Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 61
________________ ધમબોધ ગ્રંથમાળા : ૫૮ : પુષ્પ હતી કે એક માળી વહેલી સવારે બગીચામાં ફૂલ લેવા જતા હતું, ત્યારે દીર્ઘ શંકા થવાથી તે રસ્તામાં જ બેસી ગયે હતા અને શંકાનું નિવારણ કરીને દેષ ઢાંકવા માટે તેના પર ડાં ફૂલે ઢાંકી દીધાં હતાં. તેના ઉપર અશ્વને પગ આવતાં નરકને છાંટે ઉછળીને યજ્ઞદત્તના મુખમાં પડ્યો. યજ્ઞદત્તને ખાતરી થઈ ચૂકી કે આચાર્ય સત્યવાદી છે અને તેમના કહ્યા મુજબ હિંસક યના ફલરૂપે પિતાને નરકની યાતનાઓ ભેગવવી પડશે. એટલે તે આચાર્યની પાસે આવ્યું અને હાથ જેડીને બેઃ “પ્રભે! આપનું કહેવું સાચું પડયું છે. હવે મારું શું થશે?” આચાર્યે કહ્યું: “વીતરાગ મહાપુરુષનાં વચન કદિ પણ અસત્ય હેતાં નથી. અમે તેની અનન્ય મને ઉપાસના કરીએ છીએ અને લેકેને પણ તેનું યથાર્થ રહસ્ય સમજાવીએ છીએ. જે ભય કે સ્વાર્થવશાત્ અમે સત્ય ઉપદેશ ન આપીએ તે અમારો ધર્મ ચૂક્યા ગણાઈએ. હે રાજન! હિંસકયજ્ઞનું ફળ જેમ નરક છે, તેમ ભાવયજ્ઞનું ફલ સ્વર્ગ અને મુકિત છે; માટે તેમાં તું પ્રવૃત્ત થા અને આજ સુધીમાં તે જે હિંસા કરી છે, તેનું તું પ્રાયશ્ચિત્ત લે. પછી તારે ડરવાનું કંઈ પ્રજન નથી.” યજ્ઞદત્તે તે પ્રમાણે કર્યું અને પિતાના આત્માને ઉદ્ધાર કર્યો. તાત્પર્ય કે-ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ સત્યને વળગી રહેવું-સત્ય બોલવું એ સમવાદ છે.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88