્ષુઓ માટે એક સરખી ઉપયોગી છે. જેઓ એમ માને છે કે “આત્મા છે, તે નિત્ય છે, કમને કર્તા છે, કર્મને ભોક્તા છે. તેને મોક્ષ છે અને તેને ઉપાય ધર્મ છે.” (બીજા શબ્દોમાં કહીએ તે યુગ છે) તેને ગમે તેવાં વિઘો સાધના
Page #45
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા
૪ર :
* પુષ્પ ભ્રષ્ટ કરી શકતા નથી, કારણ કે તે જાણે છે કે આજે નહિ તે કાલે, કાલે નહિ તે પરમ દિવસે, અથવા વરસે, બે વરસે, પાંચ વરસે કે પચીસ વરસે અથવા જન્મના અંતે કે જન્માંતરે પણ આ માર્ગ લીધા સિવાય મારે મોક્ષ થવાને નથી. | યોગસાધનાનું પાંચમું અંગ નિશ્ચય છે. નિશ્ચય એટલે દઢ સંકલ્પ. “હું તયામિ વાર્થ સાધવામ-કાં દેહ પડે છે ને કાં કાર્યસિદ્ધિ કરું છું' એવા વિચારને દઢ સંકલ્પ કહેવાય છે. જે કાર્ય શંકાશીલ વૃત્તિથી, અધકચરા મને કે
થયું તે પણ ઠીક અને ન થયું તે પણ ઠીક” એવી દ્વિધા વૃત્તિથી કરવામાં આવે છે, તેમાં દહાડો વળતું નથી, સિદ્ધિ થતી નથી. આ નિયમ જેટલા અંશે વ્યવહારમાં સાચે છે, તેટલા જ અંશે યોગસાધનામાં સાચે છે, બલકે તેમાં વ્યવહાર કરતાં પણ અધિક ઉપયોગી છે. જે સંગમ દેવના ઉપસર્ગોથી ભગવાન મહાવીર ચળી ગયા હતા તે કૈવલ્યની પ્રાપ્તિ કદિ પણ કરી શકત ખરા? જે મેઘમાળીએ ઉતારેલી અભૂતપૂર્વ આતથી શ્રી પાર્શ્વપ્રભુ ડરી ગયા હોત તે તેઓ પરમપદ પર પ્રતિષ્ઠિત થયા હોત ખરા? બાર બાર મહિના સુધી આહારપાણી ન મળવા છતાં યુગાદિદેવે પોતાની ગસાધના ચાલુ રાખી હતી અને તો જ તેઓ એનાં મીઠાં–મધુરાં ફળે મેળવી શક્યા હતા.
યેગનું છઠ્ઠું અંગ જનસંગપરિત્યાગ છે. અહીં જન શબ્દથી સામાન્ય જનતા કે સંસારના સુખભેગમાં મસ્ત બનેલા માનવીઓ અભિપ્રેત છે. “જે સંગ તે રંગ” એ ઉક્તિ, પ્રસિદ્ધ છે. યોગીઓના સમાગમમાં યોગની વાત ક઼રે છે અને
Page #46
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
: ૪૩ :
એ ઘડી યોગ
ભાગીઓના સમાગમમાં ભાગની વાત સ્ફૂરે છે. જેણે મન પર સંપૂર્ણ કાબૂ મેળવ્યે છે તેને આવી અસર ન થાય, પણ જેએ હજી સાધક છે અને વાસનાઓને સંપૂર્ણ ક્ષય કરી ચૂક્યા નથી, તેની વાસનાએ ભાગીએના સંસર્ગથી સળવળી ઉઠવાના સાઁભવ છે. તેથી જ્યાં શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, તપ, જપ વગેરેનુ' વાતાવરણ હૈાય તેવા વાતાવરણને પસંદગી આપવી અને ત્યાં રહીને ચેાગસાધના પૂર્ણ કરવી.
અહીં એ વાત પણ યાદ રાખવી ઘટે છે કે विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । નમુડન્નવેમિઘ્ન, ત્રિમ તાજપુર નના ! ? ||
આત્માનું દશન કરવાની અભિલાષા રાખનાર મનુષ્ય માટે શ્રૃંગાર, સ્ત્રીના સંસગ અને પોષ્ટિક-સ્વાદિષ્ટ ભેાજન એ સવે તાલપુર વિષ જેવા છે. તાત્પર્ય કે-જેને સાચી વેગસાધના કરવી છે તેણે શરીરની ટાપટીપ છેાડવી જોઇએ, સ્ત્રીનેા સહવાસ છેાડી દેવા જોઇએ અને મને તેટલા સાદા અને નિરસ આહાર લેવા જોઇએ.
આ વાત અહીં ભારપૂર્વક એટલા માટે કહેવી પડે છે કેઆજે ચેાગસાધનાના ઉદ્દેશથી કેટલાક ચાગાશ્રમા ચાલી રહ્યા છે, ત્યાં આમાંના એક પણ સિદ્ધાંતનું યથાર્થ પાલન થતુ' નથી. ચેગસાધકે દરરાજ સ્નાન કરીને ઉત્તમ મુલાયમ વસ્ત્રો પહેરે છે, માથામાં તેલ વગેરે નાખે છે અને પુષ્પમાલાએથી પેાતાના શરીરશને શણુગારે છે. વળી રેશમી વસ્ત્ર વાપરે છે અને કસ
Page #47
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધચંથમાળા : ૪૪ :
: ૫ બીકારના શાલ–દુશાલાને ઉપયોગ કરે છે. તે ઉપરાંત ત્યાં સ્ત્રી અને પુરુષોને રહેવાનાં સ્થાને અલગ હેવા છતાં દિવસભર એક બીજાને મળવાનું ચાલુ હોય છે અને હાસ્ય, ઠઠ્ઠા કે મશ્કરી કરવાની મોજ મણતી હોય છે. આ બધાનું પરિણામ એ આવે છે કે પુરુષની સ્ત્રીઓ પ્રત્યેની અને સ્ત્રીઓની પુરુષ પ્રત્યેની આકર્ષણ વૃત્તિ ચાલુ જ રહે છે અને પરિણામે જે બંધને - માંથી છૂટવું હોય છે, તે બંધને વધારે મજબૂત થાય છે. અને ત્યાં ખોરાકનું ધોરણ પણ એવું હોય છે કે જે વૃત્તિઓને શાંત કરવામાં મદદ કરતું નથી. તાત્પર્ય કે-શૃંગારને ત્યાગ, સ્ત્રીસહવાસને ત્યાગ અને માલ-મીઠાઈઓ ખાવાને ત્યાગ એ યેગની અનિવાર્ય શરતે છે અને તેનું પાલન કર્યા સિવાય કદિ પણ યોગસિદ્ધિ થતી નથી.
હવે છેલ્લી અને સહુથી મહત્ત્વની એક વાત કહી દઈએ કે “ગુરુ વિના જ્ઞાન નથી. તેથી જેને ગસાધના કરવી છે, તેણે એગ્ય ગુરુને શોધી કાઢવા જોઈએ અને તેનું શરણ સ્વીકારવું જોઈએ.
“ગ્ય ગુરુ કેને કહેવા?તેને વિચાર અમે “ગુરુદર્શન – (પુષ્પ નં. ૫)માં ખૂબ વિસ્તારથી કર્યો છે. એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ, પણ ટૂંકમાં એટલું જ કહીશું કે– स सरीरे वि निरीहा, बज्झम्भितरपरिग्गहविमुक्का ।
धम्मोवगरणमित्तं धरंति, चारित्तरक्खट्टा । पंचिंदियदमणपरा, जिणुत्तसिद्धतगहियपरमत्था । पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसो गुरुणो ॥१॥
Page #48
--------------------------------------------------------------------------
________________
પંદર
:
: ૪૫,:
બે ઘડી યોગ
પોતાના શરીરમાં પણ કઈ જાતનું મમત્વ નહિ રાખનારા, બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી વિમુક્ત, માત્ર ચારિત્રની રક્ષા અર્થે જ ધર્મોપકરણ રાખનારા, પાંચે ઈદ્રિનું દમન કરવામાં તત્પર, જિનેએ (વીતરાગી મહાત્માઓએ) કહેલાં સિદ્ધાંતને પરમાર્થ ગ્રહણ કરનારા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એવા ગુરુનું મને-અમને શરણ હજો.
Page #49
--------------------------------------------------------------------------
________________
: ૪ :
સામાયિક
યેાગના સાર ચારિત્ર છે અને ચારિત્રને સારૂ સામાયિક છે; તેથી જ નિગ્રંથ મહર્ષિએ કહ્યું છે કે—
जे केवि गया मोक्खं, जे विय गच्छति जे गमिस्संति । ते सवे सामाइयप्यभावेण मुणेयवं ॥ १ ॥
જે કેાઇ માક્ષે ગયા, જે કાઈ માહ્ને જાય છે અને જે કાઇ મેક્ષે જશે, તે સર્વે સામાયિકના પ્રભાવથી જ ગયા એમ જાણવું.
सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः ।
स्यात् केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥ १ ॥
સામાયિકથી વિશુદ્ધ થયેલા આત્મા ઘાતી કર્યાંના સર્વથા નાશ કરીને લાક અને અલેાકનુ પ્રકાશક એવું કેવળજ્ઞાન શીઘ્ર પામે છે.
तिवतवं तचमाणो, जं न विनिदुवइ जम्मकोडीहिं ।
तं समभावभावि अचित्तो, खवेइ कम्मं खणद्वेण ॥ १ ॥
'
Page #50
--------------------------------------------------------------------------
________________
પંદરમું
: ૪૭ : બે ઘડી યોગ કોડે વર્ષ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મોને ખપાવી શકતે નથી, તે કર્મને સમભાવથી ભાવિત થયેલા ચિત્તવાળે અધ ક્ષણમાં ખપાવે છે.
सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् । नहि सामायिकहीनावरणगुणान्विता येन ॥ १ ॥
જેમ સર્વ ભાવોને-પદાર્થોને આધાર આકાશ છે, તેમ સર્વ ગુણને આધાર સામાયિક છે, જેમને સામાયિક નથી તે ચરણગુણોથી (સમ્યફ ચારિત્રથી) યુકત બની શકતા નથી.
सामायिकं च मोक्षांग परं सर्वज्ञभाषितम् ।
સર્વજ્ઞ ભગવંતોએ કહેલું સામાયિક જ મેક્ષનું પરમ અંગ છે. सामाइयसामग्गि, देवा वि चितंति हिययमज्झम्मि । जइ होइ मुहुत्तमेगं, ता अम्ह देवत्तणं सुलहं ॥१॥
દેવે પણ હૃદયમાં એવું ચિંતવે છે કે જો સામાયિકની સામગ્રી અને એક મુહૂર્ત (બે ઘડી) જ મળી જાય તે અમારું દેવપણું સફળ થાય.”
તાત્પર્ય કે-દેવપણનાં સઘળાં સુખે સામાયિકથી પ્રાપ્ત થનાર સુખ આગળ કંઈ વિસાતમાં નથી. ' तस्माजगाद् भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य ।।
તેથી ભગવાને શારીરિક અને માનસિક અનેક દુઃખના નાશરૂપ મેક્ષના પરમ ઉપાય તરીકે સામાયિકને જ કહેલું છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ગ્રંથમાળા
: ૪૮ ૪
ભગવાન્ મહાવીરની પરમ ચેગસાધના પણ સામાયિકને જ આભારી હતી, તે અંગે વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે – जन्म-जरा-मरणात जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज ॥ प्रतिपद्याशुभशमनं निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा व्रतानि विधिवत्समारोप्य ॥ १ ॥
જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ જોઈ વિશાલ પરંતુ નિ સાર એવા રાજ્યસુખને ત્યાગ કરી એ મેધાવી પુરુષ શમસાધના માટે પ્રવજિત થયા અને સામાયિક કમ કરવાપૂર્વક વ્રતને વિધિવત્ સ્વીકાર કરીને અશુભને સમવનાર તથા કલ્યાણને સાધનાર એવા શ્રમણલિંગને ધારણ કર્યું. | સામાયિકની ક્રિયા અપૂર્વ અને અનન્ય છે. તે દર્શાવવા માટે તેમણે કહ્યું છે કે –
दिवसे दिवसे लक्खं देइ, सुवनस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पुडप्पए तस्स ॥ १॥
એક મનુષ્ય પ્રતિદિન લાખ ખાંડી સેનાનું દાન દે અને બીજે મનુષ્ય પ્રતિદિન સામાયિક કરે, તે દાન દેનારે તેની બરોબરી કરી શકે નહિ.
“આવું સામાયિક કેને થાય છે?” તેને ઉત્તર આપતાં એ મહર્ષિઓએ જણાવ્યું છે કે
Page #52
--------------------------------------------------------------------------
________________
પંદરમું: : ૪૯ :
બે ઘડી યોગ जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ।। १॥
જેને આત્મા સંયમ, નિયમ અને તપમાં આવેલ હોય તેને સામાયિક થાય છે, એમ કેવલિ ભગવતએ કહેલું છે.
जो समो सबभृएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होई, इइ केवलिभासियं ॥१॥
વસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમદષ્ટિવાળો છે, તેને સામાયિક થાય છે, એમ કેવલિ ભગવતેએ કહ્યું છે. | સામાયિકને શબ્દાર્થ પણ એ જ વાત કહે છે. સામાયિક શદ સમાયનું તદ્ધિતરૂપ છે. હવે સમાય શદ સમ અને આય એ બે પદેને બનેલું છે. તેમાં સમને અર્થ સમભાવ, સમત્વ, સમતા કે રાગદ્વેષ રહિત સ્થિતિ છે અને આયને અર્થ લાભ કે ગમન છે. એટલે જે ક્રિયાથી વિષમભાવમાં રહેલ આત્મ સમભાવ, સમત્વ, સમતા કે રાગદ્વેષ રહિતતા પ્રત્યે જાય તે સામાયિક છે.
“સામાયિકથી ખરેખર શું અભિપ્રેત હતું?” તે જણાવવા માટે તેમણે કહ્યું છે કે
सामाइयं समइयं, सम्मवाओ समास संखेवो । अणवजं च परिणा, पञ्चक्खाणे य ते अट्ठा ॥१॥ (૧) સામાયિક, (૨) સમયિક, (૩) સમવાદ, (૪)
Page #53
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ગ્રંથમાળા
: ૫૦ :
: પુષ્પ
સમાસ, ( ૫ ) સંક્ષેપ, ( ૬ ) અનવદ્ય, (૭) રિજ્ઞા અને (૮) પ્રત્યાખ્યાન એ આઠ પર્યાંય શબ્દો છે.
આ દરેક શબ્દમાં રહેલ એક એક દૃષ્ટાંત આપ્યું છે, તે
રહસ્ય સમજાવવા માટે તેમણે આ પ્રમાણેઃ—
( ૧ ) સામાયિક,
[ રાગ અને દ્વેષને ત્યાગ
હુ પુરના રાજા દમદ્યંત ધીર, વીર અને પરાક્રમી હતા. તે એક વાર પેાતાના મિત્ર રાજાને મદદ કરવા ગયા, ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈને પાંડવ તથા કૌરવાએ તેના નગર પર ચડાઈ કરી અને તેને જીતી લીધું. આ સમાચાર મળતાં દમદ ́ત તાખડતાખ પાછે * અને પાંડવ–કૌરવના લશ્કર સામે વીરતાથી લડ્યો. પરિણામે પાંડવ–કોરવનું લશ્કર હાર્યું અને પેાતાનું નગર પાછું મેળવવામાં તે સફળ થયા. ત્યાર પછી ઘણાં વર્ષોં સુધી તેણે પેાતાની પ્રજાનુ પાલન કર્યું અને રાજ્યસુખને ઉપભાગ કર્યાં.
e.
હવે એક વાર તે પેાતાના મહેલમાં ઝરુખે બેસીને નગરચર્યાં જુએ છે, તેવામાં નિરભ્ર આકાશ વાદળાંથી છવાયું અને તેના વિવિધ રંગાએ અતિમનેાહર દૃશ્ય ખડું કર્યું. આ દૃશ્ય જોવામાં દમદતને ઘણા આનદ પડ્યો, પણ તે ક્ષણજીવી નીવડ્યો, કારણુ કે પવનના એક પ્રખલ સપાટે તે વાદળાને વેરિવખેર કરી નાખ્યા. આ નાનકડી ઘટનાએ દમદ તને ગભીર વિચારમાં મૂકી દીધાઃ · શું બધા સચેાગે આવા
Page #54
--------------------------------------------------------------------------
________________
પંદર: " : ૫૧ :
બે ઘડી વેગ ક્ષણજીવી જ હશે? આ રાજપાટ, આ દ્ધિસિદ્ધિ, આ કુટુંબકબીલે, આ શરીરસંપત્તિ શું વાદળની જેમ વિખરાઈ જશે? હા, હા, સર્વ સંગે અસ્થિર છે! અનિત્ય છે!! તેમાં રાચવાને કંઈ અર્થ નથી.
આ રીતે નિર્વેદ પામેલા દમદતે રાજપાટને ત્યાગ કર્યો અને શાશ્વત સુખની સાધના માટે સામાયિકને સ્વીકાર કરીને અહિંસાદિ પાંચ મહાવ્રત ધારણ કર્યા. રાજા દમદંત હવે રાજર્ષિ દમદંત થયા.
એક વાર રાજર્ષિ દમદંત વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવી ચડ્યા અને તેના બહિર્ભાગમાં આવેલા ઉદ્યાનમાં કાયેત્સર્ગ કરીને ધ્યાનમગ્ન થયા. એવામાં ત્યાં થઈને પાંડવો નીકળ્યા. તેમણે રાજર્ષિને વિનયપૂર્વક વંદન કર્યું. પછી કૌર પણ ત્યાં આવી ચડ્યા અને રાજર્ષિ દમદંતને આ રીતે ધ્યાનમ જોઈને બોલ્યા: “આ હર્ષપુરને રાજા દમદંત છે કે જેણે આપણને હરાવ્યા હતા ! તે આપણે દુશમન છે, તે આપણે વૈરી છે અને આજે બરાબર લાગમાં આવ્યું છે, માટે છોડ નહિ!” અને તેઓ એમનાં પર ઈટ પત્થર, લાકડાં તથા સડેલાં ફળ ફેંકી આનંદ પામવા લાગ્યા. કેઈએ ઠીક જ કહ્યું છે કે
દુષ્ટ ન છોડે દુષ્ટતા, લાખ શિખામણ દેત;
ઘણું ઘણું ધોયા છતાં, કાજલ હેત ન વેત. કીર પિતાની હેવાનિયત બતાવીને ત્યાંથી ચાલ્યા ગયા. પછી થોડી વારે પાંડવો પાછા તે જ રસ્તે પાછા ફર્યા, ત્યારે ત્યાં ઈંટ, પત્થર, લાકડાં તથા સડેલાં ફળને મેટે ઢગલે
Page #55
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા
: પરે :
જોઈને આસપાસના લોકોને પૂછયું કે “આમ શાથી બન્યું?” લેઓએ કહ્યું: “અહીં કૌર આવ્યા હતા અને તેમણે આ કરેલું છે. એટલે તેઓ અત્યંત ખેદ પામ્યા અને ઈંટ વગેરે દૂર કરીને રાજર્ષિના શરીરે તેલ વગેરે લગાડયું. પછી તેમને ખમાવીને પિતાને સ્થાને ગયા.
અહીં દમદંત રાજર્ષિએ પરમ ભક્તિ કરનાર પાંડ પ્રત્યે રાગ પણ ન કર્યો અને પ્રતિકૂલ પરિષહ ઉપજાવનાર કર પ્રત્યે દ્વેષ પણ ન કર્યો, તે સામાયિકની સ્થિતિ જાણવી. કહ્યું છે કે –
वंदिजमाणा न समुक्कसंति,
हीलिजमाणा न समुजलंति । दंतेण चित्तेण चरंति धीरा,
मुणी समुग्घाइयरागदोसा ॥ १॥ રાગ અને દ્વેષને નાશ કરનાર ધીર મુનિઓ ઉપશાંત ચિત્ત વિચરે છે. તેઓ વંદન પાયે ફેલાતા નથી અને હેલના પામે ક્રોધ કરતા નથી.
(૨) સમયિક
( અહિંસા) રાજગૃહી નગરીના વેત ઉત્તેગ પ્રાસાદ પર મધ્યાહુનને સૂર્ય તપી રહ્યો હતે. લેકે ભેજનાદિથી પરવારીને પિતપતાના કામે લાગી ગયા હતા. તે વખતે શમ-દમના પરમ ઉપાસક
Page #56
--------------------------------------------------------------------------
________________
પંદરમું'
: 43 :
એ ઘડી યાગ
અને મહાતપસ્વી એવા મેતાય મુનિએ ધર્મલાભ કહીને એક સાનીના ઘરમાં પ્રવેશ કર્યાં. આજે માસક્ષમણુનું પારણું હતુ અને તે માટે સૂઝતે આહાર મેળવવા એ તેનું પ્રયાજન હતુ.
પોતાના આંગણે એક તપસ્વી મુનિરાજને પધારેલા જોઇને સેની હર્ષ પામ્યા અને તેમને ઉચિત આદર-સત્કાર કરીને મેલ્યા કેઃ ધન્ય ઘડી ! ધન્ય ભાગ્ય ! કે આજે આપના લાભ મળ્યે !' પછી તેમને સૂઝતે આહાર વહેારાવી શકાય તે માટે ઘરની અંદર જઇને તપાસ કરવા લાગ્યા.
મેતા મુનિ બહાર એકલા ઊભા છે. દૃષ્ટિ નીચી છે. મન શાંત અને સમાહિત છે. જ્યાં ક્રોધ કપાઈ ગયા હાય, માન મરડાઈ ગયું હોય, માયા મરી ચૂકી હોય અને લેભ—લાલચને પૂરેપૂરા નાશ થયા હોય, ત્યાં આવી જ સ્થિતિ સ‘ભવે છે. પરંતુ એવામાં એક અઘટિત બનાવ બની ગયા. એક કૌચ પક્ષી ગમે ત્યાંથી ઊડીને ત્યાં આવ્યુ. અને સાનીએ સેનાનાં જે જવલાં ઘડવા માંડયાં હતાં તેને સાચાં સમજીને ચણી ગયું. પછી પાસેના ઝાડ પર જઇને બેઠું.
અહીં સાની બહાર આવ્યે ને મુનિવરને લાડુ વહેારાવી આનંદ પામ્યા, પણ તે જ વખતે તેની નજર ખાજુમાં ગઈ અને ત્યાં સેાનાનાં જવલાં ન જોતાં મુનિને પૂછવા લાગ્યા કે અહીં ખીજું કાઈ આવ્યું હતુ ? મારાં સાનાનાં જવલાં કયાં ગયાં ?'
4
"
મુનિએ વિચાર કર્યાં કે · જો હું ખનેલી ઘટના કહી સંભળાવીશ તેા આ સેાની ક્રૌંચ પક્ષીને પકડશે અને તેનુ
Page #57
--------------------------------------------------------------------------
________________
ઃ પુષ
ધર્મબોધ-ચંથમાળા : ૫૪ : પેટ ચીરીને જવલાં કાઢી લેશે, માટે મૌન રાખવું જ ઉચિત છે. અને તેઓ કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ઊભા રહ્યા.
આથી સનીને વહેમ પડ્યો કે “જવલાં મુનિએ લીધાં લાગે છે, નહિ તે જવાબ કેમ ન આપે?” અને તેણે કહ્યું:
હે મુનિ ! આ તમને શુભતું નથી. અથવા તે મુનિના વેશમાં તમે કઈ ઠગ જણાઓ છે, જેથી મારા બધાં જવલાં સફતથી ઉઠાવી લીધાં.”
પરંતુ મેતાર્ય મુનિએ પિતાનું મન ચાલુ રાખ્યું. આ જોઈને સનીને ભારે ક્રોધ આવ્યું ને તેણે પિતાનાં ગયેલાં જવલાં પાછાં મેળવવાં માટે મુનિનાં મસ્તક પર લીલી વાધરી બાંધી દીધી તથા તેમને તડકામાં ઊભા રાખ્યા. મેતાર્ય મુનિએ પિતાના અહિંસાવ્રતને ખ્યાલ કરીને તેને કંઈ પણ પ્રતિકાર ન કર્યો.
બળતા બપારમાં વાધરી સૂકાતી ચાલી અને તેનું બંધન ખૂબ તંગ થતું ગયું. પરિણામે મેતાર્ય મુનિને અસહ્ય વેદના થવા માંડી, છતાં તેમણે પિતાને શુભ નિશ્ચય છોડ્યો નહિ. આ વખતે તેઓ એક જ વાત વિચારી રહ્યા હતા કેજિનેશ્વરને સમય (સિદ્ધાંત-શાસન-આજ્ઞા) શું કહે છે? કઈ પણ પ્રાણીના પ્રાણને પરિતાપ ઉપજાવવો નહિ. માટે તે અંગે જે કંઈ સહન કરવું પડે તે સમભાવે સહન કરી લેવું.”
વાધરી વિશેષ ને વિશેષ સંકેચાતી ગઈ અને મુનિનું મન વિશેષ ને વિશેષ પવિત્ર થતું ગયું. પરિણામે મસ્તકની
પરી તૂટી ગઈ પણ તૂટતાં પહેલાં કર્મોની જાળને તેડતી ગઈ. તાત્પર્ય કે તેઓ અંતગડ (અતકૃત) કેવલી થયા.
Page #58
--------------------------------------------------------------------------
________________
પંદરમું : T: પપ :
બે ઘડી યોગ એવામાં કઈ કઠિયારણે ત્યાં આવીને લાકડાની ભારી પછાડી, તેના અવાજથી કચ પક્ષી ચમકીને ચરકી ગયું અને તેની ચરકમાં સેનાનાં બધાં જવલાં બહાર નીકળી પડ્યાં. આ દશ્ય જોતાં જ સનીને સાચી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને પિતે એક નિર્દોષ મુનિની નાહક હત્યા કરી છે, એ ખ્યાલ આવી ગયે. આથી તે અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને છેવટે મનના સમાધાન માટે તેમનાં જ એ-મુહપત્તિ ગ્રહણ કરીને પ્રવૃજિત થશે.
અહીં મેતારક મુનિએ સંયમ એટલે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર અનુસાર અહિંસાધર્મનું જે પાલન કર્યું તે સમયિક જાણવું.
(૩) સમવાદ.
[ સત્ય] નહિ ધારેલું થાય છે, નહિ કપેલું બને છે. શું તુરુમિણ નગરીને કદરદાન રાજા કુંભે કદિ એવું ધાર્યું હશે ખરું કે જેને પિતે સામાન્ય પુરે હિતમાંથી મુખ્ય પ્રધાનની પદવી સુધી પહોંચાડે છે તે યજ્ઞદત્ત એક દિવસ દગો કરીને પિતાને જ કેદમાં પૂરશે અને રાજપાટ પડાવી લેશે? છતાં તેમ બન્યું હતું અને દગાખોર યજ્ઞદત્ત નિઃશંકપણે રાજ્ય ભગવતે હતે.
યજ્ઞદત્તને મૂળથી યજ્ઞ-યાગ પર વિશેષ શ્રદ્ધા હતી અને તેમાં રાજ્ય મળ્યું, એટલે તેણે પિતાના રાજ્યમાં ઠેર ઠેર ય કરાવવા માંડયા અને તેમાં હજારે નિર્દોષ પશુઓને હેમ થવા લાગે. સમજુ માણસને આ પ્રવૃત્તિ ગમતી નહતી,
Page #59
--------------------------------------------------------------------------
________________
ધોધ-ગ્રંથમાળા
: ૫૬ :
- પુષ્પ
પરતુ વાઘને કાણુ કહે કે તારું મોઢું લેાહિયાળુ છે ? એટલે દત્તની પ્રવૃત્તિ વિનાવિરાધે ચાલી રહી હતી.
એવામાં સામાયિક વ્રતધારી કાલક નામના આચાય ત્યાં આવ્યા અને લેાકેાને ધર્મનું સાચું રહસ્ય સમજાવવા માટે ધપદેશ દેવા લાગ્યા. તેમાં તેમણે ભાવયજ્ઞની પ્રરૂપણા જોરશેારથી કરવા માંડી. આ ઉપદેશના પ્રત્યાઘાતા તુરુમિણીનાં રાજ્યમહેલમાં બે પ્રકારે પડ્યા. તેની માતા જે નિગ્રંથ ધર્મની ઉપાસિકા હતી, તેને ખૂબ આનંદ થયેા અને યજ્ઞદત્ત જે હિંસક યજ્ઞમાં માનતા હતા, તેને ખૂબ લાગી આવ્યું; પરંતુ સસારી પક્ષે કાલિકાચાય તેના મામા થતા હતા, એટલે શુ કરવું તેની સમજ પડી નહિ.
6
એકદા માતાની પ્રેરણાથી તે કાલકાચાર્ય પાસે ગયા અને તેમને પૂછવા લાગ્યા કે આપ શાસ્ત્રજ્ઞ છે તે જવાબ આપે કે યજ્ઞનું ફળ શું ?
’
,
કાલિકાચાર્યે કહ્યું: ‘ હિંસામય યજ્ઞનુ` કુલ નરકગતિ છે.
6
દત્તે પૂછ્યું: એ કેમ મનાય ? ‘ સ્વર્નામઃ પશુમાજમેન્’ વગેરે શ્રુતિ વાકયાથી તેનુ' લ સ્વ
છે, એમ જણાય છે. ’
કાલિકાચાર્યે કહ્યું: ‘ અહીં પશુ શબ્દથી ચાર પગવાળાં નિર્દોષ પશુ સમજવાનાં નથી, પણ પેાતાની પશુ જેવી વૃત્તિએ સમજવાની છે. તેનુ બલિદાન દેવાથી સ્વ સુખ જરૂર મળી શકે, પર ંતુ હિંસક યજ્ઞાનું ફૂલ તે નરક ગતિ જ છે. ’ દત્તે પૂછ્યું: ‘ એનું કંઈ પ્રમાણુ ?'
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા : ૫૭ :
કાલિકાચાર્યે કહ્યું “એનું પ્રમાણ જે મારા મુખેથી જ જોઈતું હોય તે સાંભળી લે કે આજથી સાતમા દિવસે તારા મુખમાં નરકને છાંટે પડશે અને તે તું જાણજે કે હિંસક યજ્ઞનું ફલ નરક છે.”
આ શબ્દો ઉચ્ચારવામાં શું જોખમ રહેલું છે, તે કાલિકાચાર્ય બરાબર સમજતા હતા પણ સમવાદી થવું એ તેમની પ્રતિજ્ઞા હતી અને તે પ્રતિજ્ઞાનું પાલન તેઓ બરાબર કરી રહ્યા હતા.
કાલિકાચાર્યને જવાબ સાંભળીને યજ્ઞદત્ત રોષભર ઊભે થ અને પિતાના સિપાઇઓને હુકમ કર્યો કે-સાત દિવસ સુધી આ આચાર્ય નગર છોડીને ચાલ્યા ન જાય, તેની તકેદારી રાખે. પછી તે પિતાના મહેલમાં ગયે અને સાત દિવસ પૂરા થાય ત્યાં સુધી બહાર જ ન નીકળવું એ નિર્ણય કરીને અંદર ભરાઈ રહ્યો. આમ કરવામાં તેને ઉદ્દેશ આચાર્યને બેટા પાડવાનું અને એ રીતે વાંકમાં લાવીને આકરી શિક્ષા કરવાનું હતું, પણ મુનિનાં વચન મિથ્યા થતાં નથી એટલે દત્તે ભૂલ ખાધી અને આજે સાત દિવસ પૂરા થઈ ગયા છે, એમ માનીને સાતમા દિવસની સવારે ઘોડા પર બેસીને બહાર નીકળે. રસ્તામાં તે વિચાર કરે છે કે “આચાર્ય ખેટા પડ્યા છે એટલે આજે તેમને જોઈ લઈશ.” એવામાં એકાએક નરકને છાંટે મુખમાં પડ્યો અને તે ચમકી ગયેઃ “આ શું? આજે સાત દિવસ તે નથી? મેં ભૂલ તે ખાધી નથી?” વગેરે અનેક વિચારો તેના મનને ચકડોળે ચડાવવા લાગ્યા. અહીં હકીકત એવી બની
Page #61
--------------------------------------------------------------------------
________________
ધમબોધ ગ્રંથમાળા : ૫૮ :
પુષ્પ હતી કે એક માળી વહેલી સવારે બગીચામાં ફૂલ લેવા જતા હતું, ત્યારે દીર્ઘ શંકા થવાથી તે રસ્તામાં જ બેસી ગયે હતા અને શંકાનું નિવારણ કરીને દેષ ઢાંકવા માટે તેના પર
ડાં ફૂલે ઢાંકી દીધાં હતાં. તેના ઉપર અશ્વને પગ આવતાં નરકને છાંટે ઉછળીને યજ્ઞદત્તના મુખમાં પડ્યો. યજ્ઞદત્તને ખાતરી થઈ ચૂકી કે આચાર્ય સત્યવાદી છે અને તેમના કહ્યા મુજબ હિંસક યના ફલરૂપે પિતાને નરકની યાતનાઓ ભેગવવી પડશે. એટલે તે આચાર્યની પાસે આવ્યું અને હાથ જેડીને બેઃ “પ્રભે! આપનું કહેવું સાચું પડયું છે. હવે મારું શું થશે?”
આચાર્યે કહ્યું: “વીતરાગ મહાપુરુષનાં વચન કદિ પણ અસત્ય હેતાં નથી. અમે તેની અનન્ય મને ઉપાસના કરીએ છીએ અને લેકેને પણ તેનું યથાર્થ રહસ્ય સમજાવીએ છીએ. જે ભય કે સ્વાર્થવશાત્ અમે સત્ય ઉપદેશ ન આપીએ તે અમારો ધર્મ ચૂક્યા ગણાઈએ. હે રાજન! હિંસકયજ્ઞનું ફળ જેમ નરક છે, તેમ ભાવયજ્ઞનું ફલ સ્વર્ગ અને મુકિત છે; માટે તેમાં તું પ્રવૃત્ત થા અને આજ સુધીમાં તે જે હિંસા કરી છે, તેનું તું પ્રાયશ્ચિત્ત લે. પછી તારે ડરવાનું કંઈ પ્રજન નથી.”
યજ્ઞદત્તે તે પ્રમાણે કર્યું અને પિતાના આત્માને ઉદ્ધાર કર્યો.
તાત્પર્ય કે-ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ સત્યને વળગી રહેવું-સત્ય બોલવું એ સમવાદ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
પંદર
છે
: ૫૭ :
" બે ઘડી યોગ
(૪) સમાસ,
(ઉપશમ, વિવેક, સંવર) ચિલતી નામની દાસીને પુત્ર રાજગૃહી નગરીને ધન સાર્થવાહને ત્યાં નોકરી કરતા હતા અને ઘરનું પરચુરણ કામકાજ કરવા ઉપરાંત તેમનાં બાળકોને પણ રમાડતે હતે. ધનસાર્થવાહને ચાર પુત્રે ઉપર એક પુત્રી થઈ હતી, જે રૂપ અને લાવણ્યને ભંડાર હતી. તેનું નામ સુષમા રાખવામાં આવ્યું હતું. ચિલાતીપુત્ર આ બાલિકાને સારી રીતે રમાડતે હતું અને હરવાફરવા લઈ જતું હતું. એમ કરતાં તેને એના પર અત્યંત સ્નેહ ઉત્પન્ન થયે હતું, એનાં દર્શન માત્રથી પણ તેને અત્યંત આલાદ થતું હતું, એવામાં કઈ કારણસર ધનસાર્થવાહનું મન તેના પર નારાજ થયું અને તેને નેકરીમાંથી રૂખસદ આપવામાં આવી, એટલે સુષમાને છેલ્લી સલામ ભરીને વિદાય થયે. ત્યાર પછીનું એનું જીવન એક રખડું તરીકે પસાર થયું અને તેમાં જુગાર, મદ્યપાન તથા ચારી જેવા ભયંકર વ્યસને લાગુ પડ્યા. પરિણામે નગરજનોએ રાજાને ફરિયાદ કરી અને તેને નગરપાર કરવામાં આવ્યા.
આ રીતે સર્વત્ર હડધૂત થયેલે ચિલાતીપુત્ર બીજે કઈ માર્ગ નહિ જડવાથી ચેરપલ્લીમાં ગયે અને અનુક્રમે પલીપતિને વિશ્વાસ સંપાદન કરીને તેને ઉત્તરાધિકારી થયો.
એક વખત આ પલ્લીપતિ ચિલાતીપુત્રે પિતાના કસાયેલા લેઓ સાથે રાજગૃહી નગરીમાં આવીને ધનસાર્થવાહના ઘરે ધાડ પાડી અને પુષ્કળ માલમત્તા ઉપરાંત સુષમાનું પણ હરણ
Page #63
--------------------------------------------------------------------------
________________
ધોધ-ગ્રંથમાળા
: ૬૦ :
ઃ પુષ્પ
કર્યું". આથી ધનસા વાડુ પાતાના ચારે પુત્રા તથા રાજના કેટલાક સૈનિકો સાથે તેની પછવાડે પડ્યા અને તેને કોઈ પશુ રીતે પકડી લેવાને જીવસટોસટ પ્રયત્ન કરવા લાગ્યા. એમ કરતાં તે ચિલાતીપુત્રની નજીકમાં આવી ગયા કે જેણે સુષુમાને પેાતાની ખાંધ પર ઉચકેલી હતી.
ચિલાતીપુત્ર સમજી ગયા હતા કે ધનસા વાહને પૈસાની કઇ પડી નહતી, પણ સુષુમાનું હરણ ખૂબ ખટકતું હતું, એટલે જ તેઓ આવા જોરદાર પીછા કરી રહ્યા હતા, એટલે તેમના પંજામાંથી છટકવા માટે તેણે સુષુમાનું મસ્તક તલવારના એક જ ઝટકે ઉડાવી દીધું અને તે મસ્તક હાથમાં લઈને ઢોડવા માંડયું.
ધનસા વાહે જોયુ કે જેને માટે પાતે આટલેા લાંખે પ્રવાસ કર્યાં હતા અને આટલી જહેમત ઉઠાવી હતી, તે પુત્રીના આખરે વધ થયા છે, એટલે તેમના પગ ઢીલા પડી ગયા અને ચિલાતીપુત્રને તેમના પંજામાંથી છટકવાના લાગ મળી ગયા.
ચિલાતીપુત્ર ભાગતા ભાગતા એક ધાર જંગલમાં આવી ચક્યો, જ્યાં મનુષ્યની વસતિ ભાગ્યે જ હતી. એક હાથમાં લાહીખરડી તરવાર છે, બીજા હાથમાં સુષુમાનું મસ્તક છે. ભૂખ તરસ ઘણી લાગી છે અને હવે પગની તાકાત પણ એસરવા માંડી છે. એવામાં એક મુનિને તપશ્ચર્યાં કરતા જોયા. એટલે ચિલાતીપુત્ર તેમની પાસે ગયા અને ઓલ્યા કે-હે મુનિ ! તમે મને ધર્મનું સ્વરૂપ સમાસથી ( ટૂંકમાં ) કહેા. જો નહિં કહા તે તમારું મસ્તક ઉડાવી દઈશ.
Page #64
--------------------------------------------------------------------------
________________
પંદરમું: : ૬૧ :
બે ઘડી પગ મુનિએ કહ્યું: “ઉપશમ, વિવેક, સંવર.” બસ, આટલું બેલીને તે ચારણલબ્ધિવડે આકાશમાર્ગે ઊડી ગયા.
ચિલાતીપુત્ર વિચાર કરવા લાગે કે-મુનિએ આ શું કહ્યું? આ રીતે જ્યારે તેણે ઘણે ઘણે વિચાર કર્યો ત્યારે ઉપશમને અર્થ સમજાય કે કંધને શમાવો અને મનને શાંત કરવું, એટલે તેણે હાથમાંથી તરવાર દૂર ફેંકી દીધી. પછી બહુ વિચાર કરતાં વિવેકને અર્થ સમજાવે કે ધન અને સ્વજનને મોહ છોડે, એટલે તેણે પિતાના હાથમાં રહેલ સુષમાનું મસ્તક છેડી દીધું કે જેના પર તેને સ્વજનને ભાવ હતે. પછી દીર્ઘ વિચારના અંતે સંવરને અર્થ સમજાય કે ઇદ્રિ અને મનની અશુભ પ્રવૃત્તિઓને કિવી, એટલે મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રહ્યો. બીજા શબ્દોમાં કહીએ તે ચિલાતીપુત્રે ભાવથી સંયમદીક્ષા ધારણ કરી.
આ રીતે ભાવ સાધુ થયેલા ચિલાતીપુત્ર ત્યાં ઊભા રહીને ઉપશમ, વિવેક, સંવર' “ઉપશમ, વિવેક, સંવર' એ જાપ જપવા લાગ્યા અને આ રીતે મનને અન્ય વિષયમાંથી વારીને ધર્મધ્યાનમાં સ્થિર થયા. પરંતુ તેમને દેહ હજી તાજા લેહીથી ખરડાયેલું હતું, એટલે તેના ગંધથી આકર્ષાઈને કેટલીક વનકીડીઓ ત્યાં આવી પહોંચી અને સ્વાદ નિમિત્તે તેમના શરીરને ચટકા ભરવા લાગી. એ ઉપદ્રવ અતિ ભયંકર હતું, છતાં મહાત્મા ચિલાતીપુત્રે વિવેકને અંગે તેને કંઈ પણ પ્રતિકાર ન કર્યો. જ્યાં ઉપશમ હોય ત્યાં કોઈ કે? જ્યાં વિવેક હોય ત્યાં વ્યામોહ કે? જ્યાં સંવર હેય ત્યાં પ્રતિકાર કેવો? એ ભયંકર ઉપદ્રવ અઢી દિવસ સુધી ચાલ્યો અને તેમનું સમસ્ત
Page #65
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચથમાળા : દર :
* પુષ્પ શરીર ચાળણી જેવું થઈ ગયું, તે યે મહાત્મા ચિલાતીપુત્ર પિતાનું ધર્મધ્યાન ચૂક્યા નહિ. પરિણામે તેઓ આરાધના કરી સ્વર્ગસુખના અધિકારી બન્યા.
અહીં મહાત્મા ચિલાતીપુત્ર ઉપશમ, વિવેક અને સંવરની જે સાધના કરી તે સમાસ જાણ.
(૫) સક્ષેપ.
[ સર્વ શાને સાર ] એક શહેરમાં ચાર પંડિતે રહેતા હતા. તેમાં પહેલો આયુર્વેદમાં નિષ્ણાત હતા, બીજે ધર્મશાસ્ત્રમાં વિશારદ હતું, ત્રી નીતિશાસ્ત્રમાં નિપુણ હતું અને એ કામશાસ્ત્રમાં પારંગત હતું. આ ચારે પંડિતએ પિતપોતાના વિષયને એક મહાગ્રંથ રચવાનો નિર્ણય કર્યો અને તે અનુસાર એક એક લાખ શ્લોકની રચના કરી. પછી તેઓ જિતશત્રુ નામે રાજા પાસે ગયા અને કહ્યું: “હે રાજન ! અમે આ મહાગ્રંથની રચના કરી છે, તે તમે સાંભળે.”
રાજાએ કહ્યું: “કેટલા પ્રમાણ છે?” પંડિતોએ કહ્યું: ‘દરેક ગ્રંથ લાખ કપ્રમાણ છે.”
રાજાએ કહ્યું: “એટલા મોટા ગ્રંશે સાંભળવા બેસું તે મારું બધું કામ રખડી જાય.”
પંડિતાએ કહ્યું: “તે એને પચીસ-પચીશ હજાર શ્લેકપ્રમાણ બનાવી દઈએ.”
Page #66
--------------------------------------------------------------------------
________________
પંદરમું :
બે ઘડી વેગ રાજાએ કહ્યું: “તે પણ બધા થઈને લાખ લેક થાય, માટે સંક્ષેપ થઈ શકે તેમ હોય તે જણાવે.”
પંડિતએ કહ્યું “જે આપની ઈરછા એવી જ હોય તે અમે તેને માત્ર હજાર-હજાર શ્લેકના બનાવી દઈશું.”
પરંતુ રાજાને તે પ્રમાણ પણ ઘણું વધારે લાગ્યું, એટલે પંડિતે પાંચસો શ્લેક પર આવ્યા, તેમાંથી સે પર આવ્યા અને છેવટે એક એક શ્લેકમાં તેને સંક્ષેપ કરવાને તૈયાર થયા. ત્યારે રાજાએ કહ્યું: “તમે જે કંઈ કહે તે સાંભળીને હું યાદ રાખવા માગું છું અને ચાર શ્લોકો યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારે મળીને એક લેક સંભળા તે સાંભળું.” પંડિતોએ તે વાત કબૂલ કરી. પછી પહેલે પંડિત બેન્ચે
जीर्णे भोजनामात्रेयः, જમેલું પચી જાય પછી જ ભજન કરવું, એ આયુર્વેદ માં પરમ નિષ્ણાત આત્રેયને મત છે. પછી બીજે પંડિત બેલેટ
પિતા કાળનાં તથા પ્રાણીઓ પર દયા રાખવી એ ધર્મશાસ્ત્રમાં પરમ વિશારદ કપિલ ઋષિને મત છે. પછી ત્રીજે પંડિત બે
बृहस्पतिरविश्वासः,
Page #67
--------------------------------------------------------------------------
________________
ધોધગ્રંથમાળા
: ૬૪ :
: પુષ્પ
કાઇના પર અધવિશ્વાસ રાખવા નહિ, એ નીતિશાસ્ત્રમાં પરમનિપુણુ બૃહસ્પતિને મત છે. પછી ચાથા પડિત ખેલ્યા:
पश्चालः स्त्रीषु मार्दवम् ॥
સ્ત્રીઓ પ્રત્યે મૃદુતાથી વર્તવુ', એ કામશાસ્ત્રમાં પરમ વિશારદ એવા ૫'ચાલના મત છે.
આ રીતે દરેક પૉંડિતે લાખ શ્લોકનો સક્ષેપ અકેક ચરણુમાં કરીને રાજાને સભળાવતાં રાજા ઘણા ખુશી થા અને તે દરેકને ભારે ઇનામ આપ્યું.
ચૌદ પૂર્વમાંથી જે સાર ખેંચે છે જે
આ રીતે જ્ઞાની સ'ક્ષેપ કરે છે, તેને સ ંક્ષેપ જાણવા.
( ૬ ) અનવધ.
[ સાવદ્ય યાગના ત્યાગ
વસંતપુરના રાજા જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને રાજપાટ પેાતાના પુત્ર ધ રુચિને સોંપી સંન્યાસીત્રત ગ્રહણ કરવાને તત્પર થયા, ત્યારે ધમ રુચિએ માતાને પૂછ્યું: · હે માતા ! મારા પિતાજી રાજ્યના ત્યાગ કેમ કરે છે?' માતાએ કહ્યું. ‘એ સંસારવૃદ્ધિનું કારણ છે. ’ એટલે ધરુચિએ ફરીને પૂછ્યું.
*
તે એનાથી મારા સંસાર વૃદ્ધિ પામશે કે નહિ ?' માતાએ કહ્યું: ‘ પુત્ર ! કુદરતના કાનૂન સહુને માટે સરખા છે. ' આથી ધરુચિને વૈરાગ્ય થયો અને તેણે પણ પેાતાના પિતા
>
Page #68
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : 3પ :
બે ઘડી છે સાથે સંન્યાસ ધારણ કર્યો. પછી પિતા પુત્ર એક આશ્રમમાં રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા.
એવામાં અમાવાસ્યાને દિવસ આજે, એટલે આશ્રમમાં ઘોષણ થઈ કે “આવતી કાલે અમાવાસ્યા છે, માટે ફળફૂલને જે સંગ્રહ કર ઘટે તે કરી લેશે. કાલે કંઈ પણ ફળફૂલ તેડવા કલ્પતાં નથી.” આ શેષણ સાંભળીને ધર્મરુચિ વિચાર કરવા લાગ્યા કે “ફળફલ કાલે તેડવા કલ્પતાં નથી, તે આજે તેડવાં પણ કેમ કલ્પ માટે જીવનભર ના તેડાય તે સારું.”
પછી બીજી અમાવાસ્યા આવી, ત્યારે ધર્મરુચિએ આશ્રમની નજીકમાં કેટલાક નિર્ગથે સાધુઓને જોયા અને તેમને પૂછયું કે “હે ભગવંતે! તમે અનાકુષ્ટિ (હિંસા ન કરવી તે) પાળે છે કે નહિ?” ત્યારે નિથ સાધુઓએ કહ્યું: “અમારે તે જીવનભરની અનાકુદ્ધિ હોય છે અને તેઓ ચાલ્યા ગયા.
ધર્મચિ સંભ્રાન્ત થઈને વિચાર કરવા લાગ્યા કે “જીવનભરની અનાકુદ્ધિ કેમ મળે?” એમ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે પૂર્વભવમાં પાળેલું સાધુજીવન યાદ આવ્યું ને જીવનભરની અનાકુટિ કોને કહેવાય? તેની સમજ પડી. પરિણામે જાતિસ્મરણજ્ઞાનની મૂરછ ઉતરી ગયા પછી તેમણે સર્વ સાવઘ કાર્યોને મન, વચન અને કાયાથી ત્યાગ કરીને જીવનભરની અનાદિ પાળી.
અહીં ધર્મચિએ સર્વ સાવઘ કાયૅને ત્યાગ કર્યો તે અનવદ્ય જાણવું.
Page #69
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-રંથમાળા : ૬૬ :
: ૫૫ (૭) પરિણા. [ આત્માની અમરતા અને ભેગની નિસારતાનું જ્ઞાન]
ઘણી ઘણી બાધા-આખડી રાખ્યા પછી ઇલાદેવીની કૃપાથી ધનદત્ત શેઠને એક પુત્ર થયું હતું, તેથી તેનું નામ ઈલાપુત્ર રાખ્યું હતું. આ પુત્ર અનુકમે યુવાન થયે અને એક દિવસ નટ લેકેને ખેલ જતાં તેની યુવાન પુત્રી પર મેહ પામે, એટલે આમણ-મણે થઈને તૂટલી ખાટ પર સૂઈ રહ્યો. પછી પિતાએ ઘણે ઘણે મનાવ્યું ત્યારે બે કે
આજે આપણું મકાનની નીચે જે નટ લેકે નાચતા હતા, તેમની પુત્રી મને પરણાવે તે હા, નહિ તે ના.” પિતાએ કહ્યું: “આપણી જ્ઞાતિમાં સુંદર કન્યાઓને ક્યાં તે છે કે તું આ નટડીને પરણવાની ઈચ્છા કરે છે?” પણ ઈલાપુત્ર એકને બે થયે નહિ. આખરે પિતાએ નટ લેકે પાસે તે નટડીની માગણી કરી અને બદલામાં જોઈએ તેટલું ધન માગી લેવાને કહ્યું. નટલેકેએ વળતો જવાબ આપે. “શેઠ! અમારી પુત્રીને વેચવા ઇચ્છતા નથી, પરંતુ તમારો પુત્ર જે અમારી સાથે રહે અને અમારી બધી વિદ્યા શીખીને કઈ રાજાને રીઝવે તે અમારી કન્યા પરણાવીશું.” આ સરત દેખીતી રીતે જ ઘણી નામોશી ભરેલી હતી, એટલે ધનદત્તે તેને સ્વીકાર ન કર્યો, પરંતુ ઈલાપુત્રને તે નટડીની રઢ લાગી હતી, એટલે તેણે પિતાના વૈભવભર્યા ઘરને ત્યાગ કર્યો અને નટ લોકેની સરત સ્વીકારી લીધી.
Page #70
--------------------------------------------------------------------------
________________
પંદર : : ૬૭ :
બે ઘડી વેગ બાર વર્ષે નટવિદ્યામાં પારંગત થઈને ઈલાપુત્રએક પુર આવ્યા રે નાચવા, ઊંચે વશ વિશેક; તિહાં રાય જેવાને આવિયે, મળિયા લેક અનેક,
કર્મ ન છૂટે રે પ્રાણુ આ ! બેનાતટ નગરની આ વાત છે. ઢેલ બજાવે રે નટવી, ગાયે કિન્નર સાદ; પાયતળ ધુધરા ઘમઘમે, ગાજે અંબર નાદ;
કર્મ ન છૂટે રે પ્રાણુ આ ! અને ઈલાપુત્ર દેય પગ પહેરી પાવડી, વંશ ચડયે ગજ ગેલ; નેધારે થઈ નાચતખેલે ' નવનવા ખેલ,
કર્મ ન છૂટે રે પ્રાણીઓ! પણ રાજા રીઝત નથી. ઈલાપુત્ર ફરીને ખેલ કરે છે. આ જોઈને લેકે આશ્ચર્ય અનુભવે અને તાલીઓ પાડે છે, પણ રાજાનું મુખ સરખું યે મલકતું નથી.
ઈલાપુત્ર વિચાર કરે છે કર્મ વિશે રે હું નટ થયે, નાચું છું નિરધાર; મન નવિ માને રે રાયનું, તે કેણુ કરવો વિચાર ?
કર્મ ન છૂટે રે પ્રાણીઓ! રાજાએ નટડીનું સૌદર્ય જોયું ત્યારથી દાનત બગડી છે. જે નટ નાચતાં નાચતાં નીચે પડે અને મરણ પામે તે આ નટડીને અંતઃપુરમાં બેસારી દઉં એ વિચાર કરે છે, એટલે તે ઈરાદાપૂર્વક રીઝત નથી.
Page #71
--------------------------------------------------------------------------
________________
ઇમબોધ-ચંથમાળા : ૬૮ : આ બાજુ ઈલાપુત્ર વિચાર કરે છે– દાન લહુ જો રાજાનું, તો મુજ જીવન સાર; એમ મનમાંહે ચિંતવી, ચઢીયે ચોથી વાર.
કર્મ ન છૂટે રે પ્રાણુ આ! જે રાજા રીઝે નહિ તે જેને માટે બાર બાર વર્ષ સુધી મહેનત કરી તે બધી ફેકટ જાય, એટલે ઈલાપુત્ર થી વાર વાંસ પર ચડ્યો છે. પરંતુ રાજા રીઝયો નહિ. ઈલપુત્ર નિરાશ થયે ત્યારે નટડીએ કહ્યું – ઇલાપુત્ર ! તમે હજી એક વાર ખેલ કરે અને રાજાને રીઝવો, નહિ તે આપણે કિનારે આવેલ ત્રાપ ડૂબશે.”
ઈલાપુત્ર નટડીની વિનતિને અસ્વીકાર કરી શકશે નહિ. તે પાંચમી વાર વાંસ પર ચડ્યો ને અદ્દભુત ખેલ કરવા લાગે એવામાં નજર બાજુના બંગલામાં ગઈ. ત્યાં એક અત્યંત રૂપવતી સ્ત્રી હાથમાં મોદકને થાળ લઈને ઊભી છે અને મુનિરાજને તે ગ્રહણ કરવા વિનવી રહી છે, પણ મુનિરાજ મોદક લેતા નથી, તેમ સ્ત્રીના સામું આંખ ઊંચી કરીને જોતા પણ નથી. આ દશ્ય જોતાં જ ઈલાચીનાં અંતરની ઊંડાણમાંથી અવાજ આવ્ય-ધન્ય હે મુનિરાજ ! ધન્ય! ! યુવાવસ્થા છે, સામે આવી રૂપવતી સ્ત્રી ખડી છે, પણ તમારું રૂંવાડુંયે ફરકતું નથી, અને હું મૂખઅરે મહામૂર્ખ ! એક નટડીના રૂપમાં મહિત થઈને ગામ ગામના પાણી પી રહ્યો છું ને આવા હૃદયહીન રાજાઓને રીઝવવાની કોશીશ કરી રહ્યો છું !! ખરેખર ! મૂલ્ય છું, ઘણું મૂલ્ય છું, પણ હવે બગડેલી બાજી સુધારી લઈશ.”
Page #72
--------------------------------------------------------------------------
________________
બે ઘડી
ગ
ઇલાજ ઉડાડી તમે પણ મા
ઈલાપુત્રને ભેગની નિસારતા સમજાઈ. તે સાથે જ આત્માની અમરતાનું પણ ભાન થયું અને જીવનની જે પળ વહી રહી છે તે મહામૂલ્યવાન છે એ ખ્યાલ પણ આવી ગયે. પરિણામે તેમના અયવસાયે ઉત્તરોત્તર વિશુદ્ધ થતા ગયા અને એમ કરતાં તે વંશ ઉપર જ કેવલજ્ઞાન પામ્યા.
ઈલાપુત્રના જીવનમાં થયેલા આ અદ્દભુત પરિવર્તને નટડીની મેહનિદ્રા પણ ઉડાડી દીધી અને રાજા-રાણનાં જીવનમાં પણ ભારે પલટે આયે, એટલે તેઓ પણ ભાવનાના બળે કેવલજ્ઞાન પામ્યા. પછી એ ચારે કેવલીઓએ જગતને ધર્મને બોધ આપી મહાન્ ઉપકાર કર્યો.
અહીં ઈલાપુત્રને ભેગની નિસારતા સમજાઈ અને આત્માની અમરતાનું જ્ઞાન થયું તે પરિજ્ઞા સમજવી.
(૮) પ્રત્યાખ્યાન,
[ વત-નિયમ-ગુણધારણા ] અમાત્ય તેતલિપુત્રના હદયમાં વહી રહેલી સ્નેહની સરિતા એક જ સૂકાઈ ગઈ અને પિફ્રિલાના દુઃખને પાર રહ્યો નહિ. તેને આખરે એક દિવસ તેના મનનું સમાધાન કરવા અમાત્યે કહ્યું – પિઠ્ઠિલા! રડાને કારભાર તું સંભાળ અને અહીં જે કઈ શ્રમણ, બ્રાહ્મણ કે તપસ્વી આવે તેને દાન દઈને રાજી થા.”
પિટિલાએ તેને સ્વીકાર કર્યો અને શ્રમણ, બ્રાહ્મણ તથા તપસ્વીઓને દાન દેવા માંડયું. એમ કરતાં એક દિવસ સુત્રતા
Page #73
--------------------------------------------------------------------------
________________
ઇમબોધ-મંથમાળા : ૭૦ :
પુળા નામની સાવીને સમાગમ થયે. તેમને પિઢિલાએ કહ્યું છે આય ! એક વાર હું અમાત્યનાં હૈયાને હાર હતી અને આજે આંખે દીઠી પણ ગમતી નથી, માટે કઈ એવા ચૂર્ણ મંત્ર કે કામણને પ્રગ બતાવે, જેથી ફરીવાર હું તેને વલ્લભ થાઉં.”
સુત્રતાએ કહ્યું: “હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથ બ્રહ્મચારિણી સાવીએ છીએ, એટલે સંસારની ખટપટમાં પડતી નથી, તેમજ આવી વાત સાંભળતી પણ નથી. પરંતુ તારે મનનું સમાધાન મેળવવું હોય તે સર્વજ્ઞકથિત ધર્મ સાંભળ.” અને તેમણે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું તથા શ્રાવકનાં વ્રતનું રહસ્ય કહી સંભળાવ્યું. એટલે પિટ્ટિલાએ શ્રાવકત્ર ધારણ કર્યા. - પછી એક વાર સર્વવિરતિ ચારિત્ર ધારણ કરવાની ઈચ્છાથી તેણે અમાત્ય આગળ રજા માગી, ત્યારે અમાત્યે કહ્યું: “હું એક શરતે તને સાધ્વી થવાની રજા આપું. જે તપ-જપનાં પરિણામે તું બીજા ભવમાં દેવ થા તે મને પ્રતિબંધ કરવાને આવજે' પિટ્ટિલાએ એ શરતને સ્વીકાર કર્યો અને સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું. એ ચારિત્ર પાલનના પરિણામે તેની સદ્દગતિ થઈ અને પિટિલ નામને દેવ બની.
પિઠ્ઠિલદેવને પિતાનું વચન યાદ આવ્યું અને તે વિવિધ ઉપાયથી અમાત્યના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવા લાગ્યા. પરંતુ અમાત્યની સુખશીલતાના કારણે એ ઉપાય કારગત થયા નહિ ત્યારે દેવે આકરે ઉપાય અજમાવ્યો. પ્રથમ તે જે રાજા પ્રત્યે તેને અનહદ પ્રેમ હતું તેનાં મનમાં વૈમનસ્ય ઊભું કર્યું અને પછી તેના માતાપિતા તથા સેવકોના
Page #74
--------------------------------------------------------------------------
________________
પદ્મરક્ષુ' i
: ૧ :
એ ઘડી યાગ
મનમાં પણ તેના વિષે અનાદર ઉત્પન્ન કર્યાં. આ સ્થિતિ અમાત્ય તેતલિપુત્રને અસહ્ય થઇ પડી. જેણે કાઈ દિવસ દુઃખ કે અપમાન જોયું ન હતું, તેનાથી આવી સ્થિતિ કેમ સહન થાય?
આખરે એક દિવસ અમાત્યે અફીણુ ઘેન્યુ, પણ તે બિલકુલ ચડયું નહિ; ગળે ફાંસા ખાવાના પ્રયત્ન કર્યાં, પણ ફ્રાંસા તૂટી ગયા. આથી તે વધારે ખિન્ન થયા અને કાટે શિલા ખાંધીને પાણીમાં કૂદી પડ્યો, છતાં કોઇ અગમ્ય કારણે તે પાણીમાં ડૂખ્યા નહિ; છેવટે ઘાસની ગ ંજી સળગાવીને તેમાં પેઢા તા અગ્નિ બુઝાઇ ગયા. આમ મૃત્યુના મેળાપ કરવામાં તે નિષ્ફળ નીવડ્યો, ત્યારે લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા કે ‘હવે શું કરવું ? ' તે વખતે પાટ્ટિલદેવ પ્રકટ થયે અને એલ્યું: ‘હૈ તેલિપુત્ર ! આગળ મોટો ખાડો છે, પાછળ ગાંડા હાથી ચાલ્યા આવે છે, અને માજી ઘાર અંધારું છે, વચ્ચે ખાણા વરસે છે, ગામ સળગ્યુ છે અને રણુ ધગધગે છે તે ક્યાં જવું?'
9
તેતલિપુત્ર આ પ્રશ્નને મમ સમજી ગયે એટલે ખેલ્યાઃ ‘જેમ ભૂખ્યાન' શરણુ અન્ન છે, તરસ્યાનુ શરણુ પાણી છે, રાગનું શરણુ ઔષધ છે અને થાકેલાનુ શરણુ વાર્ડન છે, તેમ ચારે બાજુથી ભયભીત થયેલાનુ શરણ પ્રત્રજ્યા છે, પ્રવ્રુજિત થયેલા શાંત, દાંત અને જિતેન્દ્રિયને કશે ભય હાતા નથી, ’
પેાટ્ટિલદેવે કહ્યું: ‘હૈ તેતલિપુત્ર ! જ્યારે તું આ સમજે છે ત્યારે શા માટે ભયભીત થયા છે? અને પ્રત્રજ્યાનુ શરણુ અંગીકાર કરતા નથી ??
Page #75
--------------------------------------------------------------------------
________________
ધોધ-ગ્રંથમાળા
: ૭૨ :
- પુષ્પ
આ વચનાએ અમાત્ય તૈતલિપુત્રની સાન ઠેકાણે આણી દીધી અને તે જ ક્ષણે તેણે સંયમમાગમાં વિચરવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. પછી એ પ્રતિજ્ઞા અનુસાર તે ઉગ્ર સયમી બનીને વિહરવા લાગ્યા અને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થયા.
અહીં અમાત્ય તેતલિપુત્રે સયમી જીવન ગાળવાની જે દૃઢ પ્રતિજ્ઞા લીધી તે પ્રત્યાખ્યાન જાણવું.
તાત્પર્ય કે-રાગ અને દ્વેષના ત્યાગ કરવા એ સામાયિક છે; અહિં‘સાધર્મનુ પાલન કરવું એ સામાયિક છે; સત્ય ખેલવું એ સામાયિક છે; ઉપશમ, વિવેક અને સંવરને સાધવા એ સામાયિક છે; સાવચેગના ત્યાગ કરવા એ સામાયિક છે; ભાગની નિઃસારતા અને આત્માની અમરતાનું ભાન થવું એ સામાયિક છે, સયમી જીવન ગાળવાની દૃઢ પ્રતિજ્ઞા રાખવી એ પણ સામાયિક છે અને તે જ ચૌદ પૂર્વાંના સાર છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
: ૫:
સામાયિક વ્રત
અથવા
બે ઘડીની યોગસાધના
સામાયિકરૂપ મહાયોગની સાધના ગૃહસ્થા પણ યથાશક્તિ કરી શકે, તે માટે સામાયિક નામના એક ખાસ વ્રતની ચેાજના થયેલી છે. શ્રાવકનાં ખાર વ્રતામાં તેનું સ્થાન નવમું છે અને ચાર પ્રકારનાં શિક્ષાવ્રતમાં તેનુ સ્થાન પહેલું છે. તેના પરિચય કરાવતાં નિગ્રંથ મહર્ષિઓએ કહ્યુ છે કે—
समता सर्वभूतेषु, संयमः शुभभावना । आर्त्तरौद्र परित्यागस्तद्धि सामायिकं व्रतम् ।। १ ।।
સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ, સયમ, શુભ ભાવના અને આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાનના ત્યાગ એ સામાયિક વ્રતનુ રહસ્ય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ધ બોધ-ગ્રંથમાળા
: ૭૪ :
त्यक्तार्त्तरौद्रध्यानस्य त्यक्तसावद्यकर्मणः । समता या तां विदुः सामायिकं व्रतम् ॥ १ ॥ આત્ત અને રૌદ્રધ્યાન તથા સાવદ્ય કર્મના ત્યાગ કરી એક મુહૂર્ત એટલે બે ઘડી પ"ત સમતામાં રહેવુ' તે સામાયિક વ્રત કહેવાય છે.
આ વ્રત કરવાને વિધિ એવા છે કે-પ્રથમ શરીર, વસ્ર તથા ઉપકરણથી શુદ્ધ થવુ. ઉપકરણથી શુદ્ધ થવાના અથ એ છે કે—સામાયિક કરતી વખતે રજોહરણ (ચરવલા), મુહપત્તિ, કટાસણું (બેસવાનું આસન), માળા વગેરે જે જે સાધનાની જરૂર પડે છે, તે પ્રમાણેાપેત રાખવાં. પછી ત્યાગી ગુરુની સમીપે જવું અને તેવા યોગ ન હાય તે પાતાના ઘરના એકાંત ભાગમાં એસીને અથવા ઉપાશ્રયે જઇને ગુરુની સ્થાપના કરીને તેમની સમક્ષ સામાયિક કરવુ. ગુરુની સ્થાપનાને સ્થાપનાચાય કહેવામાં આવે છે. તેના વિધિ એવા છે કે ખાજોડી પ્રમુખ ઊંચા આસન પર જ્ઞાન, દર્શન કે ચારિત્રનું કોઇ પણ ઉપકરણ મૂકી જમણેા હાથ તેમની સમક્ષ રાખી નીચેનાં સૂત્રો ખેલવા ક ગુરુની ભાવના ભાવવી.
(૧) નમસ્કાર.
नमो अरिहंताणं ।
नमो सिद्धाणं ।
: પુષ્પ
नमो आयरियाणं ।
नमो उवज्झायाणं | नमो लोए सव्व साहूणं ॥
Page #78
--------------------------------------------------------------------------
________________
પંદરમું -
: ho :
एसो पंचनमुकारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवह मंगलं ||
એ ઘડી યાગ
અર્થઃ–નમસ્કાર હા અરિતાને, નમસ્કાર હા સિદ્ધોને, નમસ્કાર હા આચાર્યંને. નમસ્કાર હૈ ઉપાધ્યાયાને, નમસ્કાર હા લેાકમાં રહેલા સર્વ સાધુઓને.
આ પાંચ નમસ્કાર સર્વ પાપાને નાશ કરનાર છે અને સર્વ મંગલેામાં પહેલુ મંગલ છે. (૨) પચિદ્દિય સૂત્ર.
पंचिदियसंवरणो, तह नवविह बंभचेर गुत्तिधरो | विसायमुको, इह अट्ठारसगुणेर्हि संजुत्तो ॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालण समत्थो । पंचसमिओ तिगुत्तो, छत्तीस गुणो गुरु मज्झ ॥
અઃ–પાંચ ઇંદ્રિયાનેા સવર કરનારા, નવ વાડાથી બ્રહ્મચયનું રક્ષણ કરનારા, ક્રોધાદિચાર કષાયાથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા; વળી પાંચ મહાવ્રતાને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, એમ છત્રીશ ગુણુવાળા મારા ગુરુ છે.
.
પછી ગુરુને નીચેનું સૂત્ર માલીને પચાંગ પ્રણિપાત કરવાઃ (૩) પ્રણિપાત સૂત્ર.
इच्छामि खमासमणो वंदिउं, जावणिजाए निसीहिआए, मत्थएण वंदामि ||
Page #79
--------------------------------------------------------------------------
________________
ધમબોધચંથમાળા ७६ :
હે ક્ષમાશ્રમણ ! આપને હું નિર્વિકારી નિષ્પાપ કાયાવડે વંદન કરવાને ઈચ્છું છું. મસ્તકવડે વાંદું છું.
ત્યાર પછી ઊભા રહીને પથ પ્રતિક્રમણ કરવું. તે मा प्रभा
(४) (श्यापही सूत्र. इच्छाकारेण संदिसह भगवन् ! ईरियावहियं 'पडिकमामि ? इच्छं।
इच्छामि पडिकमिङ ईरियावहियाए विराहणाए । गमणागमणे ।
पाणकमणे, बीयकमणे, हरियकमणे, ओसा-उत्तिंगपणग-दग-मट्टी-मक्कडा-संताणा-संकमणे ।
जे मे जीवा विराहिया। एगिदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचिंदिया ।
अमिहया, वत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परि. याविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया तस्स मिच्छामि दुक्कडं ।।
અર્થ-હે ભગવંત! સ્વેચ્છાથી ઈપથિકી-પ્રતિકમણ કરવાની મને આજ્ઞા આપે. (ગુરુ તેની આજ્ઞા આપે છે એટલે शिष्य ४ छ.) हुँ छुछु.
Page #80
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : e૭ :
બે ઘડી યોગ - હવે હું તે ચાલતાં થયેલી છવ વિરાધનાનું પ્રતિક્રમણ અંતઃકરણની ભાવનાપૂર્વક શરૂ કરું છું.
જતાં-આવતાં મારવડે ત્રસ જીવ, બિયાં, લીલેરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરેવીઆની જાળ વગેરે ચંપાયા હોય, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય. જતાં-આવતાં મારાવડે જ ઠેકરે મરાયા હેય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભેંય સાથે ઘસડાયા હેય, અરસપરસ શરીરવડે અફળાયા હેય, થોડા સ્પેશયા હોય, દુઃખ ઉપજાવાયા હેય, ખેદ પમાડાયા હોય, બિવરાવાયા હેય એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય, કે પ્રાણથી છૂટા કરાયા હોય અને તેથી જે કંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.
(૫) તસ્સ ઉત્તરી સૂત્ર. तस्स उत्तरीकरणेणं, पायच्छित्तकरणेणं, विसोहीकरणेणं, विसल्लीकरणेणं, पावाणं कम्माणं निग्घायणट्ठाए ठामि જાઉi |
અર્થ–તે પથિકી વિરાધનાના પરિણામે ઉત્પન્ન થયેલાં પાપકર્મોને સંપૂર્ણ ઉરછેદ પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ અને વિશલ્યરૂપ ઉત્તરક્રિયાવડે કરવા માટે હું કાત્સર્ગમાં સ્થિર થાઉં છું.
(૬) અનર્થ અથવા કાઉસ્સગ સૂવ. . अन्नत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभा
Page #81
--------------------------------------------------------------------------
________________
ધમબોધચંથમાળા : હ૮ : इएणं उडएणं वायनिसग्गेणं भमलीए पित्तमूच्छाए, सुहुमेहिं अंगसंचालेहि, सुहुमेहिं खेलसंचालेहिं सुहुमेहि दिद्विसंचालेहि, एवमाइएहिं, आगारेहिं, अभग्गो अवि. राहिओ हुन्ज मे काउस्सग्गो ।
जाव अरिहंताणं भगवंताणं नमुकारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ।।
અર્થ–શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું-ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી,
મરી આવવાથી, પિત્તને લીધે મૂછ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેને સૂક્ષમ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દૃષ્ટિ સૂક્ષમ રીતે ફરકી જવાથી તથા અગ્નિ-સ્પર્શ, શરીરછેદન અથવા સન્મુખ થતે પંચેન્દ્રિય વધ, ચેર કે રાજાની દખલગીરી અને સર્પદંશ એ કારણે ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારે કાર્યોત્સર્ગ ભાંગે નહિ કે વિરાધે નહિ. એવી સમજ સાથે હું ઊભું રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને ધ્યાનમાં જે છું અને જ્યાં સુધી “નમે અરિહંતાણું” એ પદ બેલીને કાયેત્સર્ગ પારું નહિં, ત્યાં સુધી મારી સર્વ શારીરિક પ્રવૃત્તિએને ત્યાગ કરું છું.
ત્યાર પછી ૨૫ ધામેચ્છવાસ જેટલા સમયને કાર્યોત્સર્ગ કરો અને તેમાં લેગસ સૂત્ર મનમાં ગણવું. આ પાઠ ચંદે સુ નિમ્મલયરા સુધી બેલતાં કાર્યોત્સર્ગને સમય પૂરો થાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
घी योग
આ કાયોત્સર્ગ પૂર્ણ કરીને લેગસ્સ સૂત્ર પ્રકટ રીતે બોલાય છેઃ
(७) दोगस सूत्र. लोगस्स उजोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥१॥ उसममजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंतं, सीअल-सिजंस--वासुपुजं च । विमलमणंतं च जिणं, धम्म संति. च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जरमरणा। चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ ५ ॥ कित्तीय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहि-लाभ, समाहिवरमुत्तमं दितु ॥ ६ ॥ चंदेसु निम्मलयरा, आइचेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ ७॥
અર્થ—લેકને ઉઘાત કરનારા, ધર્મરૂપી તીર્થને પ્રવdવનારા, રાગદ્વેષના વિજેતા અને કેવલ(જ્ઞાન)દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા વીસનું તથા અન્ય તીર્થકરોનું પણ કીર્તન કરીશ. ૧ ..श्री *पq, मतिनाथ, समवनाथ, मलिन नपाभी,
Page #83
--------------------------------------------------------------------------
________________
ધમબોષગ્રંથમાળા : ૮૦ : સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨
શ્રી સુવિધિનાથ યા પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩
શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વિદ્ધમાન(શ્રી મહાવીર)ને હું વંદન કરું છું. ૪
એવી રીતે મારા વડે વાયેલા, કમંપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા વીસ તથા અન્ય જિનવર મારા પર પ્રસન્ન થાઓ. ૫
જેઓ લેકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ કેવડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાએલા છે તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ પામતી સ્થિતિ આપે. ૬ | ચંદ્રો કરતાં વધારે નિર્મળ, આદિત્ય (સુર્ય) કરતાં વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
આ રીતે ઈયપથ પ્રતિક્રમણ પૂરું કર્યા પછી મુહપત્તિ પડિલેહવામાં આવે છે અને એક પ્રણિપાત કરીને “સામાયિક” માં પ્રવેશ કરવા માટેની આજ્ઞા માગવામાં આવે છે. એ આજ્ઞા મળ્યા પછી બીજે એક પ્રણિપાત કરીને સામાયિકમાં સ્થિર થવાની આજ્ઞા માગવામાં આવે છે ને એ આજ્ઞા
Page #84
--------------------------------------------------------------------------
________________
પંદરમું : ૪ ૮૧ :
બે ઘડી વેગ મળ્યા પછી બે હાથ જોડીને એક નવકાર મંત્ર બોલીને “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક દંડક ઉચરાજી” એવી વિનંતિ કરવામાં આવે છે. ગુરુ હાજર હોય તો તે સામાયિક દંડક (પાઠ) ઉરચરાવે છે અને હાજર ન હોય તે. વડીલ ઉચ્ચરાવે છે. કેઈ પણ ન હોય તે જાતે ઉચ્ચરવામાં આવે છે. તે નીચે મુજબ.
(૮) કરેમિ ભંતે સૂa. | (સામાયિક પાઠ). करेमि भंते ! सामाइयं, सावलं जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि, न कारवेमि ।
तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं વોશિમિ છે
અર્થ-ડે પૂજ્ય ! હું સામાયિક કરવાને ઈચ્છું છું. તે માટે અશુભ પ્રવૃત્તિઓનું પ્રત્યાખ્યાન કરું છું. જ્યાં સુધી હું આ નિયમને સેવું ત્યાં સુધી મન, વચન અને કાયાવડે અશુભ પ્રવૃત્તિ કરીશ નહિ, હું કરાવીશ નહિ. હે ભગવંત! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે અશુભ પ્રવૃત્તિને હું ખોટી ગણું છું અને તે બાબતને આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું અશુભ પ્રવૃત્તિ કરનાર તે કષાય આત્માને ત્યાગ કરું છું.
Page #85
--------------------------------------------------------------------------
________________
* પુષ્પ
ધર્મબોધ-થથમાળા : ૮૨ :
પછી એક પ્રણિપાત કરીને બેસવાની ઈચ્છા પ્રદર્શિત કરવામાં આવે છે, તથા બીજે પ્રણિપાત કરીને બેસવાની આજ્ઞા માગવામાં આવે છે અને તે જ રીતે એક પ્રણિપાત દ્વારા સવાધ્યાય કરવાની ઈચ્છા પ્રદર્શિત કરવામાં આવે છે તથા બીજા પ્રણિપાત દ્વારા સ્વાધ્યાયની આજ્ઞા માગવામાં આવે છે અને તે આજ્ઞા મળી જતાં ત્રણ વાર નવકાર (નમસ્કાર) બેલી સામાયિકની સાધના કરવામાં આવે છે.
આ સાધનામાં સ્વાધ્યાયની મુખ્યતા હોય છે, એટલે બધું સાંસારિક કામ છેડીને સૂત્ર-સિદ્ધાંતનું પઠન-પાઠન કરવામાં આવે છે, અનાનુપૂર્વી ગણવામાં આવે છે કે માળા ફેરવી અરિહંતેને જાપ કરવામાં આવે છે.
આવી રીતે બે ઘડી સુધી સ્વાધ્યાય વગેરે દ્વારા આત્માને સમભાવ કે સમતામાં રાખવાથી એક સામાયિક થયું ગણાય છે. આવાં સામાયિકે ઇરછા હોય તેટલાં કરી શકાય છે, પરંતુ ત્રીજું સામાયિક પારીને ચોથું કરવું જોઈએ.
સામાયિકનો સમય પૂરો થયે તેને વિધિપુરસર પારવામાં આવે છે. તે આ રીતે–પ્રથમ પ્રણિપાત કરીને ઈર્યાપથપ્રતિક્રમણ કરવામાં આવે છે અને મુહપત્તિ પડિલેહવા વગેરેને તમામ વિધિ સામાયિક લેતી વખતે કર્યું હતું તેમજ કરવામાં આવે છે. પછી પ્રણિપાત કરીને સામાયિક પારવાની આજ્ઞા માગવામાં આવે છે ત્યારે ગુરુ કહે છે કે પુણો વિ લાવવો ફરી પણ કરવા એગ્ય છે. પછી બીજે પ્રણિપાત કરીને સામાયિક પારવાની અનુમતિ મગાય છે ત્યારે ગુરુ કહે છે કે
Page #86
--------------------------------------------------------------------------
________________
પંદરમું : : ૮૩ :
બે ઘડી યોગ આકારે જોવો-આચાર છેડે નહિ.” પછી સાધક “ તહતિ” કહી ગુરુવચનને અંગીકાર કરે છે અને જમણે હાથ ચરવળા પર સ્થાપી નવકાર(નમસ્કાર)ને પાઠ બોલી સામાઈયવયજુત્તા નામનું સૂત્ર બોલે છે. તે આ પ્રમાણે–
(૯) સામાઈય-ય-જુ. सामाइय-वय-जुत्तो, जाव मणे होइ नियम-संजुत्तो। छिन्नइ असुहं कम्म, सामाइय जत्तिया वारा ॥ १ ॥ सामाइयम्मि उ कए, समणो इव सावओ हवह जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुजा ॥ २ ॥
સામાયિક વિધિથી લીધું, વિધિથી પાયું, વિધિ કરતાં જે કંઈ અવિધિ થયે હોય તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં.
દસ મનના, દસ વચનના, બાર કાયાના એ બત્રીસ દેષમાંથી જે કઈ દેષ લાગ્યું હોય તે મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
અર્થ સામાયિક-વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે ત્યાં સુધી અને તેટલી વાર અશુભ કર્મને નાશ કરે છે. ૧.
સામાયિક કરવાથી શ્રાવક શ્રમણ જે થાય છે, તેથી તેણે સામાયિક વારંવાર કરવું જોઈએ. ૨
બીજો અર્થ સરળ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
': પુષ્પ
ધર્મબોધ-ચંથમાળ : ૮૪ :
પછી જમણે હાથ સ્થાપનાચાર્ય સામે અવળે રાખીને એક વાર નવકારને પાઠ બેલવામાં આવે છે. જે ગુરુ હાજર હોય તે આ વિધિ કરવાની જરૂર રહેતી નથી.
અહીં સામાયિકને વિધિ પૂરો થાય છે.
આ રીતે સામાયિક કરવાથી રોગની સિદ્ધિ થાય છે અને પરમાનંદની પૂર્ણ પ્રાપ્તિ કરી શકાય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________ चारित्र નવા બહાર પડેલા ગ્રસ્થા આત્મકલ્યાણમાળા (1) હુજારે વાંચકે જેની રાહ જોઈ રહ્યા હતા, પૂ. મુનિવશે, સાધ્વીજીએ, જેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તે અત્યંત ભાવેદિક પ્રાચીન પ્રાથના, ગુજરાતી સંસ્કૃત પૈત્યવંદન સ્તુતિઓ, ઢાલીયાં, સ્તવને, સક્ઝાયે, પદોને અત્યુત્તમ સંગ્રહું જેમાં છે. કિ. રૂા. 4) (2) ધર્મબોધ ગ્રંથમાલાના શીધ્ર ગ્રાહુક બની જાવ, માત્ર પોસ્ટેજ સાથે રૂા. 12) ની કિંમતમાં જીવનનું ઘડતર કરવા માટે જુદા જુદા વિષય ઉપર ચક શૈલીમાં લખાએલાં 20 પુસ્તકો વસાવી લો. (3) પાષધ વિધિ (ચોથી આવૃત્તિ) સંપૂર્ણ સૂત્રે વિધિ સાથે, નહિ ભણેલાઓ વાંચતા જાય અને પોષધ કરી શકે તેવી યોજના જેમાં કરવામાં આવી છે. કિં. ૯-૧ર-૦૦ (4) મેહનમાલા (ચેથી આવૃત્તિ) પ્રાચીન અર્વાચીન સ્તવને તથા પ્રાર્થના, ચૈત્યવંદન, થયો, ગહુલીઓ, તપવિધિ, સ્તોત્રો, છંદને સંગ્રહું કિ. રૂા. 1. (5) સઝા તથા ઢાળીઆઓને સુંદર સંગ્રહ કિ. રૂા, રા, છપાતા ગ્રન્થ. (1) કલ્પસૂત્ર સુબાધિકા ટીકા (2) શ્રી ભગવતીજી સૂત્રનાં પ્રવચન (3) શ્રી બૃહતસંગ્રહણી સુવિસ્તૃત સચિત્ર ભાષાંતર (બીજી આવૃત્તિ), છૂટક પુસ્તકો પણ મળી શકશે. -: ગ્રાહકે થવાનાં તથા પુસ્તક મેળવવાનાં ઠેકાણાં :શા, લાલચંદ નંદલાલ સી. શાંતિલાલ શાહની કાં ઠે. રાવપુરા ઘીકાંટા-વડોદરા ઠે. 86, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ સરસ્વતી પુસ્તક ભંડાર મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. રતનપોળ હાથીખાના ઠે. ગુલાલવાડી ગોડીજીની ચાલ નં. 1 અમદાવાદ મુંબઇ