Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ ખેડૂતના અભિપ્રાય લેવામાં નથી આવતા, એને કહેવામાં આવે છે કે આટલું તારે આપવું પડશે, તને પરવડે તે। ભર નિહ તે જમીન છેડ. પણુ સને ૧૮૫૬ માં કાટ એફ ડિરેકટર્સ એક ખરીતે બહાર પાડયો હતા. તેમાં જાહેર કર્યુ હતું કે જમીનમહેસલ એ ભાડુ નથી પણ ‘ કર્’છે. સર ચાર્લ્સ વૂડ અને લોર્ડ લિટને પણ એ વસ્તુ સ્વીકારી હતી. ખેડન પાવેલ નામને લેખક, જેણે ગયા સૈકાની આખરમાં પેાતાનું જમીનની આકારબંધી સંબંધી પુસ્તક લખ્યું હતું તેણે પણ કહ્યું છે કે જમીનમહેસૂલ એ જમીનની આવક ઉપર એક પ્રકારના કર છે, પણ હવે એ ‘કર’ છે કે ‘ ભાડુ’ એ ચર્ચા કરવી નિરક છે. નિરક છેસ્તા ! કારણ સરકાર એ મહત્ત્વના ભેદની અવગણના કરી, જમીનની માલિક થઈ પડી છે, અને એ ચર્ચીને નિરક કરી મૂકી છે. નહિ તે। એ ચર્ચા અતિશય મહત્ત્વની છે, કારણ જમીનમહેસૂલના કાયદાની આરામાં આકરી કલમેા, ખેડૂતથી જમીનમહેસૂલ ન ભરી શકાય તે ખેડૂતની હજારગણી કિ ંમતની જમીન ખાલસા કરવાને સરકારને અધિકાર આપનારી રાક્ષસી કલમેા, સરકારે માની લીધેલા માલિકીહકમાંથી ઉત્પન્ન થયેલી છે. આજે તે એટલે ૧૯૨૪ના મામાં, સરકારના જમીનમહેસૂલ ખાતાના પ્રધાન (રેવન્યુ મેંબર) એધડક રીતે કહે છે કે જમીન સરકારની જ છે, એમાંથી પુષ્ફળ આવક થાય છે અને એ આવકથી જ વહીવટ ચાલે છે. એટલે ગમે તેમ થાય તેાપણુ એ આવક છેડાય નિહ. આ ઉચાપતનીતિમાંથી જમીનમહેસૂલના પ્રશ્નની અટપટી ગૂંચા ઊભી થઈ છે, એને જ આશરેા લઈને સરકારે વર્ષોનાં વર્ષો થયાં ખેડૂત ને રંજાડવા છે, તેમની દાદ ફરિયાદ સાંભળવાને દીવાની કાને હક રહ્યો નથી, અને ધારાસભાને પણ સરકારના ઠરાવમાં હાથ ધાલવાના હક નથી. આ નીતિને પરિણામે, ખેડૂતને જમીનમહેલમાં દખલ કરવાના કા અધિકાર નથી એ સિદ્ધાન્તને પરિણામે, જ્યાંજ્યાં જમીનમહેસૂલની કાયમની જમાબંધી થઈ નથી ત્યાંત્યાં જમીનમહેસુલ ઉત્તરાત્તર વધતું જ ગયું છે. ૧૮૬૨માં લોડ કૅનિગે ૧૦

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 406