Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 62
________________ પંદર છે : ૫૭ : " બે ઘડી યોગ (૪) સમાસ, (ઉપશમ, વિવેક, સંવર) ચિલતી નામની દાસીને પુત્ર રાજગૃહી નગરીને ધન સાર્થવાહને ત્યાં નોકરી કરતા હતા અને ઘરનું પરચુરણ કામકાજ કરવા ઉપરાંત તેમનાં બાળકોને પણ રમાડતે હતે. ધનસાર્થવાહને ચાર પુત્રે ઉપર એક પુત્રી થઈ હતી, જે રૂપ અને લાવણ્યને ભંડાર હતી. તેનું નામ સુષમા રાખવામાં આવ્યું હતું. ચિલાતીપુત્ર આ બાલિકાને સારી રીતે રમાડતે હતું અને હરવાફરવા લઈ જતું હતું. એમ કરતાં તેને એના પર અત્યંત સ્નેહ ઉત્પન્ન થયે હતું, એનાં દર્શન માત્રથી પણ તેને અત્યંત આલાદ થતું હતું, એવામાં કઈ કારણસર ધનસાર્થવાહનું મન તેના પર નારાજ થયું અને તેને નેકરીમાંથી રૂખસદ આપવામાં આવી, એટલે સુષમાને છેલ્લી સલામ ભરીને વિદાય થયે. ત્યાર પછીનું એનું જીવન એક રખડું તરીકે પસાર થયું અને તેમાં જુગાર, મદ્યપાન તથા ચારી જેવા ભયંકર વ્યસને લાગુ પડ્યા. પરિણામે નગરજનોએ રાજાને ફરિયાદ કરી અને તેને નગરપાર કરવામાં આવ્યા. આ રીતે સર્વત્ર હડધૂત થયેલે ચિલાતીપુત્ર બીજે કઈ માર્ગ નહિ જડવાથી ચેરપલ્લીમાં ગયે અને અનુક્રમે પલીપતિને વિશ્વાસ સંપાદન કરીને તેને ઉત્તરાધિકારી થયો. એક વખત આ પલ્લીપતિ ચિલાતીપુત્રે પિતાના કસાયેલા લેઓ સાથે રાજગૃહી નગરીમાં આવીને ધનસાર્થવાહના ઘરે ધાડ પાડી અને પુષ્કળ માલમત્તા ઉપરાંત સુષમાનું પણ હરણ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88