Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 69
________________ ધર્મબોધ-રંથમાળા : ૬૬ : : ૫૫ (૭) પરિણા. [ આત્માની અમરતા અને ભેગની નિસારતાનું જ્ઞાન] ઘણી ઘણી બાધા-આખડી રાખ્યા પછી ઇલાદેવીની કૃપાથી ધનદત્ત શેઠને એક પુત્ર થયું હતું, તેથી તેનું નામ ઈલાપુત્ર રાખ્યું હતું. આ પુત્ર અનુકમે યુવાન થયે અને એક દિવસ નટ લેકેને ખેલ જતાં તેની યુવાન પુત્રી પર મેહ પામે, એટલે આમણ-મણે થઈને તૂટલી ખાટ પર સૂઈ રહ્યો. પછી પિતાએ ઘણે ઘણે મનાવ્યું ત્યારે બે કે આજે આપણું મકાનની નીચે જે નટ લેકે નાચતા હતા, તેમની પુત્રી મને પરણાવે તે હા, નહિ તે ના.” પિતાએ કહ્યું: “આપણી જ્ઞાતિમાં સુંદર કન્યાઓને ક્યાં તે છે કે તું આ નટડીને પરણવાની ઈચ્છા કરે છે?” પણ ઈલાપુત્ર એકને બે થયે નહિ. આખરે પિતાએ નટ લેકે પાસે તે નટડીની માગણી કરી અને બદલામાં જોઈએ તેટલું ધન માગી લેવાને કહ્યું. નટલેકેએ વળતો જવાબ આપે. “શેઠ! અમારી પુત્રીને વેચવા ઇચ્છતા નથી, પરંતુ તમારો પુત્ર જે અમારી સાથે રહે અને અમારી બધી વિદ્યા શીખીને કઈ રાજાને રીઝવે તે અમારી કન્યા પરણાવીશું.” આ સરત દેખીતી રીતે જ ઘણી નામોશી ભરેલી હતી, એટલે ધનદત્તે તેને સ્વીકાર ન કર્યો, પરંતુ ઈલાપુત્રને તે નટડીની રઢ લાગી હતી, એટલે તેણે પિતાના વૈભવભર્યા ઘરને ત્યાગ કર્યો અને નટ લોકેની સરત સ્વીકારી લીધી.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88