SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ધમબોષગ્રંથમાળા : ૮૦ : સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨ શ્રી સુવિધિનાથ યા પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વિદ્ધમાન(શ્રી મહાવીર)ને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે વાયેલા, કમંપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા વીસ તથા અન્ય જિનવર મારા પર પ્રસન્ન થાઓ. ૫ જેઓ લેકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ કેવડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાએલા છે તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ પામતી સ્થિતિ આપે. ૬ | ચંદ્રો કરતાં વધારે નિર્મળ, આદિત્ય (સુર્ય) કરતાં વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. આ રીતે ઈયપથ પ્રતિક્રમણ પૂરું કર્યા પછી મુહપત્તિ પડિલેહવામાં આવે છે અને એક પ્રણિપાત કરીને “સામાયિક” માં પ્રવેશ કરવા માટેની આજ્ઞા માગવામાં આવે છે. એ આજ્ઞા મળ્યા પછી બીજે એક પ્રણિપાત કરીને સામાયિકમાં સ્થિર થવાની આજ્ઞા માગવામાં આવે છે ને એ આજ્ઞા
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy