Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 64
________________ પંદરમું: : ૬૧ : બે ઘડી પગ મુનિએ કહ્યું: “ઉપશમ, વિવેક, સંવર.” બસ, આટલું બેલીને તે ચારણલબ્ધિવડે આકાશમાર્ગે ઊડી ગયા. ચિલાતીપુત્ર વિચાર કરવા લાગે કે-મુનિએ આ શું કહ્યું? આ રીતે જ્યારે તેણે ઘણે ઘણે વિચાર કર્યો ત્યારે ઉપશમને અર્થ સમજાય કે કંધને શમાવો અને મનને શાંત કરવું, એટલે તેણે હાથમાંથી તરવાર દૂર ફેંકી દીધી. પછી બહુ વિચાર કરતાં વિવેકને અર્થ સમજાવે કે ધન અને સ્વજનને મોહ છોડે, એટલે તેણે પિતાના હાથમાં રહેલ સુષમાનું મસ્તક છેડી દીધું કે જેના પર તેને સ્વજનને ભાવ હતે. પછી દીર્ઘ વિચારના અંતે સંવરને અર્થ સમજાય કે ઇદ્રિ અને મનની અશુભ પ્રવૃત્તિઓને કિવી, એટલે મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રહ્યો. બીજા શબ્દોમાં કહીએ તે ચિલાતીપુત્રે ભાવથી સંયમદીક્ષા ધારણ કરી. આ રીતે ભાવ સાધુ થયેલા ચિલાતીપુત્ર ત્યાં ઊભા રહીને ઉપશમ, વિવેક, સંવર' “ઉપશમ, વિવેક, સંવર' એ જાપ જપવા લાગ્યા અને આ રીતે મનને અન્ય વિષયમાંથી વારીને ધર્મધ્યાનમાં સ્થિર થયા. પરંતુ તેમને દેહ હજી તાજા લેહીથી ખરડાયેલું હતું, એટલે તેના ગંધથી આકર્ષાઈને કેટલીક વનકીડીઓ ત્યાં આવી પહોંચી અને સ્વાદ નિમિત્તે તેમના શરીરને ચટકા ભરવા લાગી. એ ઉપદ્રવ અતિ ભયંકર હતું, છતાં મહાત્મા ચિલાતીપુત્રે વિવેકને અંગે તેને કંઈ પણ પ્રતિકાર ન કર્યો. જ્યાં ઉપશમ હોય ત્યાં કોઈ કે? જ્યાં વિવેક હોય ત્યાં વ્યામોહ કે? જ્યાં સંવર હેય ત્યાં પ્રતિકાર કેવો? એ ભયંકર ઉપદ્રવ અઢી દિવસ સુધી ચાલ્યો અને તેમનું સમસ્ત

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88