Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 7
________________ જ પુરોવચન છે. કોઈપણ જૈનસાધનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જ આવશ્યક અથવા એમાંથી કોઈ એક, બેની આરાધના સમાયેલી હોય છે. જેમ ભોજન કરતાં પૂર્વે મગજ ઠંડુ કરવું જરૂરી છે, પ્રભુનું નામ સ્મરણ કરવું જરૂરી છે, હાથ-પગ મોઢું ધોવા જરૂરી છે, દવા લેવાની હોય તે યાદ કરવી જરૂરી છે. તે જ રીતે જૈન સાધક માટે દાન-શીલ-તપ-ભાવ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉચ્ચકોટિની સાધનાઓમાં સામાયિક-નામસ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાયોત્સર્ગ-પચ્ચખાણ આ છ આવશ્યક કરવા બહુ જ જરૂરી છે. આવશ્યકનિયુક્તિ તથા તેના ભાષ્યો, ટીકાઓ, ચૂર્ણિઓ વિગેરે અનેક શાસ્ત્રોમાં આ છે એ આવશ્યકો ઉપર દાર્શનિક, વ્યવહારિક અને આધ્યાત્મિક રીતે વિશદ વિવેચન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ આવશ્યકનિયુક્તિ શાસ્ત્ર દ્વારા ૨૪ તીર્થકર ભગવંતો – અનેક પ્રભાવશાળી પૂર્વાચાર્ય ભગવંતો – ઉત્તમ સાધકાત્માઓ – સમભાવમાં સિદ્ધ થયેલા મહર્ષિઓ વગેરેના ખુબ રોચક અને પ્રેરક જીવનવૃત્તાંતોષ જીવન માહિતી ઉપલબ્ધ થાય છે. તદુપરાંત દરેક બાબતો સમજાવવા માટે લૌકિક-લોકોત્તર ઘટનાઓ-પ્રસંગો-બુદ્ધિનાં ભેદો તેના દાખલાઓ તેમજ પ્રચુરમાત્રામાં સાંસ્કૃતિક તથ્યો પણ જાણવા મળે છે, જેનાથી વાચકને જીવન ઉન્નત બનાવવા માટે ભરપૂર માર્ગદર્શનની પ્રાપ્તિ થાય છે. આ શાસ્ત્રમાં પાને પાને એમ કહીએ તો ચાલે કે અનેક મહત્ત્વપૂર્ણ શબ્દોના નિક્ષેપાઓનું બહુમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ સામાયિક વગેરે પદો ઉપર ‘કાયા સામયિં...' વગેરે ગાથાઓ દ્વારા જુદા જુદા નયોની સુંદર ચર્ચા હૃદયસ્પર્શી બની રહે તેવી છે. - પૂ. હરિભદ્રસૂરિ મહારાજે તેના ઉપર બૃહદ્ વિવેચન સંસ્કૃતમાં લખેલું જે આજે અનુપલબ્ધ છે. પરંતુ તેમનું જ લખેલું સંક્ષિપ્ત વિવેચન જે આજે ઉપલબ્ધ છે તે પણ પ્રાયઃ ૨૨૦૦૦ (બાવીશ હજાર) શ્લોકાગ્ર પરિમાણવાળું છે. ભારતીય સાહિત્યની અમૂલ્ય મૂડી છે. આ શાસ્ત્રને ગુરુગમથી વાચનારાઓ ખુબ જ કર્મનિર્જરાના ભાગીદાર બનશે. * મુનિરાજ શ્રી આર્યરક્ષિતવિજયજીએ ખુબ જ મહેનત કરીને પૂર્વમુદ્રિત/પૂર્વલિખિત પ્રતોના આધારે સરળ અનુવાદ કરીને આ ગ્રંથ પ્રકાશિત કરાવ્યો છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. भद्रमस्तु जिनशासनाय. ગેલી છે. આ. જયસુંદરસૂરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 410